Book Title: Jain Center Columbia SC 1997 05 Mahavira Swami Murti Pratistha
Author(s): Jain Center Columbia SC
Publisher: USA Jain Center Columbia SC

Previous | Next

Page 20
________________ * પાંચ પરમેષ્ઠીઓ પૂજય છે. ને આપણે પૂજક છીએ. એ ભાવ નમુકકારો' શબ્દથી પ્રગટ થાય છે. અરિહંતાણ આવા બહુવચનના પ્રયોગથી (શબ્દથી) એક જ આત્માને, દેવ કે ઈશ્વર થવાનો કે સૃષ્ટિ સર્જનહાર બનવાનો ઈશ્વરીય અધિકાર સિદ્ધ થઈ શકતો નથી. જીવમાત્રનું કલ્યાણ કરવાથી ઉત્કૃષ્ટ ભાવનાથી (અને તે પ્રમાણે સાધના કરવાથી આપણા જેવા કોઈ પણ અરિહંત યા તીર્થંકર થઈ શકે છે. એવા તિર્થંકર વીતરાગો અનંતા થઈ ગયા અને થશે. એટલે આપણા નમસ્કાર અનંતા તીર્થકો સુધી પહોંચી જાય છે. * નિર્મોહી પાંચે પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાથી આઠે કર્મનો જે અધિપતિ-મોહનીય કર્મ તેનો નાશ થાય છે. તેથી તે મંગલસૂત્ર અંતિમ સમયે પણ સમાધિ આપી શકે છે. * આ તારક મંત્રના ૬૮ અક્ષરે છે. એનો એક એક અક્ષર એક એક તીર્થ સમાન છે. એની આઠ સંપદાઓ પણ અષ્ટમહાસિદ્ધિ (લબ્ધિઓ) પ્રાપ્ત કરાવનાર છે. માટે એ મહા પ્રતાપી મંત્ર છે. નવકાર મહામંત્રનો પ્રભાવ કેવો છે, તે ખ્યાલમાં લાવવા માટે પૂજય પંડિત પ્રવર શ્રી વીરવિજયજી મહારાજે સરળ બાલભાષામાં સૌને બોધ થાય તેવું સંક્ષેપમાં એક સુંદર પદ બનાવ્યું છે. તે નીચે મુજબ છે. સમરો મંત્ર સ્મરણ સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પુરવનો સાર; એના મહિમાનો નહીં પાર. એનો અર્થ અનંત ઉદાર............સમરો.....૧ સુખમાં સમરો. દુ:ખમાં સમરો. સમરો દિવસ ને રાત; જીવતાં સમરો, મરતાં સમરો. સમરો સો સંઘાત.... સિમરો.....૨ જોગી સમરે, ભોગી સમારે, સમરે રાજા રેક; દેવો સમરે, દાનવ સમરે. - સમરે સી નિ:શંક...............................સમરો....૩ અડસઠ અક્ષર એના જાણો. અડસઠ તીરથ સાર: આઠ સંપદા તેની પ્રમાણો, અડસિદ્ધિ દાતાર..... સમરો.....૪ નવપદ એના નવનિધિ આપે. ભવોભવનાં દુઃખ કાપે: વિર વચનથી હદયે થાપે. પરમાતમ પદ આપે..........................સમરો...૫ સગર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36