________________
JAINT
2005
સંબંધોનો સમૂહ છે. આત્મા વ્યક્તિની પાસે છે તેથી ધર્મ પણ વૈયક્તિક છે. ધર્મ મારો સંબંધ નથી, ધર્મ મારી સત્તા છે. હું મારા સ્વભાવમાં સ્થિર થાઉં, સ્વરૂપનો આવિષ્કાર કરું એ જ ધર્મ છે. ધર્મની આરાધના ભલે સમૂહમાં થાય, પણ ધર્મની સાધના સમૂહ સાથે સંબંધિત નથી.
પૃથ્વી પર ૩૦૦ જેટલા ધર્મ છે. શું ૩૦૦ જેટલા ધર્મો હોઈ શકે? ધર્મ તો એક જ હોઈ શકે. ધર્મ એટલે સ્વભાવ. સ્વભાવ ભિન્ન ભિન્ન કેવી રીતે હોઈ શકે? વિજ્ઞાન એક છે અને ધર્મ ૩૦૦!
વિજ્ઞાન એક કેમ છે? કારણ કે પદાર્થનો સ્વભાવ એક છે અને વિજ્ઞાન પદાર્થના સ્વભાવની શોધ છે, તેથી વિજ્ઞાન એક છે. પાણીને ગરમ કરીએ, ચાહે હિંદુ કરે કે મુસલમાન, ૧૦૭ પર વરાળ થશે જ. ભારતમાં કે અમેરિકામાં, પાણી એનો સ્વભાવ નહીં બદલો. જ્યારે પદાર્થનો સ્વભાવ એક છે તો આત્માનો સ્વભાવ અનેક કઈ રીતે હોઈ શકે? અનેક સ્થળે અલગ અલગ પારસી હોવા છતાં પણ તેનો સ્વભાવ એક જ છે, તો આત્માનો સ્વભાવ અનેક કઈ રીતે હોઈ શકે?
જે ધર્મ વસ્તુનો સ્વભાવ હોય તો ધર્મ અનેક કઈ રીતે હોઈ શકે? જો ધર્મ ૩૦૦ હોય તો એ ધર્મના નામે બીજું કંઈક છે, સાંપ્રદાયિકતા છે. આ સાંપ્રદાયિકતામાં ફસાવાથી ધર્મથી વંચિત રહી જવાય છે. ધાર્મિકતા મુક્તિનું કારણ છે, સાંપ્રદાયિકતા બંધનનું. સાંપ્રદાયિકતા કારાગૃહ નિર્મિત કરે છે. તે માત્ર બંધનરૂપ છે, પછી વ્યક્તિ હિંદુરૂપે હોય કે મુસલમાનરૂપે, જૈનરૂપે હોય કે બૌદ્ધરૂપે. જે સાંપ્રદાયિકતા છે તો હિંદુ પણ બંધાયેલો છે અને મુસલમાન પણ બંધાયેલો છે પણ જેમ જેમ તે આત્માની નિકટ આવતો જાય છે, તેમ તેમ તે સાચા અર્થમાં ધાર્મિક બનતો જાય છે.
જ્યાં સુધી જીવ હજી પૂજા-પાઠ, વાંચન વગેરે કરતો હોય છે ત્યાં સુધી તેની આરાધના પર સંપ્રદાયની અસર હોય છે. જેમ જેમ તે ધ્યાનમાં ઊતરે છે, સ્વરૂપની નિકટ જાય છે તેમ તેમ સંપ્રદાયની અસર ઘટતી જાય છે, કારણ કે જ્યાં વિચારોના જ સાક્ષી બનવાનો અભ્યાસ ચાલતો હોય ત્યાં સંપ્રદાયની અસર ક્યાંથી હોય? તે શરીરનો સાક્ષી બને છે ત્યાં જ સ્ત્રી-પુરુષના ભેદ મટે છે અને વિચારોનો સાક્ષી બને છે ત્યાં મત-દર્શનના આગ્રહ અને વિકલ્પ છૂટે છે. જેમ જેમ આત્મસૂર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત થતું જાય છે, તેમ તેમ સંપ્રદાયરૂપી વાદળોથી દૂર થવાતું જાય છે. સંપ્રદાયના આગ્રહ અને વિકલ્પ છૂટ્યા વિના સાચા મોક્ષમાર્ગે આગળ વધાતું નથી.
જ્યાં સંપ્રદાયનો જ આગ્રહ હોય છે પરંતુ આત્મસ્વરૂપમાં ઐક્ય સાધવાનો કોઈ પ્રયત્ન થતો નથી ત્યાં જીવ અટકી જાય છે. સંપ્રદાય તો બનશે જ. જ્યાં કોઈ જ્ઞાની પુરુષ પ્રગટે છે ત્યાં એમની સુગંધથી આકર્ષાઈને લોકોનો સમૂહ એકઠો થાય છે. તેઓ સામૂહિકપરો એક સાધનાપદ્ધતિમાં જોડાય છે. ધર્મનું બાહ્ય સ્વરૂપ એક વ્યવસ્થિત આકાર લેવા લાગે છે. તે વખતના સમૂહને લક્ષમાં લઈને, તેની રૂચિ, શક્તિનો ખ્યાલ કરીને સાધનાનું બાહ્ય સ્વરૂપ ઘડવામાં આવે છે કે જેથી તેને આત્માનુસંધાન કરવામાં સરળતા રહે. પણ જ્યાં આત્માનો લક્ષ છૂટી જાય છે ત્યાં દષ્ટિરાગ, મતામહ, સાંપ્રદાયિકતા ઉત્પન્ન
ain Heritage in Westeri
Extending Jain
Western Environme
185
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org