Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પૂજ્ય વડીલના અણુસ્વીકારને નમ્ર પ્રયત્ન અમારી પ્રથ-પ્રકાશન સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની સ્થાપના થયાને અરધી સદી કરતાં વધુ સમય થયે. અમારા પૂજ્ય દાદા શ્રી જગશીભાઈ મેરાર, પૂજ્ય બાપા (બાપુજી) શ્રી શંભુલાલભાઈ, પૂજ્ય પિતાશ્રી ગોવિદલાલભાઈ તથા પૂજ્ય કાકા શ્રી છગનલાલભાઈએ પુસ્તક-વિક્રેતા તરીકે પિતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. ઘેર ઘેર પુસ્તકે પહોંચતાં કરવા માટે એ પૂજ્ય વડીલેએ જે મહેનત કરી હતી અને મુશ્કેલીઓ વેઠી હતી, એના લીધે જ અમારી સંસ્થા ગુજરતાના શ્રેષ્ઠ લેખકેનાં સંસ્કાર અને સુરુચિનાં પિષક સેંકડે પુસ્તકોનું પ્રકાશન કરવાને યશ મેળવી શકી છે. અમારું કુટુંબ સુખી થઈ શકયું છે તે પણ આ વડીલની અપાર જહેમત અને પ્રામાણિક કામગીરીના પ્રતાપે જ. અમારા ઉપરના એમના ઉપકારનું સ્મરણ કરીએ છીએ ત્યારે અમારું શિર આભારની ડી લાગણીથી ઝૂકી જાય છે. અમારા ઉપકારી એ ચારે પૂજ્યો. વિદેહ થયા છે, પણ એમની પ્રામાણિક, નિખાલસ અને નિષ્ઠાભરી કામગીરી અમારા માટે હમેશાં માર્ગદર્શક બની રહે એવી છે. કેટલાક વખતથી અમને એમ લાગ્યા કરતું હતું, કે જે પૂજ્ય વડીલેએ અમારા ઉપર આટલો બધો ઉપકાર કર્યો છે, અને ગુજરાતી સાહિત્ય-જગતમાં એક સન્માનિત અને નિષ્ઠાવાન પ્રકાશક તરીકે કીર્તિ મેળવી છે, એમના સ્મરણ નિમિત્તે તેમ જ એમના ઉપરના અમારા ઉપકારના ઋણને યત્કિંચિત અદા કરવા માટે, અમારે કંઈક વિનમ્ર પ્રયાસ કરવો જોઈએ. કંઈક આવી વિચારણામાંથી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 204