Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ લેખકનું નિવેદન પ્રથમવૃત્તિ પ્રસંગે શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક સમિતિ તરફથી શ્રી. ફૂલચંદભાઈએ પ્રેમપૂર્વક મને આ પ્રકારનો ગ્રંથ લખવાનું આમંત્રણ આપ્યું ત્યારે એક તરફથી જેમ એમને પ્રેમને હું અસ્વીકાર કરી -શક્યો નહિ, તેમ બીજી તરફથી આવા મહાન જ્ઞાનસાગર જેવા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યને ન્યાય આપવાની મારી શકિત કેટલી, એ વિચારથી મૂંઝવણમાં પણ પડી ગયો. છેવટે એ કામ હાથમાં તે લીધું, પણ અનેક મિત્રોના પ્રોત્સાહન વિના એ પૂરું થવું મુશ્કેલ હતું. હજી પણ આમાં ઘણી ત્રુટિઓ હશે ને છે, જેને તજજ્ઞો સંતવ્ય ગણશે. હું જ્યારે પાટણ ગમે ત્યારે મહામુનિ શ્રી પુણ્યવિજયજીને મળવાને મને પ્રસંગ મળ્યો. “વિદ્યા વિનયન શેભતે ' – એ સૂત્રને સદેહે જોવાથી માણસને જે આનંદ થાય તે આનંદ મને થે. એમની અગાધ વિદ્વત્તા અને અદ્દભુત વિનમ્રતાથી ભરેલા વાતાવરણમાંથી મને હેમચન્દ્રાચાર્યના જીવન-આલેખન વિષે કાંઈક નવીન જ વસ્તુદર્શન થયું. હું એમને અત્યંત આણું છું કે એમણે પિતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળ મને આપીને મારા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે ને નાજુક તબિયત છતાં પ્રસ્તાવનાને શ્રમ ઉઠાવ્યો છે. ગુજરાતી વિદ્સમાજના એ નિર્મળ રત્નને હું નમ્રતાથી વંદુ છું. મુનિશ્રી જિનવિજયજીને પણ એવો જ ઉપકાર મારા ઉપર છે. પણ એમને વયેવૃદ્ધ અને પૂર્વ વિદ્વાન કરતાં હું મારા મુરખી પ્રિય મિત્ર જ ગણું છું, એટલે આવા આત્મીય સંબંધ પરત્વે વધારે કહેવું યોગ્ય નથી – અવિનયની કક્ષામાં આવી જવાનો ભય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 204