Book Title: Jain Center Columbia SC 1997 05 Mahavira Swami Murti Pratistha
Author(s): Jain Center Columbia SC
Publisher: USA Jain Center Columbia SC

Previous | Next

Page 21
________________ * નવકાર મંત્ર-૧૪ પૂર્વનો સાર એટલે મૌલિક પદાર્થ, ભાવ, અર્ક (Extract). જેમ દરાજ અનેક ઔષધિઓ મિશ્રિત એક લિટર પાણીમાંથી પાંચ તોલા ઉકાળો બનાવે છે, તેમ ૧૪ પૂર્વના જ્ઞાનનો આ મંત્ર અતિસંક્ષેપ સાર કહેવાય છે. હીરા-ઝવેરાતનું થોડું વજન હોવા છતાં તે બહુ જ કીમતી કહેવાય છે. રબરને ખેંચવાથી એ નાનાનું મોટું રૂપ પણ ધારણ કરી શકે છે, તેમ ૧૪ પૂર્વધર આ નવકારમાં રહેલા અમૂલ્ય સિદ્ધાંતોનો વિસ્તાર કરે તો ૧૪ પૂર્વ જેટલું તેનું વર્ણન કરી શકે છે. અર્થાત્ એક નવકારમાં એ ૧૪ પૂર્વોનું રહસ્ય કેન્દ્રિત થઈ શકે છે. એથી જ એ મંત્રને ૧૪ પૂર્વનો સાર કહેવાય છે. મૈત્રીભાવ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે..................૧ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્થ રહે................૨ દીનદુરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. * કરૂણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભત્રોત વહે......................૩ માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની, તોયે સમતા ચીત ધ... મહાવીર પ્રભની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે. વેરઝેરના પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે. ૨ ..૫ ન્હવણની પૂજા રે, નિરમલ આત્મા રે. * રત્નકુક્ષી માતાની કુખે પરમાત્માનો પ્રસવ થાય ત્યારે દેવલોકમાંથી દેવો અને દેવેન્દ્રો ત્યાં દોડી જાય છે. ગાંડા અને ઘેલા બનીને એ દેવતાઓ મેરગિરિ પર પ્રભુનો જન્મ અભિષેક ઉજવે છે. ત્રણ લોકના નાથને અભિષેક કરવા દેવતાઓ પડાપડી કરે છે. દેવો જે કળશાઓથી અભિષેક કરે છે તે પ્રત્યેક કળશ બાર યોજન લાંબો, આઠ યોજન પહોળો અને એક યોજનના નાળચાવાળો હોય છે. માગધ અને વરદામના, પાદ્રહ અને ક્ષીરસમુદ્રના. ગંગાના અને અન્ય તીર્થોના પવિત્ર જલથી આઠ જાતિના કળશો જેવા કે (૧) રત્નના (૨) સુવર્ણના (૩) રૂપાના (૪) રત્ના અને સુવર્ણના (૫) સુવર્ણ તથા રૂપાના (૬) રૂપાનાં તથા રત્નના (૭) રત્ન-સુવર્ણ-રૂપાના અને (૮) માટીના. આમ આ દરેક જાતિના કળશો આઠ આઠ હજાર પ્રમાણે ૬૪ હજાર કળશો હોય છે. તેને અઢીસોથી ગુણવાથી એક કોડ ને સાઠ લાખ કળશો થાય છે. જેનાથી દેવો હર્ષવિભોર બનીને પ્રભુનો જન્માભિષેક મહોત્સવ કરે છે. અભિષેકના આનંદ આગળ સ્વર્ગનું સુખ તેમને તણખલા જેવું લાગે છે. * પરમાત્માનું નિર્વાણ કલ્યાણક પણ દેવતાઓ અભિષેક પૂજાથી ઉજવે છે. * શ્રી શંખેશ્વર પાશ્વનાથનો અભિષેક કરીને તેના સ્નાત્રજલથી શ્રી કૃષ્ણ વાસુદેવે જરાસંઘની જરાવિંધીને દૂર કરી હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36