Book Title: Harijano ane Jaino Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ રિજનો અને તેને £ ૧૭ તે સાચું છે. એ પક્ષ “હિન્દુ’ શબ્દનો અર્થ માત્ર બ્રાહ્મણૂધમનુયાયી અથવા તો વૈદિક પરમ્પરાનુયાયી સમાજ એટલો જ સમજે છે. પણ આ પક્ષ ‘ઈતિહાસ અને પરમ્પરાની દષ્ટિએ સાવ ભીંત ભૂલે છે. ઈતિહાસ અને પરમ્પરાના જ્ઞાનને અભાવે એ પક્ષે પિતાની સગવડ પૂરતી “હિન્દુ શબ્દની સંકીર્ણ વ્યાખ્યા, આપમેળે જ, ઘડી કાઢી છે. મારું આ વિધાન ર” ' કરવા અહીં કાંઈક ઊંડા ઊતરવું પડશે. શ્રી સિધુના તટ સુધી આવ્યા ત્યારે તેઓ ભારતના ૬ .. પ્રદેશને જાણતા તેને પિતાના ઉચ્ચાર પ્રમાણે “ઈન્ડસ” કહેતા. ભારતના અંદરના ભાગથી જેમ જેમ તેઓ વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેઓને ઈન્ડસ' શબ્દનો અર્થ પણ વિસ્તરતે ગયે. મહમદ પિગંબર થયા તે પહેલેથી જ આરબે ભારતમાં આવેલા. કેટલાક સિબ્ધ નદીના કિનારા સુધી આવી રહેલા. બીજા કેટલાક આરબ વ્યાપારીઓ માત્ર સમુદ્રરતે ભારતને કિનારે કિનારે પશ્ચિમથી ઠેઠ પૂર્વ સુધી એટલે કે જાવા, સુમાત્રા અને ચીન સુધી સફર કરતા. આ આરબ વ્યાપારીઓએ પિતાને પરિચિત એવા ભારતના આખા કિનારાને “હિન્દ કહ્યો છે. આરઓને ભારતમાં બનેલી તલવાર બહુ પસંદ હતી કે તેઓ તે ઉપર મુગ્ધ હતા. ભારતનાં સુખ-સમૃદ્ધિ અને ખુશનુમા હવાપાણી પણ તેમને બહુ આકર્ષતાં. તેથી તેમણે ભારતને લયલા અને સલમા તરીકે, એટલે કે ભાશક અને સલામત રાખનાર તરીકે, પિતાની કવિતાઓમાં ગાયે છે. ભારતની તલવારને તેમણે એના ઉદ્દભવસ્થાન હિંદને નામે જ “હિન્દ’ કહી પ્રશંસી છે. ત્યાર બાદ પેગંબર સાહેબને જમાને આવે છે. મહમદ-બિન-કાસમે સિંધમાં થાણાં નાખ્યાં. મહમદ ગઝની અને બીજા આક્રમણકારી મુસલમાનો દેશમાં આગળ ને આગળ વધતા ગયા, અને સત્તા જમાવતા ગયા. એ જમાનામાં મુસલમાનેએ લગભગ આખા અંદરના ભારતનો પરિચય કરી લીધો હતો. તેથી તેમના ઈતિહાસકારોએ અંદરના ભારતને ત્રણ ભાગમાં વહેંચે છે: સિંધુ, હિન્દ અને દક્ષિણ. હિન્દથી તેમણે સિબ્ધ પછીના આખા ઉત્તર હિન્દુસ્તાનને ઓળખાવ્યું છે. અકબર અને બીજા મુગલ શહેનશાહના રાજ્યવિસ્તાર વખતે વહીવટ અને બીજી સગવડની દષ્ટિએ તેમણે આખા ભારતને હિન્દ તરીકે ગણે છે. આ રીતે હિન્દુ અને હિન્દ શબ્દને અર્થ, ઉત્તરોત્તર તેને પ્રાગ અને વ્યવહાર કરનારાઓની માહિતી વધવાની સાથે સાથે, વિસ્તરત જ ગમે છે. અંગ્રેજી અમલ દરમ્યાન તેને એક જ નિર્વિવાદ અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11