Book Title: Jain Darshan Ek Adhbhut Vigyan
Author(s): Sudhir Shah
Publisher: Sudhir Shah

View full book text
Previous | Next

Page 5
________________ તેમાં બેઈદ્રિય. ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે. સ્થાવર અર્થાત્ એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. તેમાં પણ વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ એટલે નિગોદના જીવો. તેમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોમાં પણ સંમૂર્હિત જીવોની ઉત્પત્તિ. આ બધાનું સવિસ્તર વર્ણન. ખરેખર અદ્દભુત અને અકલ્પનીય છે. કેટલો વિશદ્ વિચાર આપણી પ્રાચીન સંસ્કૃતિએ કર્યો હશે? તત્વાર્થાધિગમ સૂત્રના બે સૂત્રો (જીવવિજ્ઞાનના) ખૂબ ધ્યાનાર્હ છે. ૧. ઉપયોગી સૂક્ષણમ્ I sentience (application of knowledge) is defining characteristic of life of soul. જીવની સંજ્ઞા કે વ્યાખ્યા એ છે કે પૂર્વસંચિત જ્ઞાન તથા અનુભવનો કે બોધનો સ્વોચિત, પોતાની મેળે ઉપયોગ કરે તે જીવ છે. જીવની આવી સચોટ વ્યાખ્યા વિજ્ઞાનમાં પણ ઉપલબ્ધ નથી. ઉપયોગ-બોધને લઈને જ પોતાનું તથા ઈતર પર્યાયોનું જ્ઞાન થાય. સુખ, દુઃખનો અનુભવ થાય.... વગેરે. ૨. પરરપરોપ નીવાનામ્ | The function of the soul is to render service to one another, એકબીજાને ઉપકારી થવું તે જીવનો સ્વાભાવિક હેતુ છે. પહેલી નજરે કદાચ આનું ઊંડાણ ખ્યાલ નહિ આવે પરંતુ આ સૂત્રનો હેતુ અહિંસાની આજ્ઞા છે. એક જીવ બીજા જીવના પ્રભાવમાં છે. Mach's principle of physics પ્રમાણે વિશ્વનો એક એક અણુ એકબીજા સાથે સંકળાયેલ છે. વિશ્વમાં એક અણુમાં ક્યાંક ફેરફાર થાય કે ખલેલ પહોંચે તો આખા વિશ્વની સંરચનાને અસર થાય, ખલેલ પહોંચે. તેમ એક જીવ બીજા જીવને દુઃખી કરે તો આખા વિશ્વના પ્રત્યેક જીવને તેની અસર થાય જ. એ વાત આમાં ગર્ભિત રીતે નિહિત છે. We are influenced by the rest. We all are entangled. કોઈપણ જીવને મન, વચન, કાયાથી દુઃખી ન કરી શકાય. જીવ વિજ્ઞાનમાં વનસ્પતિશાસ્ત્ર અન્વયે અનેક મહત્ત્વની વાતોનું વિજ્ઞાન ભરેલું છે. પ્રથમ તો વનસ્પતિમાં જીવ છે અને સંવેદના છે, એવી ગહન જૈન શાસ્ત્રની વાતને વિજ્ઞાનને સિદ્ધ કરતાં ૨૦મી સદી લાગી. જગદીશચંદ્ર બોઝે તે સિદ્ધ કર્યું. એથી વિશેષ જૈન શાસ્ત્રોમાં તો સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. વનસ્પતિકાય જીવને મૂળભૂત સંજ્ઞાઓ (instinct) હોય છે, સંવેદના હોય છે તે તો હવે વિજ્ઞાને સ્વીકાર્યું જ છે. પણ આ જીવોને કષાય હોય છે અને વેશ્યા હોય છે તે જૈન શાસ્ત્રોક્ત વાત સમજવા જેવી છે. જેમકે વનસ્પતિના આભામંડળના રંગો લીલો, પીળો વગેરે તે તેની વેશ્યા છે. તે તેની ભાવનાઓ અને સ્વભાવ વ્યક્ત કરે છે. જેવું અન્ન તેવો ઓડકાર, જેવું આપણે ખાઈએ, તેવા આપણા વિચારો થાય. દા.ત. બટાકા, સૂરણ વગેરે કંદમૂળમાં સંગ્રહ વૃત્તિ એટલે કે લોભ છે, તેથી તે દળદાર થાય છે. આવા પદાર્થો લેવાથી શક્ય છે, આપણને લોભ કષાય થાય. ગણિત શાસ્ત્ર : જૈન દર્શનમાં ગણિતવિજ્ઞાન ઉપર પણ ગ્રંથો લખાયેલા છે. નવમી સદીમાં શ્રી મહાવીરાચાર્યનો ગ્રંથ ગણિતસાર સંગ્રહ ગણિત જેવા કષ્ટસાધ્ય વિષય ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તેના નવા અધ્યાયમાં બીજગણિત, ભૂમિતિ અને અંકગણિતના અદ્ભુત સિદ્ધાંતો છે, જેમાં વર્ગમૂળ (Sqare root), ઘનમૂળ (cube root), અપૂર્ણાંક (Fraction), સમય, દશાંશ પદ્ધતિ તથા પાઈ ની સૂક્ષમ ગણતરી ઉપર પણ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય સ્વયંભુવ, દેવનંદિ, આદિનાથ વગેરે જૈનાચાર્યોએ પણ ગણિત ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. જૈન આગમોમાં સૂર્યપ્રજ્ઞપ્તિમાં અપૂર્ણાંક ઉપર ખૂબ ભાર મુખ્યો છે. જો કે જ્યોતિષપાતાલ નામનો જૈન ગ્રંથ અત્યારે અપ્રાપ્ય છે. જે સંભવત : શ્રી મહાવીરાચાર્યે લખેલ છે. માનસશાસ્ત્ર: માનસશાસ્ત્ર વિશે પણ જૈન ગ્રંથોમાં ઊંડાણપૂર્વક ઉલ્લેખ થયેલો જોવા મળે છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, વિચાર, નિર્ણય, એ મતિજ્ઞાન છે અને તે ઈન્દ્રિય અને મનને લીધે છે. એવું પ્રતિપાદન શાસ્ત્રમાં કર્યું છે. મનના બે ભેદ છે. ભાવ મન અને દ્રવ્ય મન. આધુનિક વિજ્ઞાને આ દિશામાં સંશોધન કરવાની જરૂર છે. જેટલું પ્રાણીનું મન-મગજ વધુ વિકસિત તેટલું તે ઉચ્ચતર પ્રાણી કહેવાય છે. સંઝિન : સમનરT : (૩૪ધ્યાય-, સૂત્ર ) આ ઉપરાંત પરપીડન વૃત્તિ વિશે શાસ્ત્રવચન છે કે પરપીડન માનવીના મનનો એક આવિષ્કાર છે. પોતાના કહેવાતા સિદ્ધાંતોની રક્ષા કરવા માટે ઘણા બીજાને પીડે છે. એ વૃત્તિનું ઊર્ધીકરણ શક્ય છે. એનો માર્ગ પણ એમાં બતાવ્યો છે. ન્યાયાધીશ ઉત્તમ કક્ષાના પરપીડક છે એમ નથી લાગતું?

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9