Book Title: Jain Adarsh Prasango Part 06
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 26
________________ FPT 009. ha H == ધર્મી આ બાળાએ કાકા પાસે વચન લીધું કે સારી થઇ જાઉં તો મને શ્રી શાશ્વતગિરિની અને શંખેશ્વરજીની યાત્રા અને પૂજા કરાવવાની! ખબર પૂછવા આવનારાઓને સંસારની કોઇ વાત ન કરવા દે. આટલા દર્દમાં પણ માત્ર ધર્મ અને નવકારની વાતો જ તેને સાંભળવી ગમે !!! કેન્સરના ઓપરેશનના આગલા દિવસે શ્રી નવકાર, ઉવસગ્ગહરં મંત્રથી મંત્રિત પાણી વાપર્યું. પરંતુ આયુષ્ય ખલાસ થયું હશે. ન બચી. નવકાર સાંભળતા સદ્ગતિમાં સિધાવી ગઇ. ન પૂર્વજન્મમાં આ બાલિકા કોઇ વિશિષ્ટ સાધના કરીને આવી હશે. જેથી આટલી અજ્ઞાન બાળવયમાં પણ એણે માત્ર આરાધના જ કરી! આપણે તો સુખમાં કે રોગમાં, અરે સામાયિકમાં પણ વાતોના ગપાટા, તુચ્છ મનોરંજનના દોષો સેવીએ છીએ. જયારે વિરલ નામની આ છોકરી ૧૮ વર્ષ પહેલાં લધુવયમાં ઊંચી સાધના કરી ગઇ ! સમતા વગેરે ગુણોની સુવાસથી આ બાળાએ બધાના દિલમાં ધર્મની પ્રભાવના કરી !!! આવી સહનશીલતા, સમજ, ધર્મપ્રેમ વગેરે વત્તે ઓછે અંશે અમારામાં પણ આવે એવી હે સાધકો! તમે પણ પરમાતમાને સાચા દિલથી પ્રાર્થના કરો. મારી નિત્ય પ્રાર્થના હે ઉત્કૃષ્ટ પરોપકારરત પરમાતમાં! આ ચિંતમણિતુલ્ય માનવભવને શ્રાવકાચારોથી હું પવિત્ર બનાવી, સદ્ગુણોથી સુશોભિત કરી, શુભ અને શુધ્ધ ભાવો રૂપ અલંકારોથી શોભાવી, ક્રમશ: સાચો શ્રાવક અને સુસાધુ બની શિવગતિને શીઘ્ર મેળવું એવો ભવ્ય પુરુષાર્થ સાધવાનો ઉલ્લાસ પ્રગટાવો ! 卐 5 s s j s s Jain Education International 卐 ૨૪) ડ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36