Book Title: JAINA Convention 2005 07 JCNC
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

View full book text
Previous | Next

Page 193
________________ સનાતન સત્યોનું સમાધાન (ગણધરવાદ) સુનંદાબેન વોહોર જૈન દર્શનમાં જેને ગણધરવાદ કહે છે તે ત્રણે ફિરકાઓને માન્ય ભગવાન મહાવીર અને અગ્યાર મેધાવી પંડિતો-શિષ્યોનો સંવાદ છે જેમાં સૃષ્ટિના જડ ચેતન પદાર્થોનું સર્વજ્ઞ કથિત રહસ્યનું વિજ્ઞાન સમાયેલું છે. સર્વજ્ઞ ભગવાન મહાવીરે ઈન્દુભૂતિ આદિ પંડિતોની શંકાઓના સમાધાનના માધ્યમથી સમગ્ર સૃષ્ટિમાં પ્રવર્તમાન જગત સ્થિતિના નિયમનું એક સત્ય પ્રગટ કર્યુ છે. ઈન્દ્રભૂતિ ગાતમ શાસ્ત્રજ્ઞ હતા પણ પોતાને તે સર્વજ્ઞ માનતા હતા. પરંતુ પ્રભુ મહાવીરે કરેલા શંકા નિવારણના શ્રવણે તેઓ તેમના પ્રથમ શિષ્યપદે સ્થાપિત થયા. તે પ્રમાણે પછીના દસ પંડિતોએ શંકાનું સમાધાન થતાં પ્રભુનું શિષ્યપદ સ્વીકાર્યુ. તે પછી પ્રભુ પાસેથી ત્રિપદી ગ્રહણ કરીને દ્વાદશાંગીની રચના કરી.. તે દરેકને શિષ્યોનો સમૂહ હોવાથી તેઓ ગણધર કહેવાતા હતા. ભગવાન મહાવીરના શિષ્યપદે સ્થાપિત થતા પહેલા જ પંડિતોનું શંકા સમાધાન થયું તે ગણધરવાદ અથવા ગુરૂશિષ્ય સંવાદ કહેવાય છે. તેનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે. પ્રથમ ગણધરથી ઈન્દ્રભૂતિની શંકાઃ આત્મા નામનો સ્વતંત્ર પદાર્થ છે કે નહિ? ભગવાન કહે કે હે ઈન્દ્રભૂતિ! તમે માનો છો કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ એ પંચ મહાભૂતના સમુદાયથી જે વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે આત્મા છે, પરંતુ આત્મા નામનો સ્વતંત્ર પદાર્થ નથી.. પૃથ્વી આદિ સંયોગથી પૌદ્ગલિક પદાર્થો ઉત્પન્ન થાય અને નાશ પામે છે. પરંતુ તેને જાણનાર આત્મા, જ્ઞાન દર્શન ઉપયોગ યુક્ત છે અને તે નાશ પામતો નથી.. પૌદ્ગલિક પદાર્થો સ્પર્શાદિ જડ લક્ષણવાળા છે અને આત્મા જ્ઞાન ઉપયોગ સહિત છે. આમ લક્ષણથી પણ બંને પદાર્થો ભીન્ન છે. તેથી જડથી ચેતનની ઉત્પતિ સંભવતી નથી.. સાકર ગળપણથી તેમ દરેક પદાર્થો લક્ષણથી ઓળખાય છે. તેમ આત્મા તેના લક્ષણથી અનુભવમાં આવે છે. ચેતના લક્ષણ યુક્ત આત્મા પાર્થિવ જડ ઈન્દ્રિયો વડે અનુભવમાં આવતો નથી પણ શુધ્ધ જ્ઞાનથી અનુભવમાં આવે છે, તે અનુભવ એ વિજ્ઞાન છે. અર્થાત જ્ઞાનસ્વરૂપ આત્માનું અસ્તિત્વ છે. બીજા પંડિત અગ્નિભૂતિની શંકાઃ અરૂપી આત્માને રૂપીકર્સ કેવીરીતે લાગે?માટે કર્મ જેવુંકંઈ છેકે નહિ? ભગવાન કહે કે હે અગ્નિભૂતિ, જ્ઞાન અમૂર્ત છે, કર્મ મૂર્ત છે તે વાત સત્ય છે. પણ જેમ બ્રાહ્મી જેવા પદાર્થોથી બુધ્ધિની વૃધ્ધિ થાય છે અને વ્યસનથી બુધ્ધિની હીનતા થાય છે. તેમ અમૂર્ત આત્માને સંયોગાધીન કર્મથી લાભ હાનિ થાય છે. વળી આ જગતમાં Jain Education International_2017_03 JA INA For Private & Personal Use Only 2005 Extending Jain Heritage in Western Environment 187 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204