Book Title: Jain Danviro Author(s): Nyayavijay Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 1
________________ જેનવિભાગ ૫ જૈન દાનવીરે (લેખક-આચાર્યશ્રી મુનિ ન્યાયવિજયજી ) ૧ ભવડશાહ. આ જૈન દાનવીર ગૃહસ્થ વિક્રમની પ્રથમ સદીમાં વિધમાન હતા, અત્યારે તેને શતાબ્દિઓ વહી ગયા છતાં આ બહાદુર નરની કીર્તિ જૈન ઈતિહાસમાં જ્વલંત ભાવે પ્રકાશી રહેલ છે. જેને ઈતિહાસકારો-ગ્રંથકારોની ભાવડનાં યશસ્વી કામની નોંધે તેના યશને ચિરકાલીન બનાવ્યો છે. શત્રુજ્યમાહાસ્યના કર્તા સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી ધનેશ્વરસૂરિએ પિતાના ગ્રંથમાં તેનાં યશોગાન બહુ લંબાણપૂર્વક કહ્યાં છે; અને ત્યાર પછીના બીજ ગ્રંથકારેએ પણ તે યશસ્વી પુરુષના યશ હર્ષભેર ગાયા છે. જૈન ત્યાગી મુનિવરે કે જેઓએ કદી પણ કેઈનાં ખેટાં કથન નથી કર્યો, તેઓ પણ જ્યારે એક ગૃહસ્થના આટલી હદે ગુણ ગાય એ જ તેની મહત્તા અને ગૌરવને માટે બસ છે. ભવડના પિતા ભાવડ મૂળ કપિલ્યપુરમાં રહેતા હતા. તેઓ પહેલાં તે કોટયાધિપતિ શેઠ હતા અને તેમનું નામ કાંપિલ્યપુરમાં સારા પ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે પ્રસિદ્ધ હતું. ભાવડ વેપારમાં બહુ સાહસિક ગૃહસ્થ હતા. તે દેશપરદેશમાં વહાણે ભરી ભરી પિતાને માલ મેકલત અને બદલામાં ધન લાવતે. એક વખતે તે સાહસિક વેપારીએ પિતાની સઘળી મિકતને માલ લઈ વહાણે ભરી પરદેશ મોકલ્યાં, પરંતુ તેનું નસીબ વાંકુ હોવાથી રસ્તામાં જ તેનાં વહાણે સમુદેવને આધીન થયાં. ભવડ જેટલો તવંગર હતું તેટલો જ ગરીબ થઈ ગયો. પરંતુ “ભાગ્યું તેય ભરૂચ” એ હિસાબે તેની ખાનદાની અને તેની પ્રતિષ્ઠા કાંઈ ઓછાં નહેતાં થયાં. પોતે ધીમે ધીમે વેપાર કરવા લાગ્યો અને બાકીનો સમય ધર્મકાર્યમાં કહાડવા લાગે. એક વખતે એક સાધુ તેને ત્યાં “ગૌચરી” આવ્યા અને તેનું ભાગ્ય ચડતું જેમાં મુનિવરે તેને કહ્યું કે--મહાનુભવ કાલે તમારે ત્યાં કઈ ઘેડી લઈને આવે તો તમે તે ખરીદી લેજે, અને તેનું મેગ્ય લાલનપાલન કરો. તમારે ભાગ્યરવિ હવે ઉદય થવાની તૈયારીમાં છે. ભાવડ મુનિવર્યનું આ વચન સાંભળી ખુશી થયે અને આ પરોપકારી મુનિશ્રીનો આભાર માન્યો. બીજે દિવસે તેને ત્યાં એક વેપારી ઘોડી લઈને આવ્યો. ભાવકે મુનિશ્રીનાં વચન પ્રમાણે મોંમાગ્યા દામ આપી તે ખરીદી લીધી. તેણે તેનું યોગ્ય લાલનપાલન કરી મટી કરી. તેણે એક વછેરાને જન્મ આપ્યો. ભાગ્યને જાણે કે અદિતીય રવિ હાય તેમ તેની અદભુત કાતિ હતી. આ સિવાય સૂર્યના કિરણે સરખા બીજા વછેરાને તેએ જન્મ આપે. ભાડે તે બધા વછેરાને ખુબ ખવડાવી પીવડાવી પુષ્ટ કર્યા. જે પહેલું બચ્ચું હતું તે તે એક અશ્વરત્ન હતું. તે સારા રાજવીને ત્યાં શોભે તેવું હતું. આ અશ્વરત્નની કીતિ ચેતરફ ફેલાઈ અને ઘણું ઘણું રાજાઓએ તેનાં માગાં કર્યા, પરંતુ તેણે કેઈને તે આપે નહિ. એ વખતે તપન રાજાએ તે ઘડાની કીર્તિ સાંભળી અને તેનું માથું કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11