Book Title: Jain Adarsh Prasango Part 06
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 32
________________ છે કે હું 996 , k), A (૨૨. ચિંતનનો ચમત્કાર ! ગુજરાતના સરલાબહેને આ પુસ્તક ધ્યાનથી વાંચતા પોતાના પૂર્વ પાપોનો પશ્ચાતાપ કરી આત્મહિત સાધ્યું. અપંગ બાળકોને તેના માતા પિતાએ કરાવેલ ધર્મ આરાધના જાણી પોતે કરેલ પાપ યાદ આવવાથી દુ:ખ થયું. ડૉકટરે કહેલ કે બાલગર્ભની હત્યા એ પાપ નથી તેથી અજ્ઞાનતાવશ તે પાપ તેમનાથી થઇ ગયું. હવે ખ્યાલ આવી ગયો. તેથી આ પાપની ભયંકરતા સમજી આલોચના લઇ પોતાના આત્માને શુધ્ધ કરે છે. સાથે આ પુસ્તક વાંચી તેમણે સામાયિક, તિવિહાર, બ્રહ્મચર્ય વગેરે આરાધના કરવાનો સંકલ્પ કર્યો ! આપણી વાત એ છે કે આજે આવા ધણાં સુંદર ધાર્મિક પુસ્તકો બહાર પડે છે. વાંચવા ખાતર પાના ફેરવી જશો તો વિશેષ લાભ નહીં થાય. પણ ટી.વી.ની જેમ એકાગ્રતાથી વાંચવા સાથે વિચારણા કરવાથી અને યથાશકિત નાના, મોટા સંકલ્પ કરવાથી ધણાં બધાં લાભ તમે પામશો. દીપોત્સવ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનુંબોતેર વર્ષનું આયુષ્ય; આસો માસની અમાવસ્યા. પ્રભુ મહાવીર પોતાના જીવનમાં સફળજીવ હિતકારિણી દેશના આપી, તેમાં આ છેલ્લા દિવસોમાં તેઓ મન મૂકીને વરસ્યા હોય તેમ સોળ પ્રહર(૪૮ કલાક) સુધી સળંગ દેશના આપી. આપણે પણ પ્રભુ મહાવીરને તથા ગૌતમ સ્વામીજીના કેવળજ્ઞાનને બહુમાન પૂર્વક યાદ કરી, આપણા હૃદય-સિંહાસન ઉપર તેમના ઉપદેશની પ્રતિષ્ઠા કરીએ. અને પવિત્ર બનવા સંકલ્પ કરીએ! దీదీదీదీదీ (30) ఉదయండీ ૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36