Book Title: Hinsani Ek Aadkatri Pratishtha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ jes સજોગો વચ્ચે પણ અક્ષોભ્ય રહી શકતા. એટલે જે વિચાર કરવાનો રહે છે તે તે એટલો જ કે તેવા માણુસ અહિંસાના બાહ્ય પરિણામની દરકાર રાખે કે નહિ ? હું ધારું છું કે, કોઈ પણ સમજદાર એ સ્વીકાર્યા વિના નહિ રહે કે, જેના જીવનમાં સ્વયંભૂપણે જ અહિીંસા ઉદય પામી હાય અને જેણે એ જ આધ્યાત્મિક બળને આધારે સામાજિક જીવનમાં ક્રાંતિ કરે એવી પદ્ધતિઓ અખત્યાર કરી હેય તેવે ભાણસ બહારનાં પરિણામોથી તટસ્થ રહી શકે જ નહિ. ઊલટુ, તેવા માણસ સતત જાગરૂક હાવાથી પેાતાની પદ્ધતિ કેટલે અશે. કાર્યસાધક થાય છે અને કેટલે અંશે નથી થતી, કયાં અને કયારે એના પ્રયોગની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે ત્યાદિ વિશે વધારે કાળજી વાળા હોય છે. તેમ છતાં એ તસ્થ એટલા જ અથમાં હાય છે કે ધારેલ પરિણામ આવવાથી કૈં ન આવવાથી તે પોતાનું સમત્વ લેશ પણ ગુમાવતા નથી, આધ્યાત્મિક ચેતનાની ઉચ્ચ ભૂમિથી તે સહેજે પણ નીચે ઊતરતા નથી. ખરી રીતે તે આધ્યાત્મિક હિંસા સિદ્ધ થઈ છે કે નહિ તેની કસોટી જ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રામાં તેના પ્રયાગ ઉપરથી અને તેમાં કદી હાર ન માનવાની વૃત્તિ ઉપરથી જ થાય છે. આપણા જેવા સાધારણ માણસો જો અહિંસાનાં ખાદ્ય પરિણામા પ્રત્યે મુખ્ય દૃષ્ટિ ધરાવે તે તેથી એટલું જ સિદ્ધ થાય છે કે આપણા જેવાએ તુછ અંતર્મુખ થઈ વાસ્તવિક રીતે અહિંસા સાધવાની રહે છે. કસેટીમાં દેખાતી નિષ્ફળતા એ કાંઈ સદ્ગુણે વિકસાવવાની યાગ્મતાનું છેલ્લું પ્રમાણપત્ર નથી, પણ એ તે એ દિશામાં વધારે સાવધાન થવાની એક સૂચના માત્ર છે. જે વસ્તુ એક વ્યક્તિમાં આધ્યાત્મિક સત્ય લેખે ઓછેવત્તે અશે સિદ્ધ થઈ હોય તે સામૂહિક જીવનમાં પ્રગટ થયા સિવાય રહી શકે જ નહિ. ફેર એટલો છે કે સામૂહિક જીવનમાં એનું પ્રકટીકરણ પ્રમાણમાં મંદગતિએ દેખા દે છે. ત્રીજા મુદ્દામાં પુરાણીના ભાર્ એ વસ્તુ પર છે કે આત્મરક્ષા કે ધર્મ રક્ષા જેવા હેતુએસર પ્રાચીન કાળથી ક્ષત્રિયેા શસ્ત્ર વાપરતા આવ્યા છે અને તેથી શઅહિંસાની પદ્ધતિ એ જ ગીતાચિત આ માર્ગ છે. એના સ્થાનમાં અશસ્ત્રપ્રતિકાર કે અહિંસામૂલક પદ્ધતિનો ઉપયોગ કરવા એ ક્ષત્રિયત્વની ભાવનાને નાશ કરવા જેવું છે. પુરાણીની આ માન્યતા મૂળે જ મિથ્યા પૂર્વ ગ્રહ ઉપર અધાયેલી છે. કર્યું અને ક યાગ ' નામક પેાતાના જ લેખમાં પુરાણી પોતાના મિત્રને સએધીને કહે છે કે ગીતાને યોગ જ્યાં પૂરા થાય છે ત્યાંથી જ શ્રી. અરવિંદના નવીન ચેગની શરૂઆત થાય છે. આનો અર્થ . " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10