Book Title: JAINA Convention 1999 07 Philadelphia
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 72
________________ Jain Education International_2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org શ્રી ઝગડિયા તીર્થ (શ્રીઆદિનાથ ભગવાન) ભરૂચથી ૩૨ કિ.મી. દૂર અને અંકલેશ્વર-રાજપીપળા રેલવે માર્ગ પર આવેલા ઝગડિયા ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીઆદિનાથ ભગવાનની શ્વેત વર્ણની ૧૦૪ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. આ મૂર્તિ શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ ભવ્ય અને આકર્ષક છે. એ પ્રમાણમાં નાની હોવા છતાં એની સુંદરતામાં ઓછી ઊતરે તેવી નથી. વળી મંદિરનાં શિખરોઅને બહારના તોરણદ્વારની કલા પણ દર્શનીય છે. વિ.સં. ૧૯૨૧માં આ ગામની નજીકના ખેતરમાંથી મળેલી શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પર વિ.સં. ૧૨૦૦ મહા સુદ ૧૦નો લેખ મળે છે અને તે મંત્રી શ્રી પૃથ્વીલાલ દ્વારા પ્રતિષ્ઠિત થઇ હતી તેવી વિગત મળે છે. વિ.સં. ૧૯૨૮માંએ સમયના રાજા શ્રી ગંભીરસિંહજીએ એની ફરી વાર પ્રતિષ્ઠા કરી. વિ.સં. ૧૯૫૯માં અહીંના શ્રી સંઘે રાણા છત્રસિંહ પાસેથી મંદિરનો વહીવટ લઇને ફરી જીર્ણોદ્વાર કરાવ્યો. 72

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158