Book Title: Harijano ane Jaino Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ મહરિજને અને જેને [ ૧૮૫ પડ્યું હેય ને બીજો કોઈ આપમેળે તે કામ કરી આપતો હોય તે કહે એ સમજદાર જૈન હશે કે જે એ કામને પિતાનું ગણું વધાવી નહિ લે, અને પિતાની આજ સુધીની અજ્ઞાનજન્ય ભૂલને સુધારવા બદલ એ કામ કરી આપનારને ધન્યવાદ નહિ આપે? આ રીતે જોવા જઈએ તો મુંબઈ સરકાર જે ધારે ઘડી રહી છે તે ખરી રીતે જૈન ધર્મનું જ કામ બજાવી રહી છે. જેનેએ તો હરિજન–મંદિર પ્રવેશ બિલ ઉપસ્થિત કરનાર અને તેને કાયદાનું રૂપ આપવા ઈચ્છનાર સરકાર દ્વારા હેમચંદ્ર, કુમારપાળ, હીરવિજયજી જ કામ કરી રહ્યા હોય એમ માની ચાલવું જોઈએ. તેને બદલે પિતાના મૂળભૂત ધ્યેયથી ઊલટી જ દિશામાં ચાલવું એ તે પિતાના ધર્મની હાર અને સનાતન વૈદિક પરમ્પરાની છત કબૂલવા બરાબર છે. હરિજન–મંદિરપ્રવેશ બિલ ગમે તેણે ઘડયું હોય ને ગમે તે સરકાર અધિકાર ઉપર હોય, પણ એમાં વિજય તે જૈન ધર્મના અસલી આત્માનો જ છે. આ વિજય દેખી તેમાં રાચવા અને તેને સાથ આપવાને બદલે પિતાની ધર્મસ્મૃતિ અને પ્રામાદિક સ્થિતિને જ ધર્મ લેખી સત્કાર્યને કલ્પિત લીલોથી વિરોધ કરે એ બીજું ગમે તે હોય પણ જેનપણું તે નથી જ. જૈને પરાપૂર્વની જેમ પિતાના ત્યાગી સંધમાં, જાત કે લિંગનો ભેદ રાખ્યા સિવાય, સૌને સ્થાન આપતા આવ્યા છે તેમ તેઓ હમેશાં પિતાનાં ધર્મસ્થાનોમાં જન્મથી જૈનો ન હોય તેવાઓને સમજાવીને, લાલચથી, લાગવગથી કે બીજી રીતે લઈ જવામાં ગૌરવ માનતા આવ્યા છે. કોઈ પરદેશી ગૌરવર્ણ ભાઈ કે બાઈ, સત્તાધારી કે વૈભવશાળી પારસી કે મુસલમાન હોય, કેઈ અમલદાર ઠાકોર કે ભીલ હોય કે હરોઈ પણ જે તે સમ્પત્તિ, સત્તા કે વિદ્યાથી ઉચ્ચ ગણાતે હોય તે તેને પોતાનાં ધર્મસ્થાનમાં યેન કેન પ્રકારેણું લઈ જવામાં જેને જેન ધર્મની પ્રભાવના માનતા આવ્યા છે, અને એવી વ્યક્તિ જે આપમેળે જૈન ધર્મસ્થાનમાં આવવાની ઇચ્છા પ્રદર્શિત કરે તે તિ જૈન ગૃહસ્થ કે ત્યાગીઓની ખુશીને પાર રહેતું નથી. આ વસ્તુસ્થિતિ આજ લગી સામાન્ય છે. આ વખતે કોઈ પણ ત્યાગી કે ગૃહસ્થ જૈન એમ વિચારવા નથી ભલે કે મંદિર અગર ઉપાશ્રય આદિ ધર્મસ્થાનમાં આવનાર વ્યક્તિ રામનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે, અહુરમઝદનું નામ લે છે, કે ખુદા અગર ઈસુ ખ્રિસ્તનું નામ લે છે. એના મનમાં એટલું જ હોય છે કે ભલેને ગમે તે પંથને હૈય, ગમે તેનું નામ રટણ કરતો હોય, ગમે તેની ઉપાસના કરતે હોય, કદાચ માંસભક્ષી અને મદ્યપાની પણ હય, છતાં જે તે આપમેળે અગર મારી પ્રેરણાથી જૈન ધર્મસ્થાનમાં એકાદ વાર પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11