Book Title: Jain Center Los Angeles CA 2008 09 Pratishta Souvenior
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California
View full book text
________________
પૂજની યથાર્થ ભાવદશા અંતરમાં જગાડવાની પ્રક્રિયાની, વિધિની સ્પષ્ટ અને સુંદર સમજણ આપતાં જ્ઞાની ભગવંતો કહે છે કે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શનાદિ એ રીતે કરો કે જાણે પ્રભુ સાક્ષાત્ બિરાજમાન છે. જેમ તમારું હૃદય ધબકે છે તેમ પ્રભુનું હદય પર ધબકે છે. એક તરફ પ્રભુના હદય ઉપર ધ્યાન કરવું અને બીજી તરફ પોતાના ઉદય ઉપર ધ્યાન રાખવું. ધ્યાનમાં ઊંડાણ આવતાં બન્ને વચ્ચે એક સંબંધ સ્થાપિત થશે. એવો ભાસ થશે જાણે પ્રભુનું હદય અને તમારું હૃદય બને એકસાથે ધબકી રહ્યાં છે. આ પ્રતીતિમાં ઊંડા ઊતરો. અને એમ કરતાં એક ક્ષણ એવી આવશે કે તેમને ખુલ્લી આંખે પણ પ્રતિમામાં હદય ધબકતું હોય એવો અનુભવ થશે.
આનું કારણ એ છે કે જિનસ્વરૂપના વિચારથી તમે નિજસ્વરૂપનો વિચાર કરતાં થાઓ છો. જેમને દિવ્ય કેવળજ્ઞાન અને સંપૂર્ણ અતીન્દ્રિય સુખ પ્રગટ્યાં છે એવા જિનેશ્વર ભગવાનની પ્રતિમા દર્પ સમાન છે. દર્પણામાં જેમ પ્રતિબિંબ પડે છે તેમ જિનેશ્વરરૂપ દર્પણમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે. દરિને સ્વ તરફ દોરે તે દર્પણ. જેમ દર્પણમાં ચહેરો જોનારને પોતાને વિષે વિચાર આવવા લાગે છે તેમ પ્રીજિનની પ્રતિમારૂપ દર્પ દેતાં તમને ભગવાનના સ્વરૂપનું, પોતાના સ્વરૂપનું દર્શન થાય છે અને સ્વરૂપવિચાર આવવા લાગે છે. જિનસ્વરૂપની ઓળખાવાથી પોતાના આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ ઓળખાય છે, સ્વસ્વરૂપમાં એકતા સધાય છે.
પ્રાણપ્રતિષ્ઠા જ્ઞાની પુરુષો કહે છે કે જ્યારે તમને અનુભવ થાય કે પ્રતિમા ધબકી રહી છે ત્યારે સમજજો કે તેમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ છે! એ ભાવદશાનું નામ જ પ્રાણપ્રતિષ્ઠા છે. પ્રાણપ્રતિષ્ઠા એટલે પ્રારાની પ્રતિષ્ઠા, પ્રાણામાં પ્રતિષ્ઠા..... એ ન થાય ત્યાં સુધી પૂજાનો કોઈ અર્થ નથી.
જ્યાં સુધી પ્રતિમામાં હદય ન ધબકે ત્યાં સુધી પૂજાની શરૂઆત થઈ શકતી નથી, કારણ કે પ્રતિમા ત્યાં સુધી પથ્થર છે. પથ્થરને પૂજવાથી શું લાભ? ભગવાનને પૂજવાથી લાભ છે. અને પ્રતિમા ભગવાન ક્યારે બને? કે જ્યારે તેમાં પ્રાણ પૂરવામાં આવે. પ્રતિમામાં પ્રાણ પૂરવામાં આવે ત્યારે તે પૂજનીય બને છે અને તે પછી જ તેનું પૂજન કાર્યકારી નીવડે છે.
પથરને ભગવાન કોશ બનાવે છે? મૂર્તિકાર? ના. મૂર્તિકાર તો પથરની મૂર્તિ બનાવી આપે. તેને જીવંત કરે છે તમારી ભક્તિ, મૂર્તિકાર માત્ર પથ્થરને એક આકાર આપી શકે, પણ તેમાં પ્રાણ પૂરે છે તમારી શ્રદ્ધા, જ્યાં સુધી એમાં પ્રાણ ફૂંકવામાં ન આવે, એનું ઉદય ધબકતું ન થાય ત્યાં સુધી એ પથ્થર જ છે. પથ્થરને પરમાત્મા કરે છે ભક્તની ભક્તિ, પથ્થરમાં પરમેશ્વર જુએ છે ભક્તની આંખ પર ભક્તને દષ્ટિ ક્યાંથી મળે છે? એની ભક્તિનો આધારસ્રોત કોણ છે? સદ્ગુરુદેવા
| સદગુરુ વિરહ જગાવે સદગુરુદેવ કઈ રીતે પ્રાણપ્રતિષ્ઠા કરાવે છે? તેઓ પરમાત્માનું સ્વરૂપ સમજાવે છે, પોતાને થયેલા અનુભવો બતાવે છે, પરમાત્માને પ્રાપ્ત કરતાં કેવી દશા થાય છે તે પોતાના જીવન અને કવન દ્વારા પ્રગટ કરે છે. આ સત્સંગ દ્વારા સુશિષ્યને મહિમા જાગે છે. તેના અંતરમાં પરમાત્માને પ્રાપ્ત કરવાની તાલાવેલી ઊઠે છે, તીવ અભીપ્સા જાગે છે, ઝરણા અનુભવાય છે, વિરહાગ્નિ પ્રગટે છે. આ વિરહાગ્નિને માત્ર પરમાત્મા જ બુઝાવી શકે. એવી આગ લાગે કે તે બધું દાવ ઉપર લગાવવા તૈયાર થઈ જાય છે. પરમાત્માનાં દર્શન કર્યા વિના આ દુનિયામાંથી જવું નથી, તેમના દીદાર પ્રાપ્ત થયા વિના આ આંખ બંધ નહીં થાય