Book Title: JAINA Convention 2005 07 JCNC
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 197
________________ હૈ આત્મન્ તું તો શેઠ છે છતાં ભાડુત કેમ થાય છે. તું તો નાવિક છે જે બેઠેલા મુસાફરો ને અલગ અલગ સ્થાનમાં પહોચાડે છે, પરંતુ પોતે તો કાયમી નાવમાં જ રહે છે. હવે તું વિચાર કર કે તારે નાવિક થવું છે કે મુસાફીર થવું છે. અનંતકાળ થી તું મુસાફર હતો, વે તો મુસાફરી કરી કરી ને થાક તું તુપ્ત નથી થયો કે હજી તારે મુસાફરી કરવી છે? એક કાવ્ય માં પૂ. ઉ.ભ.શ્રી યશોવિજય મ.સા. એ શ્રી જ્ઞાનસાર ત ની રચના કરતા જીવને સંબોધતા કહ્યું છે કે, મજ્જત્યજ્ઞઃ કિલા જ્ઞાને વિષ્ટા યામિવ જ્ઞાની નિમજ્જને જ્ઞાને મરાલ ઇવ માનર્સ, શૂકર જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે. તેમ અજ્ઞાની અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માન સરોવરમાં નિમગ્ન થાય છે. તેમ જ્ઞાનીપુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે. જાણ્યું.... હવે તું જ વિચાર તારા સ્થાને કોની દશા ઘટી શકે. ડુક્કર સાથે કે જેનો સ્વભાવ જ્યા વિષ્ટા જુવે કે પાગલ બની જાય અને એના માટે તો એજ સવાસ પ્રિય હોય છે. હવે હંસ ને જુવો. તેનો વર્ણ પણ શ્વેત અને આહાર પણ શ્વેતવર્ણી મોતિ,વાસ માનસરોવરમાં. આજ ખુબી છે. હકીકતમાં તારા આત્માનો વાસ પણ શ્વેતવર્ણી શુધ્ધ સ્વરુપી મોક્ષ નગરીમાંજ રહેલ છે. પરંતુ તને ડુક્કર જ ગમે છે જેનો વર્ણ શ્યામ અને વાસ પણ શ્યામવર્ણા સ્થાનમા જ છે. એટલું જ નહિ પણ આહાર પણ શ્યામવર્ણી. એક અંગ્રેજી કવિ એ કહ્યું છે.. "Men are known by the Company they Keep" વ્યક્તિ એની સંગત કોની સાથે છે તે પરથી ઓળખાય છે.. અને જે જેની સાથે સંગત રાખે તેની અસર થયા વગર રહેતી નથી. વાઘનું બચ્ચુ બકરી ના ઝુંડમાં રહી ને વિશાળ કાયા પણ પ્રાપ્ત કરવા છતાં તે બકરી જેવીજ ક્રિયા કરશે અને તે પોતાને પણ તેના ઝુંડમાનોજ એક સદસ્ય માનવા લાગશે. આવીજ સ્થિતિ આપણી પણ છે. હાલમાં પોતાના સ્વરુપ ને પારખી નથી શક્તા જેથી કરી આપણે પણ સંસારના સમસ્ત પ્રાણીઓના ઝુંડમાં રહી તેના સ્વરુપને જ આપણું સ્વરુપ સમજી લીધુ છે.આ અજ્ઞાનતા ના કારણે આપણું કલ્યાણ નથી થયું. આ રીતે સંસાર ચક્રમાં ફરતાં ફરતાં દરેક પ્રાણીઓને એક એવી તક મળે છે, જેના ધ્વારા તે ચાઢે તો પોતાના સ્વરુપને ઓળખી શકે એવી શક્યતા છે. જાગ્યા ત્યારથી સવાર.આ તકને ઝડપી લઇએ. સતપુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. Jain Education International_2010_03 JA INI.. | )( For Private & Personal Use Only 2015 કર્મ ના ઉદય આવતા સંક્લેષોનેઉદ્વેગોને સહન કરવાની કળા ધર્મ મહાસત્તાએ કંડારી આપી છે. Extending Jain Heritage in Western Environment 191 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204