Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha Author(s): Jain Center of America NY Publisher: USA Jain Center America NY View full book textPage 6
________________ જિનેશ્વર પરમાત્માની પ્રતિષ્ઠા પ્રસંગે શુભ-સંદેશ ૨ શ્રાવિકાઓએ એકેન્દ્રિય જીવોની હિંસા ત્યજી નથી. તે જ આત્માઓનું આ કર્તવ્ય છે. ઘરસંસાર ચલાવવા જો અપાર આરંભ-સમારંભ આદરે જ છે તેની સામે આ વાત તો સામાન્ય છે. સ્નાન માટે ફુવારાથી અઢળક પાણી વાપરે છે અને પરમાત્માનો ૧ કળશ જેટલા પાણીથી અભિષેક કરવામાં હિંસા દેખાય છે. ઘાસ ઉપર ચાલે છે, ઘાસ ઉગાડે છે અને કાપે છે. ફુલોથી ઘરની શોભા-શણગાર કરે છે અને પરમાત્માની ૧/૨ ફુલથી પૂજા કરવામાં હિંસા દેખાય છે; આ કેવી વિચિત્ર વાત છે ! જયારે ઘરની હિંસા છોડી દઈએ ત્યારે પરમાત્માની પૂજામાં થતી હિંસા પણ છોડી જ દેવાની છે. પરંતુ જયાં સુધી આ અપાર હિંસા ચાલુ જ છે ત્યાં સુધી અત્યન્ત અલ્પ હિંસા હોવા છતાં પણ તે પૂજા-સ્તવના કર્તવ્ય જ બને છે. પરમાત્માની આ મૂર્તિને જોવાથી-પૂજવાથી અને ઉપકારીઓના ગુણગાન ગાવાથી જે ભાવોલ્લાસ આવે છે તે કોઈ અપૂર્વ અને અદ્ભૂત જ હોય છે. અનેક ભવોમાં બંધાયેલા કર્મોને તોડી નાખનારો આ ભાવોલ્લાસ હોય છે. 'લાભ ઘણો અને નુકશાન થોડું' એ ન્યાયે પરમાત્માની મૂર્તિ પૂજનીય-વંદનીય બને છે. હજારો-લાખો વર્ષોનો ઈતિહાસ જોશો તો જણાશે કે સંપ્રતિ મહારાજા, કુમારપાલ મહારાજા, ભરત મહારાજા, વસ્તુપાલ તેજપાલ, વિમલશાહ મંત્રી જેવા અનેક રાજરાજવીઓએ અને મંત્રીઓએ ગણી ન શકાય તથા કલ્પી ન શકાય તેટલી પરમાત્માની મૂર્તિઓ બનાવરાવી છે, મંદિરો બનાવ્યા છે, પ્રતિષ્ઠાઓ કરાવી છે. બેનમુન કલાકારીગરીથી જિનમંદિરો સોભાવ્યાં છે. તારંગા, રાણકપુર, આબુ, શત્રુજય, ગિરનાર ઇત્યાદિ પરમપવિત્ર તીર્થો તેના પ્રત્યક્ષ જીવતાજાગતા પુરાવા છે માટે જિનમંદિર અને જિનપ્રતિમા અવશ્ય કરાવવા જોઈએ તથા તેમની અનહદ ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. તે પરમાત્માની સેવા-ભક્તિ-પૂજા-સ્તુતિ અને પ્રભાવના કરીને આત્મકલ્યાણ સાધવું જોઈએ. આ ભારત દેશ કરતાં અમેરિકા દેશમાં જિનમંદિર અને જિનપ્રતિમા વધારે જરૂરી છે કારણ કે આ અમેરિકા દેશમાં સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓનો યોગ નથી, જિનવાણી સંભળાવનારા સંતો નથી, જન્મજાત ધર્મના સંસ્કારો નથી... આજુબાજુનું વાતાવરણ ધર્મમય નથી પણ ભોગમય છે. બાળકોનું ઉચ્છેરણ અનાર્ય પ્રજાની Jain Education International_2010_03 સાથે થાય છે. આવા કારણોસર આ દેશમાં તો જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તે સવિશેષે ઉપકાર કરનાર છે. પૂર્વભવોના પુણ્યોદયથી મળેલી લક્ષ્મીનો સદુપયોગ ક૨વાનું આ જ એક પરમ પવિત્ર સ્થાન છે કે જયા આવનાર-જનાર આત્માઓ પરમાત્માની પૂજા-ભક્તિ કરે, ભાવનામાં લયલીન થાય, સંસારના ભોગવિલાસો કંઈક ઓછા કરે, વૈરાગી બને, વીતરાગના માર્ગે ચાલવા પ્રેરણા પામે, પોતાના જીવનને ત્યાગ અને વૈરાગ્યના રંગથી વાસિત બનાવે. માટે જિનમંદિર અને જિનપ્રતિમા બનાવવી-ભરાવવી એ જ જીવનનું અતિશય આવશ્યક કર્તવ્ય છે અને આ જ પરમ શ્રેય છે. વીતરાગ પરમાત્માની મૂર્તિ સામે ભક્તિભાવ કરતાં કરતાં ગાન-તાન અને નૃત્ય કરતા કરતા મંદોદરી એ અને રાવણે આત્મકલ્યાણ સાધ્યું, રાવણે જિનનામકર્મ ઉપાર્જન કર્યું... અષ્ટાપદ પર્વત ઉપર ગૌતમસ્વામીએ જગચિંતામણીની રચના કરી... શત્રુંજય પર્વત ઉપર અનેક આત્માઓ મોક્ષે પધાર્યા. આવા તો અનેક ઉદાહરણો મોજુદ છે. બાળ-યુવાન આદિ તમામ જીવોમા ધર્મસંસ્કાર માટે આ જિનમંદિર અતિશય આવશ્યક છે. શકય બને તેટલો તેમાં ભાગ લેવો એ જ આ જીવનની સફળતા છે. બધા જ દેશોમાં આજે અમેરિકા દેશ વિકાસક્ષેત્રમા પ્રધાન કહેવાય છે. તે દેશમા ન્યુ યોર્ક શહેર સૌથી મોટું શહેર, અમેરિકાનું પ્રવેશદ્વાર અને સર્વ દેશોની સાથે અનેક રીતે સંકળાયેલું શહેર છે. તેવા પ્રકારના મોટા શહેરનો મેનહટન અને કવીન્સ જેવો વિસ્તાર વધારેમા વધારે વસ્તીથી ભરપૂર છે અને તેવા વિસ્તારમાં ચાર માળ જેટલું ઉંચુ અને ભવ્ય થતું આ જિનમંદિર એ ખરેખર દેવવિમાન જેવું રમણીય છે. આપણે બધા સાથે મળીને આ ભવ્યકાર્ય પુરૂં કરીએ. જે જે ભાઈઓ-બહેનોએ આ જિનમંદિર બનાવવામાં આર્થિક સહયોગ આપ્યો છે અને તન-મનથી સેવા આપી છે તે સર્વે ભાગ્યશાળી જીવોની આપણે સાથે મળીને અનુમોદના કરીએ... તેઓને આવા ને આવા પરમશ્રેષ્ઠ કાર્યો કરવાની શાસનદેવ શક્તિ આપે એવી અભિલાષા રાખીએ. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 190