Book Title: Jain Danviro
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 11
________________ જૈનવિભાગ “ગઢવીની પાસે કેટલીક નાની નાની ડુંગરીઓ છે. તે કયલાની ડુંગરી કહેવાય છે. કહે છે કે પાર્વતીને શિવની સાથે કલહ થયો તેથી તેણે કેયલ સ્વરૂપ ધારણ કરી અહીં વાસ કર્યો હતો ત્યારથી એ ડુંગરીઓ કેયલા ડુંગરીએ નામે ઓળખાતી આવી છે. ડુંગરીએ નદીના તટ ઉપર જ આવેલી છે. એ ડુંગરી ઉપર હરસદ માતાનું (મહાકાળીનું) દહેરું છે પણ ત્યાં કેઈ રહેતું નથી તેમ કઈ જતું પણ નથી. હાલમાં એ માતાનું દહેરું ડુંગરીની તળેટીમાં આણેલું છે. દહેરું ડુંગરી પર હતું ત્યારે જે કઈ વહાણની દૃષ્ટિએ તે પડતું તે જરૂર ભાંગતું જ. આખરે કચ્છના એક વેપારી નામે જગડુશાહ જેનાં વહાણ અહીં ભાંગ્યાં હતાં તેણે ઘેર તપ આચરી મહા મહા દેહકથી માતાને પ્રસન્ન કર્યા ને તેમને ડુંગરીની તળેટીમાં ઉતરી આવવા વિનંતી કરી. માતાએ કહ્યું પગલે પગલે એક એક પાડાનું બલિદાન આપે તે ઉતરું. જગડુશાહ કબુલ થયો પણ માતા એટલાં ધીમે ધીમે ઉતર્યા કે તળેટીમાં આવતા પહેલાં જ ભેગ આપવા આણેલા સઘળા પાડાઓ ખપી ગયા. ત્યારે જગડુશાહે પિતાની સ્ત્રીને, છોકરાંને ને છેલ્લે પિતાને ભેગ આપો. જગડુશાહની ભક્તિથી માતા ઘણુ તુષ્ટમાન થયાં ને તેને તથા તેની સ્ત્રી છોકરાંને સજીવન કરી બેલ્યાં પુત્ર, વર માગ.” વણિકે વર માગ્યું કે “મારો વંશ અક્ષય રહે” એટલે માતા તથાસ્તુ બલી અંતર્ધાન થયાં ને ડુંગરીની તળેટીમાં આવી વાસ કીધે. તે વખત પછી ત્યાં આગળ વહાણ ભાંગતાં પણ બંધ થયાં. તળેટીમાં તેનું દહેરું જગડુશાહ શેઠે બંધાવ્યું છે.” (કાઠિયાવાડ સર્વસંગ્રહ પૃ. 345) આ તેના અદભુત આત્મત્યાગથી વાંચકે સમજી શકશે કે તેને દરેક મનુષ્ય ઉપર કેટલો પ્રેમ હતો. તેણે ભેટને માટે બૈરી છોકરાં અને અંતે પિતાને આત્મા પણ આપો. જેને પરોપકારી કાર્યોમાં પણ કેવી રીતે મરી જાણે છે તેનું આ વલંત દષ્ટાંત જગત આગળ ચિર કાલ સુધી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11