Book Title: Jain Center Columbia SC 1997 05 Mahavira Swami Murti Pratistha
Author(s): Jain Center Columbia SC
Publisher: USA Jain Center Columbia SC
View full book text
________________
શ્રી નમસ્કાર મંત્ર (પંચમંગલ સૂત્ર),
નમો અરિહંતાણં.........૧ નમો સિદ્ધાણં..................૨ નમો આયરિયાણં ...૩ નમો ઉવજ્ઝાયાણં.........૪ નમો લોએ સવ્વસાહૂણં...૫ એસો પંચ નમુકકારો........૬ સવ્વપાવપ્પણાસણો................૭ મંગલાણં ચ સવ્વસિ...૮
પઢમં હવઈ મંગલ......૯ ભાવાર્થ
આ સૂત્રમાં પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યો છે. તેમાંના એકને પણ કરેલો ભાવપૂર્વકનો નમસ્કાર સર્વ વિદનોને દૂર કરે છે અને ભવિષ્ય મંગલમય બનાવે છે. આ નવકારમંત્ર પંચમંગલ મહાશ્રુતસ્કંધ અથવા શ્રી નમસ્કાર મહામંત્રના નામથી ઓળખાય છે. આ મંત્ર શાશ્વતો એટલે અનાદિનો છે. તેના બનાવનાર કોઈ નથી. જે તીર્થકર ભગવાન થાય. તેઓ આ નવકારને પ્રકાશમાં લાવવાનું કામ કરે છે. વાંચક જો દીર્ઘદ્રષ્ટિથી નિરીક્ષણ કરશે. તો આ મંત્રમાં એક મુખ્ય વસ્તુને જોઈ શકશે કે, અરિહંત કોઈ વ્યકિતનું નામ નથી. અરિ એટલે (રાગ ને દ્વેષરૂપી અંતરના) શત્રુ. તેને જેઓ સ્વયંસંબુદ્ધપણે હણે તે શ્રી તીર્થકર (વીતરાગ) જ અહીં અરિહંત ગણાય છે. આ રીતે મૂળ મંત્રમાં જયાં ભગવાનનું ય નામ નથી આવતું. ત્યાં આચાર્ય કે ઉપાધ્યાય મહારાજનું નામ હોય જ ક્યાંથી ? આનું જ નામ ગુણપૂજા છે. વ્યકિતપૂજા અને દ્રષ્ટિરાગને આ જૈન શાસનમાં સ્થાન જ નથી. નામાંકિત ઔષધથી જેમ રોગ દૂર થાય ને શરીરને પુષ્ટિ મળે, તેમ આ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાથી (આ મહામંત્રથી) (૧) સર્વ પાપોનો વિનાશ અને (૨) ભાવિમાં ઉત્કૃષ્ટ મંગલની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ આ મંત્ર ભૂતકાળના પાપોને (પાપોથી ઉત્પન્ન થનારા વિપ્નોને) દૂર કરી. ભવિષ્ય ઉજ્જવળ (સુખી) બનાવે છે. આ નવકાર મંત્ર ૬૮ અક્ષરોનો બનેલો સંપૂર્ણ કહેવાય છે. તેનો જાપ પણ આત્માને હળુકર્મી ને પાવન કરનાર બને છે. નવ લાખ નવકારનો જાપ કરે તેને નારકમાં જવાનું બનતું નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org