________________
વિદ્યુતભારરહિત (Uncharged matter) અર્થાત્ તટથમાં ફોટોન (Photon), ગ્રેવિટોન (Graviton) અને ગ્લુઓન (Gluon) નો સમાવેશ થાય છે. જૈન દર્શનની ધર્માસ્તિકાય અને અઘર્માસ્તિકાયની વાત વૈજ્ઞાનિક સ્વરૂપે સમજવા જેવી છે. આજે વિજ્ઞાન જેને ઈથર વગેરે કાલ્પનિક દ્રવ્યથી સમજાવે છે તેના માટે જૈન દર્શનમાં ધર્માસ્તિકાયનું નિરૂપણ કરેલ છે અને તે વધુ ચોગ્ય છે. સમગ્ર બ્રહ્માંડમાં ૪ ડાર્ક મેટર ૧% મેટર અને ૯૫% ડાર્ક એનર્જી છે એ કદાચ અમસ્તિકાય હોઈ શકે.
બીજા અધ્યાયમાં એક સૂત્ર છે. અનુ મતિ) (પ્રધ્યાપ-૨, સૂત્ર-૨૭)
ગતિ હંમેશા સીધી લીટીમાં અર્થાત્ પંક્તિમાં થાય છે. જ્યાં સુધી બાહા બળ ન લાગે ત્યાં સુધી જીવ કે પુદ્ગલ/પદાર્થની ગતિ સીધી લીટીમાં જ થાય છે. તેનો આ સૂત્રમાં નિર્દેશ છે. જીવ અને પુદ્ગલ બંનેમાં ગતિક્રિયાની શક્તિ છે. નિમિત્ત મળતાં પરિણત થઈ તે ગતિ કરે છે. બાહા ઉપાધિથી તે વક્રગતિ ભલે કરે પરંતુ તેઓની સ્વાભાવિક ગતિ તો સીધી જ છે, ન્યૂટને આપણને પદાર્થની ગતિના નિયમો છેક ૧૬ મી સદીમાં આપ્યા. જ્યારે જૈન દર્શને તો જીવ અને પુગલ પદાર્થની ગતિના નિયમો સદીઓ પૂર્વે આપ્યા છે.
આવો અદ્ભુત છે આપણો શાન-વિજ્ઞાનનો વારસો. આવી તો અનેક વાર્તા છે,
છે
અહીં જૈનદર્શનમાં અણુની ઉત્પત્તિ, વૈશ્વિક દ્રવ્યનો શાશ્વતતાનો સિદ્ધાંત, અણુ વિઘટન, દ્રવ્યનું સંયોજન-વિઘટન, પદાર્થની નિત્યતાનો સિદ્ધાંત, પદાર્થનું રૂપાંતરણ વગેરે અણુવિજ્ઞાન તથા પદાર્થવિજ્ઞાનના ગહનતમ સિદ્ધાંતોનું વર્ણન સૂત્રોમાં ત્યારે પ્રરૂપિત થયું હતું. જૈન શાસ્ત્રોમાં સબએટમિક પાર્કિલ્સનો પણ ઉલ્લેખ છે, જે હાલના ક્વાર્ક વગેરે કણોની સાથે સરખાવી શકાય. પૂજ્ય આચાર્ય શ્રીવિજયનદિોષસૂરિજીના એક સંશોધનાત્મક લેખ મુજબ નવા જ પ્રરૂપાયેલ કિંગ્સબોઝોન કર્યા પણ જૈન શાસ્ત્રોમાં ધર્માસ્તિકાય રૂપે બતાવેલ છે. આશ્ચર્યજનક રીતે આધુનિક વિજ્ઞાનના મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો જૈન શાસ્ત્રોમાં વ્યવસ્થિત રૂપે નિરૂપાયેલ છે. આમાં ખાસ કરીને તમે જોયું તે મુજબ નાના નાના સૂત્રોના રૂપમાં ગહન જ્ઞાન પ્રતિપાદિત થયેલ છે. તે તેની લાક્ષણિકતા છે. કાળ અર્થાત્ સમય (Time), અવકાશ (Space) અને પુદ્ગલ (Matter) ના મૂળભૂત સિદ્ધાંતો, શાશ્વતતાનો નિયમ, અણુ-પરમાણુ વિજ્ઞાન, દળનું સાતત્ય, સાર્પક્ષવાદ, ઊર્જાના સિદ્ધાંત, ગતિના નિચર્મા, અને જડત્વવાદ, શક્તિના નિયમો, ટેલિપથી, ટેલિપોર્ટીંગ, ધ્વનિના નિર્મા, મનની અગાધ શક્તિ...... આ બધું જ શાસ્ત્રોમાં સુંદર રીતે નિરૂપાયેલું છે. અને તેનો હેતુ માનવજાત અને વિશ્વના કલ્યાણ માટે અને અંતે દરેક આત્માના મોક્ષ માટેની વિદ્યા સમજાવવાનો છે.
ક્યા ક્યા ઉપકરણોશી વસ્તુ પરિસ્થિતિનું સંપૂર્ણ દર્શન (Complete knowledge) પ્રાપ્ત થાય છે, તેનો જવાબ આપતા ભારતના આ પ્રાચીનતમ મહાન વિજ્ઞાની સંકલનકાર શ્રી ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શ, કાળ, અંતરભાવ વગેરેશી સંપૂર્ણ દર્શન પામી શકાય છે. એમણે એમ પણ લખ્યું છે કે પદાર્થ માત્રમાં, પછી તે જડ હોય કે ચેતન, દરેક પદાર્થમાં નિત્યતા અને ક્ષણિકતા સાથે સાથે હોય છે. એટલે કે અમુક અપેક્ષાએ તે નિત્ય હોય છે તો અમુક અપેક્ષાએ તે અનિત્ય હોય છે. અને તે રીતે તે પરિવર્તનશીલ હોય છે.
આઈન્સ્ટાઈને કહ્યું છે કે પુદ્ગલને સ્થાન આપે તે જ અવકાશ છે, પુદ્ગલને અવકાશ છે. પુદ્ગલ અને અવકાશ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલ છે. અવકાશ વિના પુદ્ગલ સંભવ નથી. અવકાશ ન હોય તો પુદ્ગલ પણ ન હોય. તે જણાવતું એક વિધાન શ્રી ઉમાસ્વાતિજીએ પણ કર્યું છે. તેમણે કહ્યું કે જેટલા ક્ષેત્રમાં એક પરમાણુ રહી શકે તેટલા ક્ષેત્રને પ્રદેશ અર્થાત્ એક આકાશ પ્રદેશ કહે છે,
જીવ વિજ્ઞાન :
હવે જીવવિજ્ઞાનની વાત કરીએ તો આપણા વિજ્ઞાની શ્રી જગદીશચંદ્ર બોઝે વૃક્ષામાં પણ જીવ છે એવું પ્રતિપાદિત કર્યું છે. વનસ્પતિમાં જીવ છે એવું જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહ્યું જ છે પણ એક પગથિયું આગળ જઈને પૃથ્વી, પાણી, અગ્નિ અને હવામાં પણ જીવ-આત્મા છે એવું દર્શાવ્યું છે. આમ આ દિશામાં યોગ્ય સંશોધનની જરૂર છે. જેથી આપણે વિશ્વને યોગ્ય દિશા આપી શકીએ. અલબત્ત, સૈદ્ધાન્તિક રીતે સાબિત કરવા માટે આ અંગેના પ્રયત્નો ક્યાંક ક્યાંક ચાલુ થઈ ગયા છે.
વાચક શ્રી ઉમાસ્વાતિજીએ જીવના વિભાગ પાડ્યા છે. જેનું વધારે સારૂં, વિકસિત ચિત્તતંત્ર તે ઉચ્ચતર પ્રાણી જેને જૈન પરિભાષામા સંશી કહે છે. તે સિવાય અલ્પવિકસિત ચિત્તતંત્રવાળા એટલે કે અસંત અર્થાત્ સંજ્ઞા વગરના જીવો એટલે કે જડ દેખાતા પદાર્થોમાં પણ ચેતના હોવાનું તેમણે કહ્યું. તેમણે જણાવ્યું કે પાણી અને હવામાં પણ જીવત્વ છે. જીવોના પ્રકાર તરીકે ત્રણ-સ્થાવર, ત્રણ એટલે હાલતા
ચાલતા.
-
*