Book Title: Hinsani Ek Aadkatri Pratishtha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૧૯૮] દર્શન અને ચિંતન એ થયો કે ગીતાકારના સમય સુધીમાં આર્ય માનસે અને આર્ય પ્રજાએ જે પ્રગતિ કરી હતી તે છેવટની ન હતી. તેથી જ એક આર્ય પુરુષ એવો પ્રકો કે જેણે પિતાના પૂર્વજોએ પ્રારંભેલ માર્ગમાં ઘણું મટી ફાળ ભરી. જે વેગની બાબતમાં આ વસ્તુ સાચી હોય તે ક્ષત્રિયત્વની ભાવનાની બાબતમાં એ વાત શાને વિસારવી જોઈએ? આર્ય ક્ષત્રિયવની ભાવનાનો ગીતાએ પ્રતિપાદેલ સિદ્ધાંત મૂળે તે એટલે જ છે કે આત્મરક્ષા કે સામાજિક સગુણો કે અન્ય પ્રકારના ન્યાય માટે તેજસ્વી અને સમજદાર માણસોએ. જાનને જોખમે પણ બધું જ કરી છૂટવું. જ્યાં લગી શરા ધર્મવીરેને શસ્ત્રને માર્ગ જાણીતું હતું ત્યાં લગી તેઓએ તે આચર્યો. હવે બીજા કોઈ પુરુષમાં આર્ય ક્ષત્રિયત્વની ભાવના અન્ય રૂપે પ્રકટ ન જ થઈ શકે અથવા ન જ થવી જોઈએ એવું તે કાંઈ ગીતાએ કહ્યું નથી. ગાંધીજીએ તો આર્ય ક્ષત્રિયત્વની ભાવના ને જ એક ને આકાર આપે છે. એમણે શૌર્ય, નિર્ભયતા વગેરે બધા જ ક્ષત્રિયગ્ય સદ્ગણોને વિકસાવવા ઉપર વધારેમાં વધારે ભાર આપી પિતાના જીવન રા એ બતાવી આવ્યું છે કે જન્મથી ક્ષત્રિય ન લેખાતે એવો માનવી પણ ક્ષત્રિય-મૂર્ધન્ય થઈ શકે છે અને તે પણ શસ્ત્ર ઉઠાવ્યા. વિના કે વિધીનું ગળું કાપ્યા વિના. એટલે પુરાણીની જ ભાષામાં કહેવું હોય તે એમ કહી શકાય કે ગીતાઓ પ્રતિપાદેલ શસ્ત્રધારીનું ક્ષત્રિયત્વ પૂર્ણ થયું અને ગાંધીજીનું અહિંસક ક્ષત્રિયત્વ નવે રૂપે અવતર્યું. આર્ય પ્રજામાં. કાંઈ પણું આર્યવ જેવી વિશેષતા હોય તે તે ગાંધીજીએ સિદ્ધ કરી બતાવી. છે. એટલે આ બાબતમાં પુરાણીએ આર્ય ક્ષત્રિયધર્મના નાશથી ડરવાની જરૂર નથી. આત્મા નિત્ય કૂટસ્થ હોઈ હણે હણાતું નથી અને દેહ તો વિનશ્વર જ છે એ ગીતાના કથનને આશ્રય લઈ પુરાણીએ તેને ભારે દુરુપગ કર્યો છે. તેઓ કહે છે, “હિંસાથી આત્મા તે નાશ પામતો નથી. શરીરની હિંસાને એટલું બધું મહત્વ આપવું એ પણ એક લેખે અતિશયોક્તિભરેલું લાગે છે. ” ગીતાનું એ મંતવ્ય તાવિક રૂપે ખોટું નથી, પણ તેને ઉપયોગ ક્યા હેતુસર ક્યાં અને કેવી રીતે કરે એ જ પ્રશ્ન છે. પુરાણુનું કથન વાચકમાં અહિંસાવૃત્તિને ઉત્તેજવા કરતાં હિંસાવૃત્તિને વધારે ઉત્તેજે એવું છે. સાધારણ રીતે મનુષ્યમાત્રમાં હિંસાને-બીજાને ભેગ લેવાને સંસ્કાર જેટલે પ્રબળ હોય છે તેટલે બીજા માટે ઘસાવાને સંસ્કાર પ્રબળ નથી હોતો. એટલે પુરાણનું વિધાન વાંચનાર સામાન્ય માણસ એમ જ માનવા પ્રેરાય કે આત્મા તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10