Book Title: Hinsani Ek Aadkatri Pratishtha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ ૧૭ ] શ્રીયુત અંબાલાલ પુરાણીને “દક્ષિણ વર્ષ ૨, અંક બીજામાં “અહિંસા' એ મથાળા નીચે એક વિસ્તૃત લેખ પ્રસિદ્ધ થયો છે. આ આ લેખ પ્રશ્નોત્તર રૂપમાં છે. કેટલાક પ્રશ્નોત્તરે તે એવા છે કે જેનું વિચારમાં નજીવું મહત્વ છે, છતાં વિચારણીય કહી શકાય એવા મહત્વના પ્રશ્નોત્તર પણ ઘણા છે. જોકે એ પ્રશ્નોત્તરો વિશે વિસ્તારથી ચર્ચા કરવી ઈષ્ટ છે, પણ મૂળે એ પ્રશ્નોત્તરે જ વિસ્તૃત છે અને તેની વિગતવાર ચર્ચા કરવા જતાં અતિવિસ્તાર થયા સિવાય રહે નહિ. વળી, ચર્ચામાં પ્રશ્નોત્તરે લેખકની ભાષામાં રજૂ કર્યા હોય તો જ વાંચનારને બંને બાજાનો કાંઈક ખ્યાલ આવી શકે અને તે ઉપર પિતાને વિચાર બાંધી શકે. આ બધું કરવા જતાં જે અતિવિસ્તાર થાય તેને મર્યાદિત કદનું કઈ પણું સામયિક પત્ર એક જ અંકમાં ભાગ્યે જ છાપી શકે અને ખંડશઃ છપાતાં સામાન્ય વાંચનારનો વિચારપ્રવાહ પણ ખંડિત જેવો બની જવાને ભય છે. તેથી પ્રસ્તુત ચર્ચામાં શ્રીયુત પુરાણીને ખાસ મુદ્દાઓને સ્પશી વિચાર કરવો ઉચિત છે. શ્રી. પુરાણું ગુજરાતી છે અને સુશિક્ષિત પણ છે. મૂળે તે વ્યાયામનિષ્ણાત તરીકે ઘણાને જાણીતા હતા, પણ અનેક વર્ષો થયાં તેઓ શ્રી. અરવિંદની સાધનાને વરેલા છે, અને પિડિચેરી, શ્રી. અરવિંદ આશ્રમમાં રહે છે. અનેક વર્ષો પછી તેઓ ૧૯૪૭માં ગુજરાતમાં પહેલવહેલા આવેલા. હું પહેલાં કે પછી તેમને કદી ભળ્યો નથી, પણ પ્રથમ તે તેમના લખાણ દ્વારા, અને પછી કેટલાક મિત્રે દારા તેમને વિશે પરોક્ષપણે કાંઈક જાણવા પામ્યો છું. મેં સૌથી પહેલાં શ્રી. અરવિંદના પૂર્ણાગનું તેમણે ગુજરાતીમાં કરેલ ભાષાંતર સાંભળ્યું ત્યારે જ, જોકે હું એ ભાષાન્તરથી પરિતૃપ્ત ન હતા છતાં, એવા ગંભીર અને દુરૂહ તત્ત્વચિંતનને ગુજરાતીમાં ઉતારવાના તેમના સાહસથી તેમના પ્રત્યે આક્યા હતા. તેમને પ્રત્યક્ષ જાણનાર એવા વિશ્વસ્ત તેમ જ સહદય વિદ્વાન મિત્રો દ્વારા જ્યારે મેં તેમની યૌવનસુલભ ચપળતા અને કર્મકસુલભ કાર્યશીલતા વિશે સાંભળ્યું ત્યારે તેમના પ્રત્યે મારું આક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10