Book Title: Jain Center Columbia SC 1997 05 Mahavira Swami Murti Pratistha
Author(s): Jain Center Columbia SC
Publisher: USA Jain Center Columbia SC

Previous | Next

Page 22
________________ અથવા શ્રમણ સંસ્કૃતિને વેદકાલ કરતાં પણ જૂની માની છે અને ઘણાયે વૈદિક અને શ્રમણ સંસ્કૃતિને સમકાલીન માની છે. જૈન ધર્મ પ્રાચીન હોવાના અનેક ઉદાહરણો, પોરાણિક દાખલાઓ અને પુરાવાઓ પ્રસ્તુત કર્યા છે. શ્રમણ સંસ્કૃતિના મૂળમાં ત્યાગ. અહિંસા અને કલ્યાણની ભાવના રહેલી હતી. આ રીતે પુરાણ, બહ્મણ ગ્રંથ, ભાગવત, સૂરસાગર, વાલ્મીકિ-રામાયણ. વૈરાગ્ય-શતક. સ્કંદપુરાણ. નાટ્યશાસ્ત્ર વગેરે અનેક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ તેની પ્રાચીનતાના સ્પષ્ટ પુરાવા છે. જૈન ધર્મ વૈદિક ધર્મથી ભિન્ન કે વિશેષ જુદા દર્શન તરીકે તેની કેટલીક વિશેષતાઓને લીધે જૂદો પડે છે. સૌથી પહેલાં તો હિંસા અને અહિંસા તેનો મુખ્ય સ્વતંત્ર આધાર છે. તેવી જ રીતે ઈશ્વર, પડદ્રવ્યની કલ્પના, સંસાર રચના, ઈશ્વરનું અસ્તિત્વ, કર્મવાદ, સ્યાદ્વાદ તેના મૌલિક સિધ્ધાંતો છે અને તે જ તેની ફિલસુફીના વિશિષ્ટ સિધ્ધાંતો સ્વરૂપે તેને અન્ય દર્શનોથી જુદાં અને સ્વતંત્ર દર્શન તરીકે પ્રસ્થાપિત કરે છે. જૈન ધર્મનો દર્શનપક્ષ; જૈન ધર્મના કેટલાક મોલિક દાર્શનિક સિધ્ધાંતોને આ સંદર્ભમાં સમજશ. જૈન ધર્મમાં ઈશ્વરની કલ્પના. સંસારની રચના, તેનો સ્વાદ વગેરે એવા તત્વો છે કે જે અન્ય દર્શનોથી મૌલિક અને જુદાં પડે છે. ઈશ્વા૨: જયાં સુધી ઈશ્વરની કલ્પના છે ત્યાં જૈન ધર્મ અવતારવાદમાં માનતા નથી. જૈન ધર્મમાં પ્રત્યેક માનવ મુકિત પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે અને જો માણસ સત્કાર્ય કરે તો તે શુધ્ધ સ્વરૂપે ઉત્તરોત્તર ઉન્નયન કરીને મોક્ષ એટલે કે મુકિત પ્રાપ્ત કરી શકે છે. બીજા શબ્દમાં કહીએ તો જૈન ધર્મ માનવને ભગવાન બનાવવાની પ્રક્રિયાનું નામ છે. જૈન ધર્મમાં તીર્થકારોની માન્યતા છે. પ્રારંભમાં જૈન શબ્દ વિશે આપણે છણાવટ કરી છે. જેઓ 'જિન' છે અને જેઓએ સમસ્ત પ્રકારના કર્મોનો ક્ષય કર્યો છે. જેઓના ગર્ભાદિક પંચકલ્યાણકો થાય છે. અને જેઓ સંત શકવાની કેવળ જ્ઞાનરૂપી દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે. અને તે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જેઓ આ વિશ્વના પ્રાણી માત્રને ઉપદેશ આપવા માટે ભ્રમણ કરે છે. જયાં પશુ-પક્ષીઓ. દેવ. નારકી. મનુષ્ય બધા જ પોતપોતાની ભાષામાં જન્મજાત વેર ભૂલીને આત્મકલ્યાણની વાણી શ્રવણ કરે છે જેને સમવશરણ' કહેવાય છે. અથવા જીવતા તીર્થોની સ્થાપના તેઓ કરે છે માટે તીર્થકર કહેવાય છે. અને અંતમાં અષ્ટકર્મોનો નાશ કરીને તેઓ સિધ્ધ બને છે. સુ ટિ-૨ચના: જૈન ધર્મમાં સૃષ્ટિની રચના વિશે પણ બહુ જ તાર્કિક અને વૈજ્ઞાનિક માન્યતા છે. જૈન ધર્મમાં સષ્ટિના સંપર્ણ વિનાશની કોઇ કલ્પના નથી અને તેનો રચયિતા કોઈ વ્યકિત નથી. સંસાર નિરંતર નિર્મિત થાય છે. ક્ષય થાય છે. ત્યાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યનો સિધ્ધાંત છે. કોઈ પણ પદાર્થ સંપૂર્ણ નાશ પામતો નથી. કાલ ક્રમાનુસાર તેના સ્વરૂપમાં પરિવર્તન થઈ શકે. નવા રુપો ઘડાય પરંતુ તેનો સંપુર્ણ નાશ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36