Book Title: JAINA Convention 2005 07 JCNC
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 194
________________ ચૈતન્ય પદાર્થ સમાન છતાં જીવોની વિચિત્રતા અને સુખ દુઃખનો અનુભવ શુભાશુભ કર્મના સંયોગને આધીન છે. તે જ કર્મની પ્રકૃતિને જણાવે છે. ત્રીજા પંડિત વાયુભૂતીની શંકાઃ શરીર એ જ આત્મા છે કે શરીર કોઈ ભિન્ન પદાર્થ છે? ભગવાન કહે કે હે વાયુભૂતિ તું માને છે કે જેમ પંચમહાભૂત ઉત્પન્ન થાય છે તેમ નાશ પામે છે. જેમ મદિરાથી મદશક્તિ ઉત્પન્ન થાય છે. તેમ પાંચ ભૂતોમાંથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. એટલે આત્મા અને શરીર એ એક જ છે. જો આત્મા અને શરીર એક હોય તો બેના લક્ષણ- ગુણધર્મો એક જ હોય. શરીર સપ્તધાતુ યુક્ત છે. આત્મા દર્શન જ્ઞાન અને આનંદરૂપ છે. ચેતનાના વિયોગે શરીર અહીં જ પડ્યું રહે છે. એક જ હોય તો સાથે જાય. માટે કર્મ સંયોગે બંનેનો એક ક્ષેત્રાવગાહ છે પરંતુ બંને ભિન્ન પદાર્થો છે. ચોથા ગણધર વ્યક્ત પંડિત ની શંકાઃ જગત સ્વપ્ન સમાન છે? હે વ્યક્ત! જગત સ્વપ્નવત કહેવાનો જ્ઞાનીનો આશય આત્મા પ્રત્યે શ્રધ્ધા કરાવવાનો છે. સ્ત્રી, ધન, ધાન, અનિત્ય છે. સંસાર છે તે ત્યાગવા યોગ્ય છે. વૈરાગ્ય ભાવની વૃદ્ધિ માટે કહેવામાં આવ્યું કે જગત સ્વપ્નવત છે. આયુષ્ય પૂર્ણ થતાં નવા જન્મે નવા સંબંધો થાય છે. એટલે પૂર્વનું બધું સ્વપ્નવત કહ્યા છે. પરંતુ જગતના જડ અને ચેતન પદાર્થો પોતાનું અસ્તિત્વ ધરાવે છે. નાશ પામતા નથી. પરિવર્તન પામે છે. પાચમાં ગણધર સુધર્મા પંડિતની શંકાઃ જીવ આભવમાં હોય તેવો જ પરભવમાં થાય? ભગવાને કહા કે હે સુધર્મા તું માને છે આ ભવમાં પશુ હોય તે પશુરૂપે અને માનવ હોય તે માનવરૂપે પુનઃ જન્મે. તે વિચાર કર અધમ કાર્યો કરનાર ને તેના કર્મનું ફળ કેવી રીતે અને સુકૃત્ય કરનારને સુખ કેવી રીતે મળે છે? દરેક ફળ સમાન કેવી રીતે હોય? જગતમાં સુખ દુઃખની આટલી વિચિત્રતા પણ કેવી રીતે હોય? માટે કર્મ પ્રમાણે ગતિની અવસ્થા બદલાય છે. છઠ્ઠા ગણધર મંડિત પંડિત ની શંકાઃ આત્માને બંધ મોક્ષ છે કે નહિ? ભગવાને કહાં કે હે મંડિત પંડિત! આત્મા સ્વસત્તાએ જ્ઞાન સ્વરૂપે શુધ્ધ હોવાથી બંધન કે મોક્ષ નથી. પરંતુ શુભાશુભ ભાવ વાળા આત્માને કર્મબંધ થાય છે. અને જ્ઞાન વડે આત્મા કર્મોનો નાશ કરી મુક્ત થાય છે. આમ આત્માને બંધ મોક્ષ ઘટે છે. સાતમા ગણધર મૌર્યપુત્રની શંકા દેવલોક છે કે નહિ? ભગવાન કહે કે મૌર્યપુત્ર! તું એમ જાણે છે કે ઈન્દ્રાદિ દેવો માયારૂપ છે અને વસ્તુ સ્વરૂપે દેવલોક નથી. તમે પોતે જ યજ્ઞમાં દેવોને આમંત્રણ આપો છો. આ સમવસરણમાં દેવો ઉપસ્થિત છે તે પણ તું જુએ છે. દેવપણાનો જન્મ નિત્ય નથી. in Heritage in West Extendino In Western Environm 188 Jain Education Interational 2010_03 nternational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204