Book Title: Jain Center Los Angeles CA 2008 09 Pratishta Souvenior
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California
View full book text
________________
મૂર્તિપૂજમાં આપશે બે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ - એક મૂર્તિ અને બીજે પૂજ, આ બને ક્યારે પણ એક જ વ્યક્તિના અનુભવમાં એકીસાથે આવતા નથી. આમાં મૂર્તિઃ શબ્દ એ લોકોનો છે કે જેમણે ક્યારે પણ પૂજ નથી કરી અને ‘પૂજ' શબ્દ એ લોકોનો છે કે જેમણે ક્યારે પણ મૂર્તિ નથી જે ઈ.
આ જ વાતને બીજી રીતે કહેવી હોય તો એમ કહી શકાય કે પૂજા એટલે મૂર્તિ મિટાવવાની પ્રક્રિયા, આકારવાળી મૂર્તિને મિટાવવાની • વિલીન કરવાની કળા તે પૂજ. મૂર્તિના પૂર્વ ભાગને નાશ કરતા જવું, છોડતા જવું અને અમૂર્તનું રહી જવું - ભાસવું તે છે પૂજા. પૂજ એટલે એવી પ્રક્રિયા જે મૂર્તિના મૂર્ત ભાગથી શરૂ થાય અને થોડી ક્ષણોમાં ઉપાસકને અમૃત ભાગ તરફ પહોંચાડે.
આમ, “મૂર્તિપૂજા' શબ્દ 'self-contradictory' છે. જે સાચી પૂજા કરે છે તેને મૂર્તિ દેખાતી નથી; અને જે પૂજા જ નથી કરી તેને પથ્થર દેખાય છે તેથી તેને હંમેશાં થાય કે આ પથ્થરની પૂજા કરવાથી શું લાભ થતો હશે? આ પથ્થર પાછળ બધા આટલા પેલા કેમ છે? આ રીતે લોકોને બે પ્રકારના અનુભવ થાય છે અને તે બન્ને વચ્ચે કોઈ તાલમેળ નથી.
મૂર્તિ - બુદ્ધિમાનોની શોધ મૂર્તિ તો માત્ર એક પ્રારંભ છે. પૂજા ઘટિત થાય છે ત્યારે મૂર્તિ વિદાય થઈ જાય છે. મૂર્તિ ત્યારે જ દેખાય છે કે જ્યારે પૂજા નથી હોતી, પૂજનો ભાવ ન હોવાના કારણે જ ત્યાં મૂર્તિ દેખાય છે અને ત્યારે કહેવાતા બુદ્ધિમાન લોકોને એવો વિકલ્પ આવે છે કે પથ્થરને પૂજવાથી શું થશે અને મૂર્તિપૂજ છોડવામાં જ બુદ્ધિમત્તા છે એમ તેને ભાસે છે. પરંતુ પૂજાનું પોતાનું એક વિશાન છે અને તેનાથી અપરિચિત રહેવાથી આવા વિકલ્પો ઉદ્દભવે છે.
જીવને એ ભમ છે કે તે બધી દિશાઓમાં વિકાસ કરી રહ્યો છે. વાસ્તવમાં તે માત્ર બાહ્ય દિશામાં જ આગળ વધી રહ્યો છે. આંતરિક દિશામાં તે પાછળ રહી ગયો છે. એ દિશામાં વિકાસ કરવાની નથી તેને સૂઝ પડતી, નથી એનો માર્ગ મળતો. તેનું જ્ઞાન અને વીર્ય બહાર વળે છે, ખૂલે છે પણ આંતરિક વીતરાગ વિશાનથી તે અપરિચિત જ રહ્યો છે.
મૂર્તિ એ યથાર્થ બુદ્ધિમાન - વિચારવાન લોકોની શોધ છે, પ્રશાની ઉત્પત્તિ છે. જીવનના પરમ રહસ્યનો બોષ થયો હોવાથી તેમણે એક એવા સેતુની શોધ કરી છે જેના વડે મૂર્તમાંથી અમૂર્ત તરફ જઈ શકાય.