________________ 700] દર્શન અને ચિંતન હોય અગર તે કોઈએ અહિંસાના આચરણમાં દંભ સેવ્યો હોય એ બાજી બાજુને વધારેમાં વધારે અસરકારક રીતે રજૂ કરે છે. રજૂઆતની આવી વિકૃત મનોદશા વખતે પુરાણી એક સાદું સત્ય ભૂલી જાય છે કે ખેતરને કેઈ પણ પાક ચાર યા ઘાસ વિના એકલું અનાજ પેદા કરી શકે નહિ. હું અંતમાં પુરાણીને એટલું વીનવીશ કે તેમને પ્રભુના રુદ્રરૂપની કે લોકક્ષયકારી કાળરૂપની પણ ઉપાસના કરવી હોય તે તે માટે માર્ગ જાહેર કાર્યક્ષેત્રમાં આવી પિતાની માન્યતા અજમાવવી એ જ છે, નહિ કે પાછળ રહી પરિણામશન્ય બુદ્ધિભેદ ઉત્પન્ન કરે તે. –પ્રબુદ્ધ જીવન, 15 જુન 1949. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org