Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી મધુસૂદન મોદીએ મને વારંવાર પુસ્તકે વગેરેની મદદ આપીને મારા કાર્યને વેગ ન ઘટે તેની સંભાળ લીધી છે. સૌથી છેલે ભાઈશ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહને ઉપકાર માનવો રહી ન જ જોઈએ. એમણે જ આ સઘળા કાર્યને વ્યવસ્થા સંભાળી લઈ મને નિશ્ચિત બનાવી દીધે હતો. શબ્દસૂચી એ એમની જ પ્રેમભરી મહેનતનું પરિણામ છે. પુસ્તક-પ્રકાશનની છેવટની વિધિ કંટાળાભરેલી અને હરપળનું ધ્યાન માગનારી હોય છે. એ વિધિમાં શ્રી. બાલાભાઈએ સ્વેચ્છાથી મદદ આપીને મારું કાર્ય ઘણું સરળ. કરી આપ્યું છે. આ સૌ મિત્રોના સહકાર વિના આ કામ આટલું સ્વચ્છ બની શકત નહિ. આમ અનેક પૂજ્ય અને પ્રિય જનેની સાહાટ્યથી આ કામ પાર પડ્યું છે. મેં મારા મંતવ્યમાં ક્યાંય સાંપ્રદાયિક અંધતા ન પ્રવેશે એ જોયું છે; તો સંપ્રદાયમાનસને આઘાત ન થાય એ પણ જોયું છે. ચર્ચાસ્પદ પ્રશ્નો પણ વિનયથી છેડયા છે, ને મંતવ્યો રજૂ કર્યા છે. પણ તે છેવટનાં નિર્ણયાત્મક ન જ હોઈ શકે; છતાં કોઈ જગાએ જવાબદારીના જ્ઞાન વિના કાંઈ પણ કહેલું નથી એ જોઈ શકાશે. આનંદઘનના એક ભજનને સાંભળીને મને થયેલું કે આવા મહાન ભજનિકેને પણ ગુજરાત સમક્ષ યથાયોગ્ય રીતે રજૂ કરવાનું હજી પગલું લેવાયું નથી તે ઠીક નથી. સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂર, યશોવિજયજી – એવા ભવ્ય વિદ્વાનેની જીવનગાથા – અને એમની જ્ઞાનગાથા – ગુજરાત સમક્ષ મૂકવાનું અને એવી રીતે અનેક જૈન વિદ્વાનોને પરિચય આપવાનું કામ આવી સમિતિઓ ધારે તો કરી શકે. આ સઘળા મહાન પુરુષો એ સંપ્રદાય માટે ગૌરવરૂપ છે, પણ રાષ્ટ્રની તે એ અણુમલી પ્રાણશક્તિ છે – આવી રાષ્ટ્રવ્યાપી વિભૂતિએને એમનું સાચું સ્થાન આપવાનો પ્રયત્ન કરવાનો સમય હવે આવી ગયે કહેવાય. ધૂમકેતુ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 204