Book Title: JAINA Convention 1999 07 Philadelphia
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

View full book text
Previous | Next

Page 131
________________ SAMARPAN Z=> SANGH 6 PHILADELPHIA, PA Jain Education International2010_03 10th Biennial JAINA Convention ભગવાન મહાવીરનો મુખ્ય સંદેશવિશ્વપ્રેમ મુનિશ્રી જિનચદ્રજી (બંધુત્રિપુટી) “ભગવાન મહાવીરનો મુખ્ય સંદેશ અહિંસા નહિ, પરંતુ વિશ્વપ્રેમ છે, અહિંસા એ તો પ્રેમનું પરિણામ છે. હૃદયમાં જ્યારે વિશ્વના સર્વ જીવો પ્રત્યે પ્રેમની, કરૂણાની, વાત્સલ્યની અને આત્મીયતાની ભાવનાનો વિસ્તાર થાય છે, ત્યારે આચારમાં સહજ પણે જ અહિંસા ફ્ળીભૂત થાય છે. સાધના અહિંસાની નથી કરવાની, સાધના તો વિશ્વપ્રેમની કરવાની છે. જેની પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ હોય તેની હિંસા તો શું પણ તેને દુઃખી કરવાનો કે તેના અતિનો વિચાર પણ આપણે કરી શકતા નથી. પ્રિય વ્યક્તિની ભૂલો કે અપરાધો પણ આપણા અંતરને કલુષિત કરી શકતા નથી. આમ આપણું હ્દય નિર્મળ, ઉદાર અને શાંત બની રહે છે પ્રેમરૂપી પારસમધ્ધિના સ્પર્શથી ! માટે ભગવાન મહાવીરે કહ્યું વિશ્વના સર્વ જીવોને તમારી સમાન જ માનો, બીજાના દુઃખે દુ:ખી થતાં શીખો, બીજાના સુખે સુખી થતાં શીખો. આત્મ સમદર્શિત્વ એ તો ધર્મની બુનિયાદ છે." 66 “ મનુ ના ” “મનુષ્ય જાતિ એક જ છે.” પ્રત્યેક માનવને સમગ્ર માનવજાતિના એક અંગ તરીકે જોતાં શીખો. આત્મૌપની ભાવના કેળવો એ ધર્મનો પાયો છે. ભાષાના નામે, પ્રાંતના નામે, દેશના નામે કે ધર્મ અને સંપ્રદાયના નામે માનવ માનવની વચ્ચે ભેદ રેખાઓ ઉભી કરવી, માનવ-માનવની વચ્ચે દ્વેષ, કલેશ અને સંધર્ષની ભાવનાઓ જગાડતી એ અધર્મ છે. ધર્મના નામે ક્યારેય પણ લો નથ. ધર્મના નામે કાંપ સંઘર્ષો ઉભા કો નિહ. ધર્મના નામે ખંડનાત્મક કે ઝનૂન પ્રેરિત કીઈપણ પ્રવૃતિઓને ઉત્તેજન આપશો નહિ. આજે દેશને અને દુનિયાને સંઘર્ષની નહિ, સમાધાનની જરૂર છે. ખંડનાત્મક પ્રવૃતિઓની નહિ, રચનાત્મક વિચારોની જરૂર છે. જ્વાળાઓની નહિ, જ્યોતની જરૂર છે. દ્વેષની જવાળાઓ માનવ મનને દઝાડશે. જ્યારે સ્નેહ અને સમજાની જ્યોત માનવ જગતને કારો. આવો આપણે પા આવી કોઈ જ્યોત જગાડીએ અને સહના જીવનને અજવાળીએ. For Privat135rsonal Use Only TAINISM J I Z THE NEW MILLENNIUM www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158