Book Title: Jain Center Columbia SC 1997 05 Mahavira Swami Murti Pratistha
Author(s): Jain Center Columbia SC
Publisher: USA Jain Center Columbia SC

Previous | Next

Page 23
________________ અન્ય ધર્મોમાં પણ અભિષેક પૂજાનું ખૂબ માહાત્મ છે. કાવડ નીચે મૂક્યા વગર સેંકડો કિલોમિટર દૂરથી ગંગાનું પાણી કાવડમાં લાવીને દેવધર તીર્થમાં શંકરજીનો અભિષેક કરવાની પ્રથા આજે પણ હિંદુઓમાં જોવા મળે છે. * આપ પણ સર્વે કુટુંબ મિત્ર–મંડળ સહિત શ્રી મહાવીર સ્વામી ભગવાનને ઓષધિઓથી યુકત અને મંત્રોથી મંત્રિત એવા પવિત્રજલ યુકત મંગલ કુંભોથી અભિષેક કરી આપણા આત્માને શાંતિ, સદ્ગત સમાધિ અને મુકિત ના દસ્તાવેજ પર સહી કરી આપીએ. જૈન ધર્મ: તેની ફિલસુફી–સિધ્ધાંત અને આધુનિક જીવનમાં તેની જરૂરીઆત 'જૈન' શબ્દની વ્યાખ્યા:જૈન શબ્દ તે શ્રમણ સંસ્કૃતિના સંદર્ભમાં અત્યંત આધુનિક શબ્દ ગણાય કારણ કે વૈદિક અને શ્રમણ શબ્દ અત્યંત પ્રાચીન છે. જ્યારે હિન્દુ અને જૈન શબ્દ આધુનિક છે. પ્રાચીનકાળમાં વૈદિક અને શ્રમણ સંસ્કૃતિ શબ્દો લગભગ એકજ અર્થમાં વપરાતા. સાધારણરૂપે જૈન શબ્દની વ્યાખ્યા કરીએ તો તે કોઈ જાતિ કે કોમ માટે વાપરવા માટેનો શબ્દ નથી. પરંતુ પોતે ધર્મવાચક શબ્દ છે. જેનની વ્યક્તિના મૂળમાં જિન શબ્દ રહેલો છે. અને 'જિન એ છે કે જે પંચ પરમેષ્ઠી છે. જેણે વિવેક જ્ઞાન-પ્રાપ્ત કરીને રાગાદિક ભાવોથી દૂર રહી ઈદ્રિય સંયમ ધારણ કર્યા છે. જે મહાવૃતોનો પાલક છે. અને જે આત્મા ના ઉન્નયન માટે પરોક્ષ રુપે સંસારમાંથી દુ:ખ દૂર કરવા માટે તપશ્ચર્યા કરે છે. આત્મચિંતન કરે છે. અને જે સંસારમાં, ચતુર્ગતિમાં ભટકાવનાર ચંચળ ઈદ્રિયોને જીતી લે છે. જે પંચ પાપો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. જે અનેક પ્રકારના પરિસહો સહન કરીને પણ અડગ રહે છે. તેવા ઈદ્રિયવિજેતા ને જિન કહેવાય છે. એવા ઉત્તમ ‘જિન ભગવાન જિનેન્દ્રદેવ અને પંચપરમેષ્ઠી છે. વિશ્વના કલ્યાણ માટે તેમની જે વાણી પ્રવાહિત થઈ છે અને તેમના આદર્શો અને સિધ્ધાંતોને માને છે તે જૈન છે આ રીતે 'જન શબ્દ તે સંયમકારી, ત્યાગી. કષાયો ઉપર વિજય મેળવનાર, મૈત્રી, પ્રમાદ, કરુણા, અને મધ્યસ્થ ભાવ ધારણ કરનાર છે તે જૈન છે. અહિંસા નો જેણે સર્વાગ રુપે અને સવશરુપે સ્વીકાર કર્યો છે તે જૈન છે. જે આત્માના કલ્યાણની સાથે સાથે વિશ્વકલ્યાણની ભાવનાથી ઓતપ્રોત છે. જે પોતાના દ્રષ્ટિકોણ સાથે અન્યના દ્રષ્ટિકોણને પણ સમજવાનો પ્રયાસ કરે છે. જૈન ધર્મની પ્રાચીનતા: જૈન ધર્મ તેની ફિલસુફી સિધ્ધાંતોની દ્રષ્ટિએ વિશેષતા ધરાવે છે અને તેનો તાત્વિક સિધ્ધાંત જ તેના વિશિષ્ટ દર્શન તરીકે વેદકાલ જેટલાં જ પ્રાચીન દર્શન સ્વરૂપે સર્વ સ્વીકૃત છે. જેન ધર્મની પ્રાચીનતા વિશે જુદેથી સંશોધનાત્મક જુદો જ લેખ લખી શકાય. જે લોકો પોરાણિક અને ઐતિહાસિક સત્યને જાણે છે તેવા જૈન-અજૈન વિદ્વાનોએ જૈન ધર્મ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36