Page #1
--------------------------------------------------------------------------
________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
[ ૧૭ ]
શ્રીયુત અંબાલાલ પુરાણીને “દક્ષિણ વર્ષ ૨, અંક બીજામાં “અહિંસા' એ મથાળા નીચે એક વિસ્તૃત લેખ પ્રસિદ્ધ થયો છે. આ આ લેખ પ્રશ્નોત્તર રૂપમાં છે. કેટલાક પ્રશ્નોત્તરે તે એવા છે કે જેનું વિચારમાં નજીવું મહત્વ છે, છતાં વિચારણીય કહી શકાય એવા મહત્વના પ્રશ્નોત્તર પણ ઘણા છે. જોકે એ પ્રશ્નોત્તરો વિશે વિસ્તારથી ચર્ચા કરવી ઈષ્ટ છે, પણ મૂળે એ પ્રશ્નોત્તરે જ વિસ્તૃત છે અને તેની વિગતવાર ચર્ચા કરવા જતાં અતિવિસ્તાર થયા સિવાય રહે નહિ. વળી, ચર્ચામાં પ્રશ્નોત્તરે લેખકની ભાષામાં રજૂ કર્યા હોય તો જ વાંચનારને બંને બાજાનો કાંઈક ખ્યાલ આવી શકે અને તે ઉપર પિતાને વિચાર બાંધી શકે. આ બધું કરવા જતાં જે અતિવિસ્તાર થાય તેને મર્યાદિત કદનું કઈ પણું સામયિક પત્ર એક જ અંકમાં ભાગ્યે જ છાપી શકે અને ખંડશઃ છપાતાં સામાન્ય વાંચનારનો વિચારપ્રવાહ પણ ખંડિત જેવો બની જવાને ભય છે. તેથી પ્રસ્તુત ચર્ચામાં શ્રીયુત પુરાણીને ખાસ મુદ્દાઓને સ્પશી વિચાર કરવો ઉચિત છે.
શ્રી. પુરાણું ગુજરાતી છે અને સુશિક્ષિત પણ છે. મૂળે તે વ્યાયામનિષ્ણાત તરીકે ઘણાને જાણીતા હતા, પણ અનેક વર્ષો થયાં તેઓ શ્રી. અરવિંદની સાધનાને વરેલા છે, અને પિડિચેરી, શ્રી. અરવિંદ આશ્રમમાં રહે છે. અનેક વર્ષો પછી તેઓ ૧૯૪૭માં ગુજરાતમાં પહેલવહેલા આવેલા. હું પહેલાં કે પછી તેમને કદી ભળ્યો નથી, પણ પ્રથમ તે તેમના લખાણ દ્વારા, અને પછી કેટલાક મિત્રે દારા તેમને વિશે પરોક્ષપણે કાંઈક જાણવા પામ્યો છું. મેં સૌથી પહેલાં શ્રી. અરવિંદના પૂર્ણાગનું તેમણે ગુજરાતીમાં કરેલ ભાષાંતર સાંભળ્યું ત્યારે જ, જોકે હું એ ભાષાન્તરથી પરિતૃપ્ત ન હતા છતાં, એવા ગંભીર અને દુરૂહ તત્ત્વચિંતનને ગુજરાતીમાં ઉતારવાના તેમના સાહસથી તેમના પ્રત્યે આક્યા હતા. તેમને પ્રત્યક્ષ જાણનાર એવા વિશ્વસ્ત તેમ જ સહદય વિદ્વાન મિત્રો દ્વારા જ્યારે મેં તેમની યૌવનસુલભ ચપળતા અને કર્મકસુલભ કાર્યશીલતા વિશે સાંભળ્યું ત્યારે તેમના પ્રત્યે મારું આક
Page #2
--------------------------------------------------------------------------
________________
૬૯૨ ]
દર્શન અને ચિંતન fણ ઓર વધ્યું. શ્રી. અરવિંદ જેવા લેગીન્દ્રના સમીપમાં લાંબે વખત સતત રહેવાની અને સાધનામાં ભાગીદાર બનવાની તક એ પણ આકર્ષણનું જેવું તેવું નિમિત્ત નથી.
શ્રી. સુંદરમ તો મારા ડાઘણા પરિચિત છે જ. તેમની શક્તિઓ વિશે મારો પ્રથમથી જ અતિ આદર હ્યું છે. એટલે તેમના તંત્રીપદે સંપાદિત થતા “દક્ષિણા'ના લેખો અવારનવાર વાંચવા પ્રેરાઉ છું. છેલ્લે જ્યારે અહિંસા વિશે વિસ્તૃત લેખ વાંચ્યું ત્યારે હું અનેક રીતે વિચારમાં પડી ગયો.
યેગીન્દ્રની પરિચર્યામાં રહેનાર અને યોગસાધનામાં ભાગ લેનાર પ્રઢ વ્યક્તિને હાથે સદા વિકાસ પામતા અને ઉત્તરોત્તર વધારે ઊહાપોહ માગતા અહિંસા જેવા કાળજૂના સુક્ષ્મ તત્ત્વ વિશે જે કાંઈ લખાયું હોય તે સાધારણું, તુચ્છ કે ઉપેક્ષાપાત્ર હોઈ ન શકે એ વિચારે એ લેખને હું અનેક વાર સાંભળી ગયો અને તે ઉપર યથાશક્તિ સ્વતંત્ર તેમ જ તટસ્થપણે મનન પણ કર્યું, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે શ્રીયુત પુરાણીની અહિંસા વિશેની ચર્ચા ઘણે સ્થળે વિચાર, તર્ક અને સત્યથી વેગળી છે. કેટલીક વાર એમ લાગે કે આ સત્યલક્ષી તત્ત્વમીમાંસા નહિ, પણ એક પૂર્વગ્રહરિત પીંજણ અને શબ્દછળ માત્ર છે. વળી, આખા લેખને ઝોક એમ સૂચવતે લાગે છે કે તેઓ અહિંસાની તટસ્થ અને મૂળગામી ચર્ચાને નિમિત્તે માત્ર ગાંધીજીની પદ્ધતિની સામે કાંઈ ને કાંઈ કહેવા બેઠા છે.
શ્રી. પુરાણી અહિંસાતત્ત્વને નથી માનતા એમ તો નથી જ. એમણે અહિંસાની ઉપયોગિતા સ્વીકારી છે અને અહિંસાની વ્યાખ્યા પણ કરી છે. છતાં તેમના પ્રશ્નોત્તરીમાં મધ્યસ્થાને જાણે ગાંધીજી જ ન હોય તેમ ગાંધીજી માં ઉદય પામેલી અને વિકસેલી અહિંસાને વિચાર આવે છે તેમ જ તેમની અહિંસક પદ્ધતિને પ્રશ્ન આવે છે ત્યારે શ્રી. પુરાણી માત્ર મનનું યોગસુલભ સમતોલપણું જ નથી ગુમાવતા, પણ તેઓ જે પૂર્ણગની દિશાને પ્રવાસી છે અને જે પૂણુગની મહત્તા શ્રી અરવિંદના તથા શ્રી. માતાજીના ધ્રુવ મંત્ર જેવા પ્રસન અને ગંભીર લેખેમાં પ્રતિપાદિત થઈ છે તેને જ અન્યાય કરે છે. જ્યારે હું ફરીફરીને દક્ષિણના પ્રથમ વર્ષના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થયેલા શ્રી. માતાજીને “વિશ્વસંવાદની સ્થાપના અને શ્રી. અરવિંદના “અમારે આદર્શ તેમ જ “ રૂપાંતર', “નવું પ્રસ્થાન' એ લેખ વાંચું છું તેમ જ પ્રથમ વર્ષના બીજ અંકમાં પ્રસિદ્ધ થયેલ શ્રી. અરવિંદન “આદર્શી” એ લેખ
Page #3
--------------------------------------------------------------------------
________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
[૧૯૩ વાંચું છું ત્યારે એ બન્ને વ્યક્તિઓની વિશાળ દષ્ટિ અને દરેક પક્ષને વાજબી રીતે તળવાની તેમ જ કોઈ પણ પક્ષને અન્યાય ન થાય તેવી રીતે ચર્ચા કરવાની સમતલ વૃત્તિ પ્રત્યે ઊંડા આદરથી મસ્તક નમી પડે છે. એની જ સાથે જયારે હું શ્રી. પુરાણના અહિંસા વિશેના દૃષ્ટિકોણને સરખાવું છું ત્યારે મને તદ્દન ખેચોખું એમ લાગે છે કે પુરાણી પિતાના ગુરુ શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીના વિચાર અને ધ્યેયને જ જોખમાવી રહ્યા છે. આદર્શ” નામના લેખમાં શ્રી અરવિંદે કહ્યું છે તે પોતાને વિશે કેટલું લાગુ પડે છે એ શ્રી. પુરાણી અંતર્મુખ થઈ વિચારી જુએ છે તેઓ ભાગ્યે જ સત્યને અન્યાય કરશે. શ્રી. અરવિંદ કહે છે: “એ પ્રચારક પિલા સ્કૂલ વ્યવહારુ માણસની કોટિનો જ છે. પિલા આદર્શ કે ભાવનાને તે સાચે સ્વામી નથી હોતે, પણ તેને ગુલામ હોય છે. કોઈ બીજાની પકડમાં તે આવી ગયેલ હોય છે. એ ભાવના તેને ધકેલતી હોય છે. એની ઈચ્છાશક્તિ તે ભાવનાને આધીન થઈ ગયેલી હોય છે. એ ભાવનાને સાચે પ્રકાશ તેને ભલે નથી હોતો” (પૃ. ૯૯). આ સ્થળે હું દરેક જિજ્ઞાસુને ઉપર સૂચવેલા લેખ ફરી ફરી સમજપૂર્વક વાંચી જવા ભલામણ કરું છું. જે એ લેખ વાંચી શ્રી. પુરાણીની અહિંસા વિશેની ચર્ચા વાંચશે તેને મારું કાન વજૂદવાળું છે કે નહિ તેની ખાતરી થયા વિના નહિ રહે.
કોઈ એક ભાઈ જે શ્રી અરવિંદાશ્રમમાં રહેતા હશે અને પછી અમદાવાદ જઈને પોતાના કામમાં પડ્યા હશે, તેમને સંબોધી શ્રી. પુરાણીએ પિતિ જ એક લાંબે પત્ર લખેલ છે, જે ખરી રીતે એક સુસંબદ્ધ લેખ છે. એ પત્ર પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં “કર્મ અને કર્મગએ મથાળ નીચે છપાયેલું છે. શ્રી. પુરાણીને આ પત્ર અને તેમને અહિંસા વિશે દૃષ્ટિકોણ બંને સરખાવું છું ત્યારે મારી સમજમાં જ એ નથી આવતું કે તેઓ અમદાવાદવાળા પિતાના પરિચિત સાધક મિત્રને જે સલાહ ગંભીરપણે આપી રહ્યા છે તે જ સલાહને વ્યાપક રીતે આપમેળે જીવનમાં ઉતારનાર ગાંધીજીના અહિંસક કર્મવેગને તેઓ શા માટે અવગણતા હશે? શ્રી. પુરાણી સ્પષ્ટ લખે છે: “જે કામ લીધું હોય, યા તે પ્રકૃતિની એજનામાં જે આપણે કરવાનું આવ્યું હોય, અને જેના પ્રત્યે આપણે અંતરાત્મા વિધિ કે પ્રતિ રોધ કરતે ન હોય તે તે કામ કરવામાં આપણી આધ્યાત્મિક પ્રગતિને કઈ જાતને બાધ આવતો નથી, એ વાત ઘણું લેકે સમજતા નથી.” * પૃ. ૧૫૮), આ સ્થળે હું અત્યંત વિનમ્રભાવે શ્રી. પુરાણીને પૂછશ્વા ઈચ્છું
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૯૪ ]
દર્શન અને ચિંતન
હ્યુ કે તમે ક યોગ માટે જે વિધાન કર્યું" છે તે વિધાનને વધારે વ્યાપક રૂપમાં અને સ્વયંભૂ સ્મૃતિ થી ગાંધીજીએ અમલમાં મૂક્યું અને તેની દુનિયાના અધા જ ભાગોમાં ઓછેવત્તે અંશે ઊંડી અસર થઈ. શું એ જ ગાંધીજીના કર્મયોગની ખામી છે ? શ્રી. પુરાણીની દૃષ્ટિએ એમ હૈાવાના સંભવ છે કે શ્રી. અરવિંદની આધ્યાત્મિકતા ગાંધીજીની આધ્યાત્મિકતા કરતાં શ્રેણી જ ઉન્નત છે, એની સરખામણીમાં ગાંધીજીની આધ્યાત્મિકતા હોય તે એ બહુ સાધારણ કાટિની છે. તેમની આ માન્યતા હોય તો તે સામે મારે કશું જ કહેવાનું નથી. હું જે કહેવા ઇચ્છુ છું તે તો એટલું જ છે કે ગાંધીજીમાં પ્રકટેલું નૂર, પછી એને નામ આધ્યત્મિક આપે। કે વ્યાવહારિક, પણ તે નૂર અને તેણે સ્થાપેલા માર્ગો શ્રી, માતાના વિશ્વસંવાદને મૂત કરતા હોય તેવા છે. આ અ` આખી દુનિયાના ઊંડામાં ઊંડા વિચારકાને તા દીવા જેવું દેખાય છે. શુ' મારા જેવાએ આ બધા તટસ્થ અને સૂક્ષ્મ વિચારકા કરતાં શ્રી. પુરાણીનું દૃષ્ટિબિન્દુ વધારે તટસ્થ અને સારગ્રાહી સમજવું? મન ના પાડે છે.
આટલી પ્રસ્તાવના પછી પુરાણીએ ચૈલ મુદ્દાઓમાંથી ઘેાડાક તારવી મારી પોતાની ભાષામાં અહીં રજુ કરી તેની સમીક્ષા કરવા હું ધારું છું. તે મુદ્દા આ રહ્યા—
(૧) શુદ્ધ આદર્શે તેમ જ વ્યવહારની દૃષ્ટિએ અહિંસા વિશે વિચાર. (૨) આધ્યાત્મિક સત્ય લેખે તેમ જ વનોપયોગી લેખે અહિંસાના વિચાર.
સત્ય
(૩) આત્મરક્ષા તેમ જ ધર્મ, ન્યાયની સ્થાપના જેવા સારા હેતુ માટે પ્રાચીનાએ શસ્ત્રયુદ્ધના માગ સ્વીકારેલા તેની, તે જ હેતુ માટે વપરાતી અહિંસક પતિ સાથે સરખામણી.
પહેલા મુદ્દામાં શુદ્ધ આની દૃષ્ટિએ અહિંસાની અશકયતા બતાવતાં પુરાણીની દલીલ એ છે કે વન વવું હોય તે બીજાનું જીવન પાતામાં સમાવ્યા સિવાય તે જિવાતું જ નથી. નીવા નીવશ્ય મક્ષળ' કે મોટું માલ્લું નાના માલાને ગળે એ કહેવત જીવનને સિદ્ધાંત જ રજૂ કરે છે. ખાવાપીવા, એસવા આદિમાં થતી ઓછામાં ઓછી હિંસા કે શાકાહાર જેવા તદ્દન સાદા ખારાકમાં થતી અતિ અલ્પ હિંસા પણ ખરી રીતે હિંસા જ છે. શુદ્ધ આદર્શોની દૃષ્ટિએ ઓછી કે વત્તી, નાની કે મોટી હિંસામાં ફેર પડતો જ નથી. તેથી
Page #5
--------------------------------------------------------------------------
________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
[ +૯૧
તેઓ કહે છે કે શુદ્ધ આની દૃષ્ટિએ અહિંસા શક્ય જ નથી. ત્યારબાદ તે વ્યવહારુ રીતે અહિંસાની શક્યાશયતા વિશે વિચાર કરતાં પ્રતિપાદન કરે છે કે વ્યવહારુ દષ્ટિએ પણ અત્યારે અહિંસા શકય નથી. તેની દલીલ એ છે કે જો એક માસ પણ સંપૂર્ણ અહિંસા આચરી શકતા નથી તે આખી પ્રજા કે આખા સમાજ પાસે અહિંસાના પાલનની આશા રાખવી એ તો આખા સમાજ પાસેથી શહીદી આચરવાની આશા રાખવા બરાબર છે, કે જે કદી શક્ય નથી.
શ્રી. પુરાણીની વિચારપતિને મેટામાં મેટે અને તરત જ નજરે ચડે એવા દોષ એ છે કે તેઓ ગાંધીજીની અહિંસક કાર્ય પદ્ધતિની અપૂર્ણતા અને વ્યવહારુતા બતાવવાની એકમાત્ર તેમથી જ વિચાર કરવા ખેડા છે. તેથી તે શુદ્ધ આદર્શ અને વ્યવહારુ ષ્ટ એવા એ વિકલ્પે માત્ર ખંડનષ્ટિએ ઊભા કર છે. માત્ર ખંડનદ્રષ્ટિથી ઊભા કરવામાં આવતા વિકલ્પો, તક અને દર્શનશાસ્ત્રમાં શુષ્કવાદ કે અધર્મવાદ તરીકે જાણીતા છે, કારણ કે એવા વિકલ્પે। ઊભા કરી યેન કેન પ્રકારેણુ સામા પક્ષનું ખંડન કરવું એમાં ખુલ્લી રીતે સત્યની અવગણના હેાય છે. પુરાણી પોતાની આખી ચર્ચા દરમ્યાન શુષ્કવાદ કે અધર્મવાદના ભોગ બન્યા છે. તેઓ ખંડનષ્ટિના એકપક્ષી વહેમ પેાતાના ગુરુ શ્રી. અરવિ ંદનુ વિધાન જ ભૂલી જાય છે. શ્રી. અવિદૈ પોતે જ કહ્યું છે કે પૂર્ણ આદર્શ હમેશા અસિદ્ધ જ રહે છે, છતાં એની પ્રેરણા જ વ્યવહારુ અમલમાં પ્રાણદાયી નીવડે છે અને વ્યવહારમાં ઉત્તરાત્તર માણસને આગળ વધારે છે. ગાંધીજી પણ હિંસા વિશે ખી શું કહેતા અને માનતા ? તેઓએ અનેક વાર ફરીફરીને કહ્યું છે કે પૂર્ણ અહિંસા તે પરમેશ્વરમાં જ સભવે, પણ માણસના ધમ એ છે કે એની દિશામાં પોતાથી અતંતુ અધું જ પ્રામાણિકપણે કરી છૂટે. એમ કરનાર જ કાંઈક ને કાંઈક આદર્શની નજીક જતા જાય છે. ગાંધીજી પાતે જ પોતાની અહિંસક પતિને અહિંસાના શુદ્ધ આદર્શ ને સંપૂર્ણ પણે અમલમાં મૂકનાર તરીકે નથી ઓળખાવતા, તો પછી એ પતિને એ દૃષ્ટિએ વગેાવવી તે બેન્નુ નહિ તે શું છે ? વ્યવહારી દૃષ્ટિએ પણ કાઈ એક વ્યક્તિ પાસેથી યા આખા સમાજ પાસેથી ગાંધીજીએ સપૂર્ણ અહિંસા-પાલનની આશા રાખી જ નથી. તેઓ પેતે પણ પેાતાને સંપૂર્ણ પણે અહિંસાના આચરનાર તરીકે ઓળખાવતા નહિ. એવી સ્થિતિમાં સપૂર્ણ પણે વ્યક્તિ કે સમાજ અહિંસા આચરી ન શકે એમ અતાવી વ્યવહારુ દૃષ્ટિએ પણ અહિંસક પદ્ધતિની ખામી ખતાવવી એ નર્યું
ΟΥ
જ્ઞાન છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
૬૯૬ ]
દર્શન અને ચિંતન પ્રકૃતિના બંધારણમાં જ હિંસાને સ્થાન છે એમ કહી પુરાણું હિંસા વિના જીવનને અશક્ય બતાવે છે, તે પણ હિંસા કે અહિંસાના અર્થને વિપર્યાસ કરવા બરાબર છે. અહિંસાને સિદ્ધ કરનાર સતિ પ્રકૃતિના બંધારણની વાત બરાબર જાણતા, તેથી જ તેમણે પ્રકૃતિના તંત્રમાં રહેનાર દરેકને માટે એટલું જ સૂચવ્યું છે કે માણસ પોતાના પ્રત્યે બીજાની પાસેથી જે અને જેવા વ્યવહારની આશા રાખે છે અને તે જ વ્યવહાર તેણે બીજા પ્રત્યે આચર. આવી આત્મૌપજ્યની સાચી ભાવનાને પ્રામાણિકપણે અમલમાં મૂક્વી અને ઉત્તરોત્તર વિકસાવવી તે જ વાસ્તવિક અહિંસા છે. સતએ અહિંસાના અનુભવેલ અને બતાવેલ આ સ્વરૂપમાં ઓછી કે વત્તા, નાના કે મોટા જીના નાશ ઉપર ઓછીવત્તી કે નાનીમોટી હિંસાની ગણતરીને સ્થાન નથી. અહિં. સાના ઉપર સચવેલા સ્વરૂપમાં બીજા પ્રાણી પ્રત્યે સમદષ્ટિ કેળવવી એ એક જ વસ્તુ મુખ્યપણે સમાયેલી છે. સમદષ્ટિ દ્વારા જ પ્રકૃતિના આસુરી બંધારણમાંથી દેવી સ્વરૂપ તરફ આગળ વધાય છે, એ ગીતામાં ઠેર ઠેર કહ્યું છે. એટલે પિતાના અને બીજાના વચ્ચે વિષમદષ્ટિમૂલક વ્યવહાર તે હિંસા અને સમદષ્ટિમૂલક વ્યવહાર તે અહિંસા, આ વસ્તુ સર્વમાન્ય છે. કઈ પણ પ્રાણીને દેખીતે નાશ ન થતું હોય ત્યારે પણ હિંસા સંભવે અને ઘણીવાર દેખીતે, નાશ થતું હોય છતાં તેમાં હિંસા ન પણ હોય. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં માત્ર પ્રાણવધકે જીવનાશને જ હિંસા માની જીવન જીવવામાં અહિં. સાની અશક્યતા બતાવવી એ તે દેવી પ્રકૃતિને અગર તે તરફ પ્રયાણ કરવાનો ઇન્કાર કરવા બરાબર છે..
બીજા મુદ્દાના સંબંધમાં આધ્યાત્મિક સત્ય તરીકે અહિંસાનું જે મૂલ્યાંકન પુરાણએ કર્યું છે તે સાચું છે. તેઓ કહે છે કે, આધ્યાત્મિક ઉન્નતિને માટે અહિંસાનું આચરણ કરનાર માણસ એક એવી ચેતનાવસ્થાને પહોંચવા માગે છે, જેમાં સર્વ પ્રકારનાં પ્રેરક અને ઉતેજક કારણેની વચ્ચે પણ પિતે શાંત અને અહિંસામય રહી શકે. એની દષ્ટિએ અંતરની અહિંસાવાળી સ્થિતિ જાળવવી એ જ મુખ્ય ધ્યેય છે. અંતરની અહિંસામય સ્થિતિને જરા પણ ભંગ ન થાય એ એને મન અતિ આવશ્યક છે. અહિંસાના પાલનથી કઈ બાહ્ય પરિણામે આવે છે કે નહિ એ બાબત એને મન ગૌણ હોય છે. આધ્યાત્મિક સત્ય લેખે ગાંધીજીમાં અહિંસા સિદ્ધ થઈ હતી કે નહિ તેની સાબિતી અનેક પ્રસંગે મળી ચૂકી છે. અને તેમના ગમે તેવા વિરેધીએ પણ એ વાત સ્વીકારી છે કે ગાંધીજી પ્રબલમાં પ્રબલ ઉત્તેજક
Page #7
--------------------------------------------------------------------------
________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
[ jes
સજોગો વચ્ચે પણ અક્ષોભ્ય રહી શકતા. એટલે જે વિચાર કરવાનો રહે છે તે તે એટલો જ કે તેવા માણુસ અહિંસાના બાહ્ય પરિણામની દરકાર રાખે કે નહિ ? હું ધારું છું કે, કોઈ પણ સમજદાર એ સ્વીકાર્યા વિના નહિ રહે કે, જેના જીવનમાં સ્વયંભૂપણે જ અહિીંસા ઉદય પામી હાય અને જેણે એ જ આધ્યાત્મિક બળને આધારે સામાજિક જીવનમાં ક્રાંતિ કરે એવી પદ્ધતિઓ અખત્યાર કરી હેય તેવે ભાણસ બહારનાં પરિણામોથી તટસ્થ રહી શકે જ નહિ. ઊલટુ, તેવા માણસ સતત જાગરૂક હાવાથી પેાતાની પદ્ધતિ કેટલે અશે. કાર્યસાધક થાય છે અને કેટલે અંશે નથી થતી, કયાં અને કયારે એના પ્રયોગની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે ત્યાદિ વિશે વધારે કાળજી વાળા હોય છે. તેમ છતાં એ તસ્થ એટલા જ અથમાં હાય છે કે ધારેલ પરિણામ આવવાથી કૈં ન આવવાથી તે પોતાનું સમત્વ લેશ પણ ગુમાવતા નથી, આધ્યાત્મિક ચેતનાની ઉચ્ચ ભૂમિથી તે સહેજે પણ નીચે ઊતરતા નથી. ખરી રીતે તે આધ્યાત્મિક હિંસા સિદ્ધ થઈ છે કે નહિ તેની કસોટી જ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રામાં તેના પ્રયાગ ઉપરથી અને તેમાં કદી હાર ન માનવાની વૃત્તિ ઉપરથી જ થાય છે. આપણા જેવા સાધારણ માણસો જો અહિંસાનાં ખાદ્ય પરિણામા પ્રત્યે મુખ્ય દૃષ્ટિ ધરાવે તે તેથી એટલું જ સિદ્ધ થાય છે કે આપણા જેવાએ તુછ અંતર્મુખ થઈ વાસ્તવિક રીતે અહિંસા સાધવાની રહે છે. કસેટીમાં દેખાતી નિષ્ફળતા એ કાંઈ સદ્ગુણે વિકસાવવાની યાગ્મતાનું છેલ્લું પ્રમાણપત્ર નથી, પણ એ તે એ દિશામાં વધારે સાવધાન થવાની એક સૂચના માત્ર છે. જે વસ્તુ એક વ્યક્તિમાં આધ્યાત્મિક સત્ય લેખે ઓછેવત્તે અશે સિદ્ધ થઈ હોય તે સામૂહિક જીવનમાં પ્રગટ થયા સિવાય રહી શકે જ નહિ. ફેર એટલો છે કે સામૂહિક જીવનમાં એનું પ્રકટીકરણ પ્રમાણમાં મંદગતિએ દેખા દે છે.
ત્રીજા મુદ્દામાં પુરાણીના ભાર્ એ વસ્તુ પર છે કે આત્મરક્ષા કે ધર્મ રક્ષા જેવા હેતુએસર પ્રાચીન કાળથી ક્ષત્રિયેા શસ્ત્ર વાપરતા આવ્યા છે અને તેથી શઅહિંસાની પદ્ધતિ એ જ ગીતાચિત આ માર્ગ છે. એના સ્થાનમાં અશસ્ત્રપ્રતિકાર કે અહિંસામૂલક પદ્ધતિનો ઉપયોગ કરવા એ ક્ષત્રિયત્વની ભાવનાને નાશ કરવા જેવું છે. પુરાણીની આ માન્યતા મૂળે જ મિથ્યા પૂર્વ ગ્રહ ઉપર અધાયેલી છે. કર્યું અને ક યાગ ' નામક પેાતાના જ લેખમાં પુરાણી પોતાના મિત્રને સએધીને કહે છે કે ગીતાને યોગ જ્યાં પૂરા થાય છે ત્યાંથી જ શ્રી. અરવિંદના નવીન ચેગની શરૂઆત થાય છે. આનો અર્થ
.
"
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
દર્શન અને ચિંતન એ થયો કે ગીતાકારના સમય સુધીમાં આર્ય માનસે અને આર્ય પ્રજાએ જે પ્રગતિ કરી હતી તે છેવટની ન હતી. તેથી જ એક આર્ય પુરુષ એવો પ્રકો કે જેણે પિતાના પૂર્વજોએ પ્રારંભેલ માર્ગમાં ઘણું મટી ફાળ ભરી. જે વેગની બાબતમાં આ વસ્તુ સાચી હોય તે ક્ષત્રિયત્વની ભાવનાની બાબતમાં એ વાત શાને વિસારવી જોઈએ? આર્ય ક્ષત્રિયવની ભાવનાનો ગીતાએ પ્રતિપાદેલ સિદ્ધાંત મૂળે તે એટલે જ છે કે આત્મરક્ષા કે સામાજિક સગુણો કે અન્ય પ્રકારના ન્યાય માટે તેજસ્વી અને સમજદાર માણસોએ. જાનને જોખમે પણ બધું જ કરી છૂટવું. જ્યાં લગી શરા ધર્મવીરેને શસ્ત્રને માર્ગ જાણીતું હતું ત્યાં લગી તેઓએ તે આચર્યો. હવે બીજા કોઈ પુરુષમાં આર્ય ક્ષત્રિયત્વની ભાવના અન્ય રૂપે પ્રકટ ન જ થઈ શકે અથવા ન જ થવી જોઈએ એવું તે કાંઈ ગીતાએ કહ્યું નથી. ગાંધીજીએ તો આર્ય ક્ષત્રિયત્વની ભાવના ને જ એક ને આકાર આપે છે. એમણે શૌર્ય, નિર્ભયતા વગેરે બધા જ ક્ષત્રિયગ્ય સદ્ગણોને વિકસાવવા ઉપર વધારેમાં વધારે ભાર આપી પિતાના જીવન રા એ બતાવી આવ્યું છે કે જન્મથી ક્ષત્રિય ન લેખાતે
એવો માનવી પણ ક્ષત્રિય-મૂર્ધન્ય થઈ શકે છે અને તે પણ શસ્ત્ર ઉઠાવ્યા. વિના કે વિધીનું ગળું કાપ્યા વિના. એટલે પુરાણીની જ ભાષામાં કહેવું હોય તે એમ કહી શકાય કે ગીતાઓ પ્રતિપાદેલ શસ્ત્રધારીનું ક્ષત્રિયત્વ પૂર્ણ થયું અને ગાંધીજીનું અહિંસક ક્ષત્રિયત્વ નવે રૂપે અવતર્યું. આર્ય પ્રજામાં. કાંઈ પણું આર્યવ જેવી વિશેષતા હોય તે તે ગાંધીજીએ સિદ્ધ કરી બતાવી. છે. એટલે આ બાબતમાં પુરાણીએ આર્ય ક્ષત્રિયધર્મના નાશથી ડરવાની જરૂર નથી.
આત્મા નિત્ય કૂટસ્થ હોઈ હણે હણાતું નથી અને દેહ તો વિનશ્વર જ છે એ ગીતાના કથનને આશ્રય લઈ પુરાણીએ તેને ભારે દુરુપગ કર્યો છે. તેઓ કહે છે, “હિંસાથી આત્મા તે નાશ પામતો નથી. શરીરની હિંસાને એટલું બધું મહત્વ આપવું એ પણ એક લેખે અતિશયોક્તિભરેલું લાગે છે. ” ગીતાનું એ મંતવ્ય તાવિક રૂપે ખોટું નથી, પણ તેને ઉપયોગ ક્યા હેતુસર
ક્યાં અને કેવી રીતે કરે એ જ પ્રશ્ન છે. પુરાણુનું કથન વાચકમાં અહિંસાવૃત્તિને ઉત્તેજવા કરતાં હિંસાવૃત્તિને વધારે ઉત્તેજે એવું છે. સાધારણ રીતે મનુષ્યમાત્રમાં હિંસાને-બીજાને ભેગ લેવાને સંસ્કાર જેટલે પ્રબળ હોય છે તેટલે બીજા માટે ઘસાવાને સંસ્કાર પ્રબળ નથી હોતો. એટલે પુરાણનું વિધાન વાંચનાર સામાન્ય માણસ એમ જ માનવા પ્રેરાય કે આત્મા તે.
Page #9
--------------------------------------------------------------------------
________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
[૬૯
હણાતા નથી અને દેઢુ તો આપણે ન મારીએ તેાય મર્યા વિના રહેવાને નથી. તેથી જ્યારે આપણી પ્રવૃત્તિથી ખીજાતા દે નાશ પામે કે ધસાય ત્યારે તેમાં આપણે કશું નવું ઉમેરતા નથી. આવી સમજણુ છેવટે ક્રૂરતામાં જ પરિણામ પામે. ગીતાનું ઉક્ત કથન એ જ અર્થાંમાં સાચું છે કે ઉચ્ચ ધ્યેય સાધવા કે સારું કામ કરવામાં મરણુથી ન ડરવું, દેહરખું ન થવુ. ગમે તેટલું ધસાવુ પડે તેય પોતાની જાતને ધસીને પણ વ્યક્તિ તેમ જ સમાજને ઊંચે ઉડાવવામાં પાછી પાની ન કરવી. ગાંધીજીએ ગીતાનો એ અર્થ જીવનમાં જીવી બતાવ્યા છે, અને તેને જ અને અત્યાર લગી નહિ ખેડાયેલાં એવાં રાજકીય, સામાજિક વગેરે અનેક ક્ષેત્રમાં પણ તેમણે નવી અહિંસક પતિનું દશ ન કરાવ્યું છે. ગાંધીજીએ જીવી ખતાવેલ અને સૌને ક્ષેમ કર થાય એવા ગીતાના સવળેા અર્થ છેડી કાળજૂના રૂઢિગત અને આશ્રય લેવામાં પુરાણીને શું નવું રહસ્ય બતાવવાનું છે, એ જ સમજમાં ઊતરતું નથી.
પુરાણી પોતાના લેખમાં એક સ્થળે કહે છે કે નાઝીવાદના નાશ કરવા હાય તો કેટલાક નાઝીઓને માર્યો વિના તે ન બને. આ સ્થળે કાઈ પુરાણીને એમ પૂછી શકે કે મૂડીવાદી અમેરિકા સામ્યવાદને ઉચ્છેદ કરવા ભાગે તે શુ તેણે કેટલાક સામ્યવાદીઓને ઠાર કરવા? એ જ રીતે સામ્યવાદી રશિયા મૂડીવાદના મૂળાચ્છેદ કરવા ઇચ્છે તે શુ તેણે કેટલાક સમર્થ મૂડીવાદીઓને મારવા ? જો આ વસ્તુ પુરાણીને કરવા જેવી દેખાય તે પછી નાઝીવાદીઓના નાશની ગઈ ગુજરી વાત ભૂલી જઈ અત્યારે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે જે સંધર્ષ ચાલી રહ્યો છે તેના પ્લાજ લેખે તેમણે મૂડીવાદીએ અને સામ્યવાદીના પરસ્પર નાશના સંહારક મા જ સૂચવવા જોઈ તા હતા, કેમ કે તેમના મતે કાઈ પણ સિદ્ધાંતની સ્થાપના તેના કેટલાક વિધીઓના નાશ વિના શક્ય જ નથી. એટલે પુરાણીની ગણતરી પ્રમાણે જગતના સંવાદી તંત્ર માટે સુંàપસંદ ન્યાય જ મહત્ત્વનો છે એમ યુ
પુરાણીના લેખના મુખ્ય એક હિંસક વૃત્તિની અનિવાર્યતા તેમ જ તેના લાભા સૂચવી વિરોધીઓ સામે શસ્ત્ર ઉગામવાની વૃત્તિને ઉત્તેજન આપવાના છે. તેથી જ તેઓ અહિંસાના અમલથી સિદ્ધ થયેલા લાભાને કાં તે ધ્યાનમાં જ નથી લેતા અને કાં તો તેને હળવામાં હળવી રીતે રજૂ કરે છે. તેથી ઊલટુ, અહિ'સાના અમલ દરમ્યાન એક થા ખીજે કારણે અનિષ્ટ જમ્યું
Page #10
--------------------------------------------------------------------------
________________ 700] દર્શન અને ચિંતન હોય અગર તે કોઈએ અહિંસાના આચરણમાં દંભ સેવ્યો હોય એ બાજી બાજુને વધારેમાં વધારે અસરકારક રીતે રજૂ કરે છે. રજૂઆતની આવી વિકૃત મનોદશા વખતે પુરાણી એક સાદું સત્ય ભૂલી જાય છે કે ખેતરને કેઈ પણ પાક ચાર યા ઘાસ વિના એકલું અનાજ પેદા કરી શકે નહિ. હું અંતમાં પુરાણીને એટલું વીનવીશ કે તેમને પ્રભુના રુદ્રરૂપની કે લોકક્ષયકારી કાળરૂપની પણ ઉપાસના કરવી હોય તે તે માટે માર્ગ જાહેર કાર્યક્ષેત્રમાં આવી પિતાની માન્યતા અજમાવવી એ જ છે, નહિ કે પાછળ રહી પરિણામશન્ય બુદ્ધિભેદ ઉત્પન્ન કરે તે. –પ્રબુદ્ધ જીવન, 15 જુન 1949.