________________
ડિજી કે 906 છે , 8 M Bણ છે
(૬. ધર્મસંસ્કારના અમૃતફળ ઉષાબહેનમાં બાળપણથી માતા પિતાએ ધર્મના સુસંસ્કાર સિંચેલા. પિતા ધર્મ કરવાથી પ્રતિષ્ઠિત હતા. સુખી હતા. માતા પિતા ગરીબોને ઘણી મદદ કરે. પુત્રીના લગ્ન ધર્મી માતાપિતાએ ખાનદાના કુળમાં કર્યા. જો કે સાસરૂ ખૂબ ગરીબ. બધા સાસરિયાનો સ્વભાવ ખૂબ સારો. પણ ધર્મમાં પૂરા અજ્ઞાન, પર્યુષણમાં પણ દર્શન ન કરે. વ્યાખ્યાન ન સાંભળે. કંદમુળ ખાય.
ઉષાએ પ્રથમ પર્યુષણમાં પ્રવચન, પ્રભુ દર્શન કરવાની ભાવના જણાવી. ઘરના એ રજા ન આપી. તેને થયું સંવત્સરી પ્રતિક્રમણ કરવું જોઇએ. પતિને કહ્યું, “ચાલો, પ્રતિક્રમણ કરવા જઇએ.' પતિ કહે, ચાલ ! તને લઇ જાઉં' એમ કહી ટોકિઝ પર લઇ ગયા.
ઉષાની ભાવના ઘણી. પણ સાસરું ધર્મ રહિત. તેથી ચૂપ થઇ ગઇ. એમ ૧૪ વર્ષના વહાણા વાયા. અવસરે સમજાવતા કંદમુળનો સાસરીવાળાએ પર્વતિથિઓએ ત્યાગ કર્યો. પ્રતિક્રમણ કરવા જવાની છૂટ આપી. જો કે પતિ કરે નહિં. ઉષાનો પુત્ર ૧૨ વર્ષનો થયો. માતાપિતાના સંસ્કારોથી ૧૨ વર્ષની ઉંમરે ઉષાએ ૧૬ ઉપવાસ કરેલા. તે વિચારી તેણે પુત્રને પ્રેરણા કરી, “બેટા!મેં તો ૧૬ ઉપવાસ કરેલા. શું તું અઠ્ઠાઇન કરી શકે?” વાત્સલ્યમય મમ્મીના કહેવાથી બાબાએ બે ઉપવાસ કર્યા. ઘેર પધારેલા મહાત્માએ જાણી ને કહ્યું, “ તમારા બાબાને અઠ્ઠાઈ જરૂર થઇ જશે.” પુત્રનો પણ ઉલ્લાસ વધ્યો. અઠ્ઠાઇ સુંદર રીતે પુત્રે પુરી કરી. ! બાબાની અઠ્ઠાઇથી પતિ પણ ધર્મ તરફ વળતા ગયા.! ધર્મભાવ વધતા અને સાધુ મહાત્માના પરિચયમાં આવતા પતિદેવ ધર્મમાં આગળ વધી પૂજા, નવકારશી, ચોવિહાર, ઉકાળેલુ પાણી, કંદમુળ-ત્યાગ, ગુરૂભક્તિ, કયારેક પ્રતિક્રમણ આદિ આરાધના કરી રહ્યા છે. ઉષાબહેન તો ખુશ ખુશાલ છે. “હે કરૂણાનિધિ ! મેવકુમાર જેવો જીવદયા ગુણ મારે જોઈએ * టీటీడీటీడీ @ ఉడీడీటీడీ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org