Book Title: Jain Center Los Angeles CA 2008 09 Pratishta Souvenior
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

View full book text
Previous | Next

Page 177
________________ એમ ધેરા ગંભીર નાદે કહેતા કેટલીયવાર સાંભળેલા. એ સંસ્કારો સમજ રૂપે સ્વાઘ્યાયમાં જતાં પરીણમ્યા. આ ભવનમાંથી શું શું મળ્યું છે તે જણાવાની વાત નથી. એ તો અંતરની ઊંડી અનુભુતીની વાત છે. આ ભવનના ફાયદા ગણવા તે સૂરજને આરસી ધરવા જેવી વાત છે. અનેક જન્મોના સંચીત કરેલા પુણ્યોના ઢગલાં આપણી ચારેકોર સુંદર શરીર, વિશાળ મકાન, આલીશાન મોટરો રુપે ફેલાયેલા છે. ભાતિકતાની ટોચ ઉપર બીરાજતા આપણને પાપોના કેટલાય સાગર તરીને આ મુકામે આવ્યા છીએ તે જણાતુ નથી. અશાંતી અને અનિશ્ચતતાની આ જીંદગીમાં શાંતીનો કેવો ઊંડો અનુભવ અહીંથી લઈએ છીએ એનો વિચાર ક્યાં કોઇ દિવસ કર્યો છે. અહીં આવવાના side benefitsપણ કઇ ઓછા નથી. આટલા વિશાળ સમાજની ફુંક સુખને અનેક ગણું વધારે અને દુખના સમયે કેટલાય ખભે માથુ નાખી અડધુ કરે તેવા મિત્રો. વીધ વીધ વિષયોમાં પરીપૂર્ણ એવા જ્ઞાની અને ગુણીયલ ગુરુજનો અને પંડીતોના અગાઘ જ્ઞાનનો લાભ સાવ સરળતાથી મળે છે. શાતાપુર્વક કરી શકાતી અનેક તપસ્યાઓ. રવિવારની પાઠશાળામાં દાદા-દાદી કે નાના-નાની સાથે આવતા ભુલકાઓના ક્લાસમાં કાલા-કાલા આવાજમાં નાના બાળકો જ્યારે નવકાર મંત્ર બોલે છે ત્યારે થાય છે કે ઉતરતા આરાની જરાય ચિંતા કરવા જેવી નથી. મારા વાહલા ભાઇઓ અને બહેનો, આજે આપણા દાદાનું આ આંગણુ વધુ વિશાળ અને વધુ મજબુત બન્યુ છે. આ પ્રસંગ આપણા બધામાટે ઘણાજ ગર્વનો અને આનંદનો છે. આપણે સહુ ભેગા મળી આ દાદાના આંગણની તન, મન અને ધનથી સેવા કરી અને એની શાન અને શોભા વધારી આપણી જાતને ધન્ય બનાવીએ. જય જીનંદ

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194