________________
Jain Education International_2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
શ્રી ઝગડિયા તીર્થ (શ્રીઆદિનાથ ભગવાન)
ભરૂચથી ૩૨ કિ.મી. દૂર અને અંકલેશ્વર-રાજપીપળા રેલવે માર્ગ પર આવેલા ઝગડિયા ગામની વચ્ચે આ તીર્થ આવેલું છે. અહીં મૂળનાયક શ્રીઆદિનાથ ભગવાનની શ્વેત વર્ણની ૧૦૪ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. આ મૂર્તિ શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ ભવ્ય અને આકર્ષક છે. એ પ્રમાણમાં નાની હોવા છતાં એની સુંદરતામાં ઓછી ઊતરે તેવી નથી. વળી મંદિરનાં શિખરોઅને બહારના તોરણદ્વારની કલા પણ દર્શનીય છે. વિ.સં. ૧૯૨૧માં આ ગામની નજીકના ખેતરમાંથી મળેલી શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પર વિ.સં. ૧૨૦૦ મહા સુદ ૧૦નો લેખ મળે છે અને તે મંત્રી શ્રી પૃથ્વીલાલ દ્વારા પ્રતિષ્ઠિત થઇ હતી તેવી વિગત મળે છે. વિ.સં. ૧૯૨૮માંએ સમયના રાજા શ્રી ગંભીરસિંહજીએ એની ફરી વાર પ્રતિષ્ઠા કરી. વિ.સં. ૧૯૫૯માં અહીંના શ્રી સંઘે રાણા છત્રસિંહ પાસેથી મંદિરનો વહીવટ લઇને ફરી જીર્ણોદ્વાર કરાવ્યો.
72