Book Title: Hinsani Ek Aadkatri Pratishtha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ +૯૧ તેઓ કહે છે કે શુદ્ધ આની દૃષ્ટિએ અહિંસા શક્ય જ નથી. ત્યારબાદ તે વ્યવહારુ રીતે અહિંસાની શક્યાશયતા વિશે વિચાર કરતાં પ્રતિપાદન કરે છે કે વ્યવહારુ દષ્ટિએ પણ અત્યારે અહિંસા શકય નથી. તેની દલીલ એ છે કે જો એક માસ પણ સંપૂર્ણ અહિંસા આચરી શકતા નથી તે આખી પ્રજા કે આખા સમાજ પાસે અહિંસાના પાલનની આશા રાખવી એ તો આખા સમાજ પાસેથી શહીદી આચરવાની આશા રાખવા બરાબર છે, કે જે કદી શક્ય નથી. શ્રી. પુરાણીની વિચારપતિને મેટામાં મેટે અને તરત જ નજરે ચડે એવા દોષ એ છે કે તેઓ ગાંધીજીની અહિંસક કાર્ય પદ્ધતિની અપૂર્ણતા અને વ્યવહારુતા બતાવવાની એકમાત્ર તેમથી જ વિચાર કરવા ખેડા છે. તેથી તે શુદ્ધ આદર્શ અને વ્યવહારુ ષ્ટ એવા એ વિકલ્પે માત્ર ખંડનષ્ટિએ ઊભા કર છે. માત્ર ખંડનદ્રષ્ટિથી ઊભા કરવામાં આવતા વિકલ્પો, તક અને દર્શનશાસ્ત્રમાં શુષ્કવાદ કે અધર્મવાદ તરીકે જાણીતા છે, કારણ કે એવા વિકલ્પે। ઊભા કરી યેન કેન પ્રકારેણુ સામા પક્ષનું ખંડન કરવું એમાં ખુલ્લી રીતે સત્યની અવગણના હેાય છે. પુરાણી પોતાની આખી ચર્ચા દરમ્યાન શુષ્કવાદ કે અધર્મવાદના ભોગ બન્યા છે. તેઓ ખંડનષ્ટિના એકપક્ષી વહેમ પેાતાના ગુરુ શ્રી. અરવિ ંદનુ વિધાન જ ભૂલી જાય છે. શ્રી. અવિદૈ પોતે જ કહ્યું છે કે પૂર્ણ આદર્શ હમેશા અસિદ્ધ જ રહે છે, છતાં એની પ્રેરણા જ વ્યવહારુ અમલમાં પ્રાણદાયી નીવડે છે અને વ્યવહારમાં ઉત્તરાત્તર માણસને આગળ વધારે છે. ગાંધીજી પણ હિંસા વિશે ખી શું કહેતા અને માનતા ? તેઓએ અનેક વાર ફરીફરીને કહ્યું છે કે પૂર્ણ અહિંસા તે પરમેશ્વરમાં જ સભવે, પણ માણસના ધમ એ છે કે એની દિશામાં પોતાથી અતંતુ અધું જ પ્રામાણિકપણે કરી છૂટે. એમ કરનાર જ કાંઈક ને કાંઈક આદર્શની નજીક જતા જાય છે. ગાંધીજી પાતે જ પોતાની અહિંસક પતિને અહિંસાના શુદ્ધ આદર્શ ને સંપૂર્ણ પણે અમલમાં મૂકનાર તરીકે નથી ઓળખાવતા, તો પછી એ પતિને એ દૃષ્ટિએ વગેાવવી તે બેન્નુ નહિ તે શું છે ? વ્યવહારી દૃષ્ટિએ પણ કાઈ એક વ્યક્તિ પાસેથી યા આખા સમાજ પાસેથી ગાંધીજીએ સપૂર્ણ અહિંસા-પાલનની આશા રાખી જ નથી. તેઓ પેતે પણ પેાતાને સંપૂર્ણ પણે અહિંસાના આચરનાર તરીકે ઓળખાવતા નહિ. એવી સ્થિતિમાં સપૂર્ણ પણે વ્યક્તિ કે સમાજ અહિંસા આચરી ન શકે એમ અતાવી વ્યવહારુ દૃષ્ટિએ પણ અહિંસક પદ્ધતિની ખામી ખતાવવી એ નર્યું ΟΥ જ્ઞાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10