SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [૧૯૩ વાંચું છું ત્યારે એ બન્ને વ્યક્તિઓની વિશાળ દષ્ટિ અને દરેક પક્ષને વાજબી રીતે તળવાની તેમ જ કોઈ પણ પક્ષને અન્યાય ન થાય તેવી રીતે ચર્ચા કરવાની સમતલ વૃત્તિ પ્રત્યે ઊંડા આદરથી મસ્તક નમી પડે છે. એની જ સાથે જયારે હું શ્રી. પુરાણના અહિંસા વિશેના દૃષ્ટિકોણને સરખાવું છું ત્યારે મને તદ્દન ખેચોખું એમ લાગે છે કે પુરાણી પિતાના ગુરુ શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીના વિચાર અને ધ્યેયને જ જોખમાવી રહ્યા છે. આદર્શ” નામના લેખમાં શ્રી અરવિંદે કહ્યું છે તે પોતાને વિશે કેટલું લાગુ પડે છે એ શ્રી. પુરાણી અંતર્મુખ થઈ વિચારી જુએ છે તેઓ ભાગ્યે જ સત્યને અન્યાય કરશે. શ્રી. અરવિંદ કહે છે: “એ પ્રચારક પિલા સ્કૂલ વ્યવહારુ માણસની કોટિનો જ છે. પિલા આદર્શ કે ભાવનાને તે સાચે સ્વામી નથી હોતે, પણ તેને ગુલામ હોય છે. કોઈ બીજાની પકડમાં તે આવી ગયેલ હોય છે. એ ભાવના તેને ધકેલતી હોય છે. એની ઈચ્છાશક્તિ તે ભાવનાને આધીન થઈ ગયેલી હોય છે. એ ભાવનાને સાચે પ્રકાશ તેને ભલે નથી હોતો” (પૃ. ૯૯). આ સ્થળે હું દરેક જિજ્ઞાસુને ઉપર સૂચવેલા લેખ ફરી ફરી સમજપૂર્વક વાંચી જવા ભલામણ કરું છું. જે એ લેખ વાંચી શ્રી. પુરાણીની અહિંસા વિશેની ચર્ચા વાંચશે તેને મારું કાન વજૂદવાળું છે કે નહિ તેની ખાતરી થયા વિના નહિ રહે. કોઈ એક ભાઈ જે શ્રી અરવિંદાશ્રમમાં રહેતા હશે અને પછી અમદાવાદ જઈને પોતાના કામમાં પડ્યા હશે, તેમને સંબોધી શ્રી. પુરાણીએ પિતિ જ એક લાંબે પત્ર લખેલ છે, જે ખરી રીતે એક સુસંબદ્ધ લેખ છે. એ પત્ર પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં “કર્મ અને કર્મગએ મથાળ નીચે છપાયેલું છે. શ્રી. પુરાણીને આ પત્ર અને તેમને અહિંસા વિશે દૃષ્ટિકોણ બંને સરખાવું છું ત્યારે મારી સમજમાં જ એ નથી આવતું કે તેઓ અમદાવાદવાળા પિતાના પરિચિત સાધક મિત્રને જે સલાહ ગંભીરપણે આપી રહ્યા છે તે જ સલાહને વ્યાપક રીતે આપમેળે જીવનમાં ઉતારનાર ગાંધીજીના અહિંસક કર્મવેગને તેઓ શા માટે અવગણતા હશે? શ્રી. પુરાણી સ્પષ્ટ લખે છે: “જે કામ લીધું હોય, યા તે પ્રકૃતિની એજનામાં જે આપણે કરવાનું આવ્યું હોય, અને જેના પ્રત્યે આપણે અંતરાત્મા વિધિ કે પ્રતિ રોધ કરતે ન હોય તે તે કામ કરવામાં આપણી આધ્યાત્મિક પ્રગતિને કઈ જાતને બાધ આવતો નથી, એ વાત ઘણું લેકે સમજતા નથી.” * પૃ. ૧૫૮), આ સ્થળે હું અત્યંત વિનમ્રભાવે શ્રી. પુરાણીને પૂછશ્વા ઈચ્છું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249233
Book TitleHinsani Ek Aadkatri Pratishtha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size182 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy