________________
M)
99છો , M. Bh ૭. વાનરીને નવકારથી સબુધ્ધિ શ્રી તારંગા તીર્થની ૨૦૧પના માગશર માસની આ સત્ય ધટના છે. ધર્મશાળામાં રૂમ પાસે પડાળીમાં એક શ્રાવિકાએ પોતાના ૨-૩ માસના સંતાનને ઠંડી ઉડાડવા તડકામાં ગોદડી પર સૂવાડયું હતું. પોતે કામમાં રૂમમાં હતા. પાસે વૃક્ષો પર વાંદરાં મસ્તી કરતાં હતાં. યાત્રિકો થોડે દૂર તડકો ખાતાં ઊભા હતાં. અચાનક એક વાંદરી છલાંગ મારી ઓસરીમાંથી બાળકીને ઉઠાવી છાતી સરસી ભીડાવી નાઠી. ઝાડની ઊંચી ડાળી પર જઇ બેસી ગઇ! બધાં સન્ન થઇ ગયાં. જાણીને બાળકીની માં અત્યંત આક્રંદ કરવા લાગી. સગાં-સ્નેહીઓ, યાત્રિકો બધાં ચિંતિત બની ગયાં. અટકચાળી વાંદરી બાળકીને પીંખી નાંખશે ? નીચે પટકશે? કોણ જાણે શું કરશે ? ધણાં બધાં એકઠાં થઈ ગયાં. પણ કરવું શું ? કોઇને કશું સૂઝતું નથી. ત્યારે જયંતિભાઇ યાત્રિકે શ્રેષ્ઠ એક માત્ર ઉપાય રજૂ કર્યો કે આપણે બધાં શ્રી નવકાર મંત્ર રટીએ અને બોલીએ ! બધાંએ સ્વીકાર્યું. સાથે અજીતનાથ પ્રભુની સ્તુતિ વગેરે પણ ગાવા. માંડયા. માત્ર પાંચ જ મિનિટે વાનરી ધીરેથી નીચે આવી !ઓસરીમાં ગોદડી ઉપર બાળકીને હતી તેમ સુવાડી દીધી !!! ને ઝાડ પર પાછી જતી રહી. છોકરી રડવા લાગી. મા વગેરેએ તપાસ કરી. જરા પણ ઇજાના હતી પહોંચાડી !! સૌને હાશકારો થયો. જયંતિભાઇએ વાંદરી તરફ જોયું તો તે આંખો ઢાળી નીચી નજરે પશ્ચાતાપ કરતી હોય તેમ ઉદાસ બેઠેલી! ખરેખર ! આવી ગમે તેવી આફતો નવકારથી ભાગી જાય છે !!!
આપત્તિમાં એક જ કામ કરવું. શ્રધ્ધા અને આદર સાથે શ્રી નવકાર, અરિહંત, ગુરુ ભગવંત અને ધર્મના શીતળ છાંયે પહોંચી જવું. આજ સુધીમાં અનંતા જીવોનું નવકાર વગેરેથી આપત્તિનાશ, સુખપ્રાપ્તિ વગેરે બધું કલ્યાણ થયું જ છે.
09 90 90 09 90 90 90 09 00 డీటీటీడీదీ @ దీదీదీదీదీ
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org