Book Title: Harijano ane Jaino
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૮૬ ] દર્શન અને ચિંતન આવશે તે તે કાંઈ ને કાંઈ ધ ગ્રહણ કરશે, કાંઈને કાંઈ શીખશે. આ. ઉદારતા જ્ઞાનમૂલક છે કે નિર્બળતામૂલક છે, પણ તે પિષવા અને ઉત્તેજના લાયક તે છે જ. હેમચન્દ્ર જ્યારે સિદ્ધરાજ પાસે જતા ત્યારે શું તેઓ જાણતા નહિ કે સિદ્ધરાજ શિવ છે? જ્યારે હેમચન્દ્ર એમનાથ પાટણના શિવ મંદિરમાં ગયા ત્યારે શું તેઓ જાણતા નહિ કે આ શિવમંદિર છે? જ્યારે તેમના ઉપાશ્રયમાં સિદ્ધરાજ અને કુમારપાળ આદિ પહેલવહેલા આવેલ ત્યારે શું તેઓએ રામ, કૃષ્ણ આદિનું નામ લેવું સર્વથા છેડી દીધું હતું? અને માત્ર અરિહંતના નામનું જ રટન કરતા હતા ? જ્યારે હીરવિજયજી અકબરના દરબારમાં ગયા ત્યારે શું અકબરે અને એના બીજા ભાદાર દરબારીઓએ ખુદા ને મહમદ પૈગંબરનું નામ છોડી દીધું હતું ? અથવા તે જ્યારે અકબર હીરવિજયજીના ધર્મસ્થાનમાં આવ્યો ત્યારે શું તેણે ખુદાનું નામ અભરાઈએ મૂકી અરિહંતનું જ નામ ઉચ્ચારવું શરૂ કર્યું હતું? આવું કશું ન હતું, અને છતાં જૈને પહેલેથી આજ લગી સત્તાધારી, પ્રભાવશાળી, અને સમ્પત્તિશાળી હોય એવા ગમે તે વર્ગના માણસને માટે પિતાના ધર્મસ્થાનનાં દ્વાર ખુલ્લાં જ રાખતા આવ્યા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે જે જૈન. પરમ્પરાની પ્રકૃતિ આવી છે તે તે અત્યારે હરિજનના મંદિરે–પ્રવેશ બિલ વખતે આ ઉગ્ર વિરોધ કેમ કરે છે? જે વસ્તુ એ પરમ્પરાના પ્રાણમાં નથી તે વસ્તુ અત્યારે એના હાડમાં કયાંથી ઊતરી ? - આને ઉત્તર જેન પરમ્પરાની નબળાઈમાં છે. ગુરુસંસ્થા પૂરત તે જાતિસમાનતાને સિદ્ધાંત જેનોએ મર્યાદિત અર્થમાં સાચવ્યો, કેમ કે અત્યારે પણ જૈન ગુસંસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ગેરાઓ, પારસીઓ આદિ કોઈપણ સંમાન્ય સ્થાન પામી શકે છે. હું મર્યાદિત અર્થમાં એટલા માટે કહું છું કે જે ગુરુસંસ્થામાં ક્યારેક હરિકેશી અને મેતારજ જેવા અસ્પૃશ્યોને પૂજ્ય પદ પ્રાપ્ત થયું હતું તે ગુરુસંસ્થામાં ત્યારબાદ કથારેય અસ્પૃશ્યને સ્થાન મળ્યું હોય તે ઈતિહાસ નથી. એટલું જ નહિ પણ, તે અસ્પૃસ્યને ઉદ્ધાર કરી તેમને સ્પૃશ્ય બનાવવાને અને માણસાઈની સામાન્ય ભૂમિકા ઉપર લાવવાને જન ધર્મને મૂળ સિદ્ધાંત પણ જેને સાવ ભૂલી ગયા છે. જૈનોને ત્યાં હરિજનોને પ્રવેશ છે, અને તે પણ અનિવાર્ય. માત્ર ગૃહસ્થને ત્યાં જ નહિ, પણ ધર્મસ્થાને સુધ્ધાંમાં હરિજનોને, તેઓ ઈચ્છે કે ન ઈછે તેય, અનિવાર્ય પ્રવેશ છે, પરંતુ તે પ્રવેશ સ્વાર્થ પ્રેરિત છે. જેને પિતાના જીવનને ટકાવવા, સ્વચ્છતા ને આરે.. અને આદર્શ ગુલામીના પિષણ દ્વારા ટકાવી રાખવા હરિજનોને તેઓ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11