Page #1
--------------------------------------------------------------------------
________________
હરિજને અને જેને
[
૭]
જ્યારથી મુંબઈ ધારાસભામાં હરિજનમંદિરપ્રવેશનું બિલ ઉપસ્થિત થયું છે ત્યારથી, લાંબા વખત થયાં સૂતેલું જૈનેનું માનસ સવિશેષ જાગૃત થયું છે. એ ભાનસના કોઈ એક ખૂણાથી એ ધ્વનિ, પંડિતાઈ શેઠાઈ અને સાધુશાહી સાથે, ઊડવા લાગે છે કે હરિજને તે હિંદુ સમાજને ભાગ છે અને જેને તે હિંદુ સમાજથી જુદા છે, એટલે કે હિન્દુ સમાજને લક્ષીને ઘડવામાં આવેલ હરિજન–મંદિરપ્રવેશ બિલ જૈન સમાજને લાગુ પડી શકે નહિ. એ જાગૃત જૈન માનસના બીજે ખૂણેથી વળી એ નાદ ઊર્યો છે કે ભલે જૈન સમાજ હિન્દુ સમાજને એક ભાગ હોય અને તેથી જૈન સમાજ હિન્દુ ગણાય, તે પણ જૈન ધર્મ એ હિન્દુ ધર્મથી સાવ જુદો છે, અને હરિજન-મંદિરપ્રવેશ બિલ હિન્દુ ધર્મમાં સુધારા દાખલ કરવાને લગતું હોવાથી તે જૈન ધર્મને લાગુ પડી શકે નહિ, કેમ કે હરિજન એ હિન્દુ ધર્મના અનુયાયી છે, જૈન ધર્મના નહિ. અને જૈન ધર્મ તે મૂળે હિન્દુ ધર્મથી જુદો છે. આ બે વિરોધી સૂરે ઉપરાંત એ જાગૃત જૈન માનસમાંથી બીજા પણ સૂરે ઊઠયા છે. કેઈ સૂર એ છે કે તે લાંબા વખતથી ચાલુ એવી જૈન પરમ્પરા અને પ્રણાલીને આડે ધરી હરિજનને જૈન મંદિરપ્રવેશથી બાકાત રાખવા એ બિલને વિષેધ કરે છે. બીજો સૂર વળી જૈન મંદિરે ઉપર જૈન સંપત્તિ અને જેના માલિકને દાવો રજુ કરી એ બિલ સામે મેર રચે છે.
બીજી બાજુ એવા જ જાગૃત જૈન માનસમાંથી ઉપર સૂચવેલ જુદા જુદા વિધી સુરેને જવાબ આપતે એક નવયુગીન પ્રતિધ્વનિ પણ સ્પષ્ટપણે ઊઠયો છે. આ લેખમાં ભારે વિચાર બને તેટલા ટૂંકાણમાં, છતાં લંબાણના
અતિભય સિવાય, એ બધા પક્ષેની યોગ્યતા-અયોગ્યતા તપાસવાને તેમ જ પિતાને નિર્ણય સ્પષ્ટપણે રજૂ કરવાનો છે. હવે અનુક્રમે એક એક પક્ષ લઈ વિચાર કરીએ.
પહેલા પક્ષનું એમ કહેવું છે કે જૈન સમાજ હિન્દુ સમાજથી જુદે છે તે એ પક્ષની સંકુચિત દૃષ્ટિ પ્રમાણેની “હિન્દુ’ શબ્દની વ્યાખ્યા પ્રમાણે
Page #2
--------------------------------------------------------------------------
________________
રિજનો અને તેને
£ ૧૭ તે સાચું છે. એ પક્ષ “હિન્દુ’ શબ્દનો અર્થ માત્ર બ્રાહ્મણૂધમનુયાયી અથવા તો વૈદિક પરમ્પરાનુયાયી સમાજ એટલો જ સમજે છે. પણ આ પક્ષ ‘ઈતિહાસ અને પરમ્પરાની દષ્ટિએ સાવ ભીંત ભૂલે છે. ઈતિહાસ અને પરમ્પરાના જ્ઞાનને અભાવે એ પક્ષે પિતાની સગવડ પૂરતી “હિન્દુ શબ્દની સંકીર્ણ વ્યાખ્યા, આપમેળે જ, ઘડી કાઢી છે. મારું આ વિધાન ર” ' કરવા અહીં કાંઈક ઊંડા ઊતરવું પડશે.
શ્રી સિધુના તટ સુધી આવ્યા ત્યારે તેઓ ભારતના ૬ .. પ્રદેશને જાણતા તેને પિતાના ઉચ્ચાર પ્રમાણે “ઈન્ડસ” કહેતા. ભારતના અંદરના ભાગથી જેમ જેમ તેઓ વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેઓને ઈન્ડસ' શબ્દનો અર્થ પણ વિસ્તરતે ગયે. મહમદ પિગંબર થયા તે પહેલેથી જ આરબે ભારતમાં આવેલા. કેટલાક સિબ્ધ નદીના કિનારા સુધી આવી રહેલા. બીજા કેટલાક આરબ વ્યાપારીઓ માત્ર સમુદ્રરતે ભારતને કિનારે કિનારે પશ્ચિમથી ઠેઠ પૂર્વ સુધી એટલે કે જાવા, સુમાત્રા અને ચીન સુધી સફર કરતા. આ આરબ વ્યાપારીઓએ પિતાને પરિચિત એવા ભારતના આખા કિનારાને “હિન્દ કહ્યો છે. આરઓને ભારતમાં બનેલી તલવાર બહુ પસંદ હતી કે તેઓ તે ઉપર મુગ્ધ હતા. ભારતનાં સુખ-સમૃદ્ધિ અને ખુશનુમા હવાપાણી પણ તેમને બહુ આકર્ષતાં. તેથી તેમણે ભારતને લયલા અને સલમા તરીકે, એટલે કે ભાશક અને સલામત રાખનાર તરીકે, પિતાની કવિતાઓમાં ગાયે છે. ભારતની તલવારને તેમણે એના ઉદ્દભવસ્થાન હિંદને નામે જ “હિન્દ’ કહી પ્રશંસી છે. ત્યાર બાદ પેગંબર સાહેબને જમાને આવે છે. મહમદ-બિન-કાસમે સિંધમાં થાણાં નાખ્યાં. મહમદ ગઝની અને બીજા આક્રમણકારી મુસલમાનો દેશમાં આગળ ને આગળ વધતા ગયા, અને સત્તા જમાવતા ગયા. એ જમાનામાં મુસલમાનેએ લગભગ આખા અંદરના ભારતનો પરિચય કરી લીધો હતો. તેથી તેમના ઈતિહાસકારોએ અંદરના ભારતને ત્રણ ભાગમાં વહેંચે છે: સિંધુ, હિન્દ અને દક્ષિણ. હિન્દથી તેમણે સિબ્ધ પછીના આખા ઉત્તર હિન્દુસ્તાનને ઓળખાવ્યું છે. અકબર અને બીજા મુગલ શહેનશાહના રાજ્યવિસ્તાર વખતે વહીવટ અને બીજી સગવડની દષ્ટિએ તેમણે આખા ભારતને હિન્દ તરીકે ગણે છે. આ રીતે હિન્દુ અને હિન્દ શબ્દને અર્થ, ઉત્તરોત્તર તેને પ્રાગ અને વ્યવહાર કરનારાઓની માહિતી વધવાની સાથે સાથે, વિસ્તરત જ ગમે છે. અંગ્રેજી અમલ દરમ્યાન તેને એક જ નિર્વિવાદ અર્થ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
દર્શન અને ચિંતન માન્ય થયો છે અને તે એ કે કાશ્મીરથી કન્યાકુમારી અને સિધથી આસામ સુધી બધે ભાગ તે “હિન્દ'.
પણું હિન્દ કે હિન્દુસ્તાનને અર્થ ગમે તેટલે જૂના અને ક્રમે ક્રમે વિસ્તર્યો હોય છતાં એ પ્રશ્ન તે ઊભે જ રહે છે કે હિન્દુ સમાજમાં કેણ કેણુ આવે? શું હિન્દુસ્તાનમાં વસતા બધા જ હિન્દુ સમાજમાં સમાસ પામે છે કે તેમાંથી અમુક જ ? અને જે અમુક જ વર્ગે હિન્દુ સમાજમાં સમાસ પામતા હોય તો તે કયા કયા ? આને ઉત્તર શોધવા બહુ આઘે જવું પડે તેમ નથી. જોકે હિન્દુસ્તાનમાં પરાપૂર્વથી અનેક જાતિઓ અને માનવકુળ. આવતાં રહ્યાં છે અને સ્થિર થયાં છે, પણ એ બધાં હિન્દુ સમાજમાં સ્થાન પામ્યાં નથી. આપણે જાણીએ છીએ કે મુસ્લિમે આ દેશમાં વ્યાપારી તરીકે અને રાજ્યકર્તા તરીકે આવીને સ્થિર થયા, પણ તેઓ હિન્દુ સમાજથી જુદા જ ગણાય છે. એ જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે. કાંઈકે મુસલમાનોના આવ્યા પહેલેથી અને ત્યાર બાદ સવિશેષે પારસીઓ હિન્દુસ્તાનમાં આવી વસ્યા અને તેમણે પણ મુસલમાનની પેઠે હિન્દુસ્તાનને ભાતૃભૂમિ માની લીધી છે, છતાંય તે હિન્દુ સમાજથી જુદા ગણાય છે. એ જ રીતે ક્રિશ્ચિયન ગેરી જાતિઓ પણ હિન્દુસ્તાનમાં રહેવા છતાં હિન્દુ સમાજનું અંગ બની નથી. આ બધું ધ્યાનમાં લઈ તેમ જ હિન્દુ સમાજમાં ગણના પામેલ જાતિઓ અને વર્ગોના ધાર્મિક ઇતિહાસને ધ્યાનમાં લઈ, તિલક જેવા સુત્ત વિચારકોએ “હિન્દુશબ્દની જે વ્યાખ્યા બાંધી છે તે તદ્દન સાચી છે. તે વ્યાખ્યા પ્રમાણે જેના પુણ્યપુરુષ અને તીર્થો હિન્દુસ્તાનમાં આવ્યાં હેય, એટલે કે જેઓ હિન્દુસ્તાનને જ પોતાના દે અને ઋષિઓનું જન્મસ્થાન તેમ જ હિન્દુસ્તાનને જ પિતાની તીર્થભૂમિ માનતા હોય તે હિન્દુ, અને તેમને આખો સમાજ તે હિન્દુ સમાજ.
આપણું જેનોને ઉપર કહેલ હિન્દુ સમાજની વ્યાખ્યા ભાન્ય ન કરવા માટે કઈ પણ કારણ નથી. જૈનોના બધાં જ પુણ્યપુરુષો અને પુણ્યતીર્થે માત્ર હિન્દુસ્તાનમાં જ આવેલાં છે. તેથી જેને હિન્દુ સમાજથી જુદા હોઈ શકે નહિ. તેમને જુદા બનાવવાની પ્રવૃત્તિ જેટલી ઐતિહાસિક ભ્રમણાવાળી છે તેટલી જ “હિન્દુ” શબ્દને “વેદિક પરમ્પરા” એટલે સંકુચિત અર્થ કરી અણસમજુ અને સમ્પ્રદાયધેલા જેનેને ભરમાવવામાં આવે છે. પણ આ પહેલા પક્ષની પિકળતા અત્યારે ભણેલગણેલ ગણાતા કેટલાક લોકેના ધ્યાનમાં આવી ગઈ છે. એટલે વળી તેમણે એક નવો જ મુદ્દો ઊભો કર્યો છે અને
Page #4
--------------------------------------------------------------------------
________________
મહરિજને અને જેને
[ ૧૮૧ તે મુદ્દામાંથી ઉપર સૂચવેલ બીજો પક્ષ ઊભો થયો છે. આ પક્ષ પ્રમાણે જૈન સમાજ હિન્દુ સમાજનું અંગ તો છે જ, પણ તે ધર્મની દૃષ્ટિએ હિન્દુ ધર્મથી ભિન્ન છે. હવે આપણે આ મુદ્દાને તપાસીએ.
અંગ્રેજોને રાજ્યઅમલ શરૂ થયું ત્યાર પછી મનુષ્યગણનાની સગવડની દૃષ્ટિએ “હિંદુ ધર્મ ” શબ્દ વધારે પ્રચલિત અને રૂઢ થઈ ગયું છે. હિન્દુ સમાજમાં સમાતા બધા વર્ગો દ્વારા પળાતા એવા બધા જ ધર્મો હિન્દુ ધર્મની છત્રછાયામાં આવી જાય છે. ભારતમાં જન્મેલ, ઊછરેલ અને ભારતને જ માતૃભૂમિ માનેલ હેય એવા અને છતાં જેઓ પિતાનાં મૂળ ધર્મપુરૂષો કે મૂળ તીર્થસ્થાનેને હિન્દુસ્તાનની બહાર માને છે તે બધાના ધર્મપંથે, જેવા કે ઇસ્લામ, જરસ્તી અને ખ્રિસ્તી, યદી વગેરેને બાદ કરતાં બાકીના બધા જ ધર્મપંથે હિન્દુ ધર્મમાં આવી જાય છે. બૌદ્ધ ધર્મ, જેનો મુખ્ય અને મેટો ભાગ હિન્દુસ્તાનની બહાર જ છે તે, હિન્દુ ધર્મને એક ભાગ જ છે. ભલે એનો અનુયાયી માટે વિશાળ સમાજ અનેક જુદા જુદા દૂરવતી દિશામાં પથરાયેલ હોય, છતાં ધર્મની દૃષ્ટિએ તે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મની એક શાખા માત્ર છે. ખરી રીતે જૈન સમાજ તે આખેઆખે હિન્દુસ્તાનમાં જ પહેલેથી વસતિ આવ્યો છે, અને અત્યારે પણ વસે છે, એટલે જૈન જેમ સમાજની દૃષ્ટિએ હિન્દુ સમાજની એક શાખા છે તેમ ધર્મની દૃષ્ટિએ પણ હિન્દુ ધર્મને એક અગત્યને પ્રાચીન ભાગ છે. જેઓ “હિન્દુ ધર્મ' શબ્દથી માત્ર “વૈદિક ધર્મ” એટલે અર્થ સમજે છે તેઓ નથી જાણતા જૈન સમાજ અને જૈન ધર્મને ઈતિહાસ કે નથી જાણતા હિન્દુ સમાજ કે હિન્દુ ધર્મને ઈતિહાસ. પિતાના સગવડિયા ઉપરછલા જ્ઞાનમાત્રથી જૈન ધર્મને હિન્દુ ધર્મથી જુદો ગણાવવાનું સાહસ કરવું એ તે વિદ્વાન અને વિદ્યાની હાંસી કરવા જેવું છે, અને ખરી રીતે કહીએ તે પિતાની જ હાંસી કરાવવા જેવું છે.
ભારતના કે વિદેશી સુપ્રસિદ્ધ વિદ્વાનોએ જ્યારે જ્યારે હિન્દુ ફિલસૂફી કે હિન્દુ ધર્મ વિશે લખ્યું છે ત્યારે ત્યારે તેમણે એ ફિલસૂફી અને એ ધર્મમાં વૈદિક, બૌદ્ધ અને જૈન તત્ત્વજ્ઞાન કે ધર્મની બધી જ પરંપરાઓને લઈ વિચાર કર્યો છે. જેઓએ હિન્દુ સાહિત્યનો ઈતિહાસ લખે છે તેમણે પણ એ ઇતિહાસમાં જૈન સાહિત્યને હિન્દુ સાહિત્યની એક શાખા લેખે જ સ્થાન આપ્યું છે. સર રાધાકૃષ્ણનની ઈન્ડિયન ફિલોસોફી કે દાસગુપ્તા આદિની તેવી જ ફિલોસોફીને લઈએ અગર સાક્ષરવર્ય આચાર્ય આનંદશંકર બાપુભાઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
દર્શોન અને ચિંતના
ધ્રુવની ‘હિન્દુ ધર્મની ખાળપોથી' લઇએ, કે દીવાન ન દાશંકર મહેતાને
*
હિન્દુ તત્ત્વજ્ઞાનના ઇતિહાસ ' લઈ એ તે જણાશે કે તેમાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ જ જીવતી ભારતીય ધમ પર પરાઓને હિન્દુ ધમ તરીકે માન્ય રાખવામાં આવી છે, જે બધી રીતે વામી છે.
આટલી ચર્ચા ખીજા પક્ષનુ પેાકળપણું જાણવા માટે બસ થવી જોઈ એ. આ પ્રમાણે જૈન ધર્મ હિન્દુ-ધર્માંન્તર્ગત હાય અતે જ, તેપણ એ પ્રશ્ન તા ઊભા જ રહે છે કે જો મૂળે હરિજા જૈન સમાજના અંગ તેમ જ જૈન ધર્મના અનુયાયી ન હાય તા, તેમને માટે ઘડાત કાયı તે હિન્દુ સમાજના જે ભાગના અંશ હોય અગર હિન્દુ ધર્મની જે શાખાના અનુયાયી ગણાવા યાગ્ય હાય તેટલા જ હિન્દુ સમાજના કે હિન્દુ ધર્મના ભાગને લાગુ પડે તેવા જોઈએ, નહિં કે આખા હિન્દુ સમાજ કે આખા ધર્મને લાગુ પડે તેવા.
જેના પોતાના સમાજમાં હરિજનોને અત્યાર લગી લેખતા જ નથી આવ્યા કે નથી હરિજને પાતાને જૈન સમાજના ઘટક તરીકે લેખતા. એજ રીતે હરિજનામાં જૈન ધર્મતુ એકકે વિશિષ્ટ લક્ષણૢ આચરાતું નથી રહ્યું કે નથી હરજને જૈન ધર્મ આર્યોના દાવા કરતા. હરિજનામાં ગમે તેટલી નાતજાતા હાય, પણ તેમાંથી જે ક્રિશ્ચિયન નથી અને જેઓએ ઇસ્લામ નથી સ્વીકાર્યાં તે બધા શકર, રામ, કૃષ્ણ, દુર્ગા, કાળી ઇત્યાદિ અનેક વૈદિક કે પૌરાણિક પર પરાના દેવામાંથી જ કાઈને અને કાઈ ને માને ભજે છે અને વૈદિક કે પૌરાણિક ગણાતા હોય એવાં જ તીર્થીને કે પવતિથિને અગર વ્રત-નિયમાને પાળે છે. હિરજનામાંથી થઈ ગયેલ જૂના વખતના સા કે પાછલા વખતના સંત પણ વૈદિક કે પૌરાણિક પર પરામાં જ છેવટે સ્થાન પામ્યા છે. તેથી હરિજનને હિન્દુ સમાજના અંગ અને હિન્દુ ધર્મના અનુયાયી માની લેવા છતાંય તેમને સમાસ હિન્દુ સમાજની વૈદિક-પૌરાણિક પરપરામાં થઈ શકે, જૈન પરંપરામાં તે નહિ જ. આવેશ ફલિતાર્થે અધી ચર્ચા ઉપરથી નીકળે છે, અને તે સાધાર પણ છે. તેથી ખીજા પક્ષની રજૂઆત કરનારાઓએ હરિજન–મંદિરપ્રવેશના બિલને જૈન સમાજથી ખાકાત રખાવવું હોય તો એમ કહેવાની જરૂર નથી કે જૈન ધર્મ હિન્દુ ધર્મથી · જુદે છે, પણ એમણે બહુ બહુ તો એટલું જ કહેવું જોઈ એ કે હરિજનેય હિન્દુ છે, જૈતા પણ હિન્દુ છે, જૈન ધમ પણ હિન્દુ ધર્મના એક ભાગ છે; છતાં હરિજના જૈન સમાજના નથી અંગ કે નથી જૈન ધર્મના અનુયાયી,
Page #6
--------------------------------------------------------------------------
________________
હરિજને અને જેને
[ ૧૮૩ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મને એક શરીર માનીએ અને તેના ભેદ તથા પેટભેદને હાથ-પગ જેવા અવયવ અગર અંગૂઠા–આંગળી જેવા પેટા અવયવ માનીએ તે હરિજન એ હિન્દુ ધર્મને અનુસરતા હિન્દુ સમાજના બીજા મોટા એવા એક વૈદિક-પૌરાણિક ધર્માનુયાયી સમાજમાં જ સ્થાન પામી શકે, નહિ કે જૈન સમાજમાં. હરિજન હિન્દુ છે, જેને પણ હિન્દુ છે. તેથી હરિજને અને જેને એ બને અભિન્ન સાબિત નથી થતા, જેમ કે બ્રાહ્મણે અને રજપૂત અગર રજપૂત અને મુસલમાને. મનુષ્ય સમાજના બ્રાહ્મણ, રજપૂત અને મુસલમાન એ બધા અંગે છે તેટલા માત્રથી તે પ્રત્યેક, મનુષ્ય તરીકે એક હોવા છતાં, અંદરોઅંદર તેઓ બિલકુલ ભિન્ન જ છે તેમ હરિજને અને જૈન હિન્દુ હોવા છતાં અંદરોઅંદર સમાજ અને ધર્મની દૃષ્ટિએ સાવ જુદા છે. આવા વિચાર બીજા પક્ષ તરફથી ઉપસ્થિત થાય તે તે સાધાર લેખી શકાય. તેથી હવે આ પક્ષ ઉપર જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. આપણે અત્રે જૈન ધર્મના અસલી પ્રાણને ન ઓળખીએ તે પ્રસ્તુત વિચાર તદ્દન અસ્પષ્ટ રહે અને લાંબા કાળથી પિલાતી આવેલી ભ્રમણાઓ ચાલુ રહે. તેથી જૈન ધર્મને વાસ્તવિક આત્મા શે અને કે છે તેને ટૂંકમાં પ્રથમ વિચાર કરીએ.
જેમ દરેક ધર્મનું કઈ ને કઈ વિશિષ્ટ ધ્યેય હોય છે તેમ જૈન ધર્મનું પણ એક વિશિષ્ટ ધ્યેય છે. તે જ જૈન ધર્મને અસલી પ્રાણું છે. તે ધ્યેયને સંક્ષેપમાં આ પ્રમાણે દર્શાવી શકાય. માનવતાના સર્વાગી વિકાસમાં આડે આવે તેવા બધા જ પ્રત્યા નિવારવા મથવું અને સાર્વત્રિક નિરપવાદ ભૂતયાના અર્થાત આભૌપમના સિદ્ધાન્તને આધારે પ્રાણીમાત્રને અને સવિશેષે માનવમાત્રને ઊંચ-નીચ, ગરીબ-તવંગર કે એવા કોઈ પણ જાતના ભેદભાવ સિવાય સુખસગવડની અને વિકાસની તક પૂરી પાડવી. આ મૂળભૂત એયમાંથી જ કેટલાંક જૈન ધર્મનાં વિશિષ્ટ લક્ષણે આવિર્ભાવ પામ્યાં છે, જેમ કે (૧) ઈ પણ દેવ દેવીના ભય કે અનુગ્રહ ઉપર જીવન જીવવાના વહેમથી મુક્તિ મેળવવી (૨) એવી મુકિતમાં બાધા નાખે તેવાં શાસ્ત્રો કે તેવી પરંપરાઓને પ્રમાણ તરીકે માનવાને સદંતર ઇનકાર કરે; (૩) એવાં શાસ્ત્રો, પરંપરાઓ ઉપર એકહથ્થુ સત્તા ધરાવતા હોય ને તેને આધારે જ લેકમાં વહેમ પિોષતા હોય તેવા વર્ગને ગુરુ તરીકે સદંતર ઇનકાર કરે; (૪) જે શાસ્ત્રો અને જે ગુરુવર્ગ એક અથવા બીજી રીતે હિંસાનું કે ધર્મક્ષેત્રમાં માનવ માનવ વચ્ચે અસમાનતાનું સ્થાપન-પિષણ કરતાં હોય તેને વિરોધ કર અને સાથે જ સૌને માટે ગુણની દૃષ્ટિએ ધર્મનાં કારે ઉન્મુક્ત કરવાં.
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૮૪ ]
દર્શન અને ચિંતન આ અને આમાંથી ફલિત થતાં બીજાં એવાં જ લક્ષણે ઉપરથી જૈન ધર્મને આત્મા ઓળખી શકાય છે. એવાં જ લક્ષણ દ્વારા જૈન આચારવિચારને અને તેનાં પ્રતિપાદક શાસ્ત્રોને દેહ ઘડાય છે. જેને ભગવાન મહાવીર કે બીજા કેઈ તેવા વિશિષ્ટ પુરુષને ક્રાંતિકાર, સુધારક કે પૂજ્ય તરીકે લેખતા-લેખાવતા હેય તે એમના એ દાવાની યથાર્થતા ઉપર સૂચવેલ જૈન ધર્મના પ્રાણને અમલમાં મૂકવાની શક્તિ ઉપર જ અવલંબિત છે. એવી શકિત જેનામાં ન હોય તેને જેને ગુરુ કે પૂજ્ય તરીકે માની શકે નહિ, અને જેઓ એવું એય ભાનતા ન હોય અગર માનવા-મનાવવામાં આડે આવતા હોય તેઓ જૈન પણ હોઈ શકે નહિ. આ બાબતમાં કઈ પણ જૈન વાંધો લે એવો સંભવ જ નથી. આ દૃષ્ટિએ જ જૈન ધર્મને વિચાર થઈ શકે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ હમેશાં ધર્મનિમિત્તે થનાર હિંસાને વિરોધ કરતો આવ્યો છે, અને અહિંસાની પ્રતિષ્ઠામાં પોતાને ફાળે દેતે આવ્યો છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન ધર્મ પિતાને જ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ માનનાર બ્રાહ્મણવર્ગના ગુરુત્વનો ઇનકાર કરતા આવ્યું છે અને ઊંચનીચનો ભેદ ગણ્યા સિવાય ગમે તે વર્ણના ધર્મજિજ્ઞાસુને પિતાના સંધમાં સ્થાન આપતો આવ્યો છે. તે એટલે લગી કે જેઓ સમાજમાં સાવ નીચી પાયરીએ લેખાતા અને જેઓ સમાજમાં તદ્દન હડધૂત થતા તેવા ચાંડાલ આદિને પણ જૈન ધર્મે ગુરુપદ આપ્યું છે, એટલું જ નહિ, પણ જે ઉચ્ચત્વાભિમાની બ્રાહ્મણે જૈન શ્રમણને, એની ક્રાન્તિકારિતાને કારણે, અદર્શનીય કે શુદ્ધ લેખતા, તેવા બ્રાહ્મણવર્ગને પણ, ધાર્મિક સમાનતાનો સિદ્ધાન્ત સજીવ બનાવવા માટે, જેન ધર્મ પોતાના ગુરુવર્ગમાં
સ્થાન આપતે આવ્યો છે. - જૈન આચાર્યોનું એવું વલણ રહ્યું છે કે તેઓ હંમેશાં પિતાના ધ્યેયને સિદ્ધ કરવામાં બને તેટલું વધારેમાં વધારે જાતે ભાગ લે અને પિતાની આસપાસ વધારે શક્તિશાળી હોય એવી બધી સત્તાઓને ઉપયોગ કરે. જે કામ તેઓ પોતે સરળતાથી ન કરી શકે તે કામ સિદ્ધ કરવા તેઓ પિતાના અનુયાયી કે અનુયાયી ન હોય એવા રાજા, મંત્રી, બીજા અધિકારી કે અન્ય સમર્થ જનોને પૂરેપૂરે ઉપયોગ કરે. જૈન ધર્મની મૂળ પ્રકૃતિ અને આચાર્યોએ કે વિચારવાન જૈન ગૃહસ્થાએ લીધેલું ધાર્મિક વલણ એ બન્ને જોતાં કોણ એમ કહી શકે કે હરિજને પોતે જૈન ધર્મસ્થાનોમાં આવવા માગતા હિય તે તેમને આવતા રોકવા? જે કામ જૈન ધર્મગુરુઓનું અને જૈન સંસ્થાઓનું હતું અને હેવું જોઈએ તે તેમના અજ્ઞાન ને પ્રમાદને લીધે બંધ
Page #8
--------------------------------------------------------------------------
________________
મહરિજને અને જેને
[ ૧૮૫ પડ્યું હેય ને બીજો કોઈ આપમેળે તે કામ કરી આપતો હોય તે કહે એ સમજદાર જૈન હશે કે જે એ કામને પિતાનું ગણું વધાવી નહિ લે, અને પિતાની આજ સુધીની અજ્ઞાનજન્ય ભૂલને સુધારવા બદલ એ કામ કરી આપનારને ધન્યવાદ નહિ આપે? આ રીતે જોવા જઈએ તો મુંબઈ સરકાર જે ધારે ઘડી રહી છે તે ખરી રીતે જૈન ધર્મનું જ કામ બજાવી રહી છે. જેનેએ તો હરિજન–મંદિર પ્રવેશ બિલ ઉપસ્થિત કરનાર અને તેને કાયદાનું રૂપ આપવા ઈચ્છનાર સરકાર દ્વારા હેમચંદ્ર, કુમારપાળ, હીરવિજયજી જ કામ કરી રહ્યા હોય એમ માની ચાલવું જોઈએ. તેને બદલે પિતાના મૂળભૂત ધ્યેયથી ઊલટી જ દિશામાં ચાલવું એ તે પિતાના ધર્મની હાર અને સનાતન વૈદિક પરમ્પરાની છત કબૂલવા બરાબર છે. હરિજન–મંદિરપ્રવેશ બિલ ગમે તેણે ઘડયું હોય ને ગમે તે સરકાર અધિકાર ઉપર હોય, પણ એમાં વિજય તે જૈન ધર્મના અસલી આત્માનો જ છે. આ વિજય દેખી તેમાં રાચવા અને તેને સાથ આપવાને બદલે પિતાની ધર્મસ્મૃતિ અને પ્રામાદિક સ્થિતિને જ ધર્મ લેખી સત્કાર્યને કલ્પિત લીલોથી વિરોધ કરે એ બીજું ગમે તે હોય પણ જેનપણું તે નથી જ.
જૈને પરાપૂર્વની જેમ પિતાના ત્યાગી સંધમાં, જાત કે લિંગનો ભેદ રાખ્યા સિવાય, સૌને સ્થાન આપતા આવ્યા છે તેમ તેઓ હમેશાં પિતાનાં ધર્મસ્થાનોમાં જન્મથી જૈનો ન હોય તેવાઓને સમજાવીને, લાલચથી, લાગવગથી કે બીજી રીતે લઈ જવામાં ગૌરવ માનતા આવ્યા છે. કોઈ પરદેશી ગૌરવર્ણ ભાઈ કે બાઈ, સત્તાધારી કે વૈભવશાળી પારસી કે મુસલમાન હોય, કેઈ અમલદાર ઠાકોર કે ભીલ હોય કે હરોઈ પણ જે તે સમ્પત્તિ, સત્તા કે વિદ્યાથી ઉચ્ચ ગણાતે હોય તે તેને પોતાનાં ધર્મસ્થાનમાં યેન કેન પ્રકારેણું લઈ જવામાં જેને જેન ધર્મની પ્રભાવના માનતા આવ્યા છે, અને એવી વ્યક્તિ જે આપમેળે જૈન ધર્મસ્થાનમાં આવવાની ઇચ્છા પ્રદર્શિત કરે તે તિ જૈન ગૃહસ્થ કે ત્યાગીઓની ખુશીને પાર રહેતું નથી. આ વસ્તુસ્થિતિ આજ લગી સામાન્ય છે. આ વખતે કોઈ પણ ત્યાગી કે ગૃહસ્થ જૈન એમ વિચારવા નથી ભલે કે મંદિર અગર ઉપાશ્રય આદિ ધર્મસ્થાનમાં આવનાર વ્યક્તિ રામનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે, અહુરમઝદનું નામ લે છે, કે ખુદા અગર ઈસુ ખ્રિસ્તનું નામ લે છે. એના મનમાં એટલું જ હોય છે કે ભલેને ગમે તે પંથને હૈય, ગમે તેનું નામ રટણ કરતો હોય, ગમે તેની ઉપાસના કરતે હોય, કદાચ માંસભક્ષી અને મદ્યપાની પણ હય, છતાં જે તે આપમેળે અગર મારી પ્રેરણાથી જૈન ધર્મસ્થાનમાં એકાદ વાર પણ
Page #9
--------------------------------------------------------------------------
________________
૮૬ ]
દર્શન અને ચિંતન આવશે તે તે કાંઈ ને કાંઈ ધ ગ્રહણ કરશે, કાંઈને કાંઈ શીખશે. આ. ઉદારતા જ્ઞાનમૂલક છે કે નિર્બળતામૂલક છે, પણ તે પિષવા અને ઉત્તેજના લાયક તે છે જ. હેમચન્દ્ર જ્યારે સિદ્ધરાજ પાસે જતા ત્યારે શું તેઓ જાણતા નહિ કે સિદ્ધરાજ શિવ છે? જ્યારે હેમચન્દ્ર એમનાથ પાટણના શિવ મંદિરમાં ગયા ત્યારે શું તેઓ જાણતા નહિ કે આ શિવમંદિર છે? જ્યારે તેમના ઉપાશ્રયમાં સિદ્ધરાજ અને કુમારપાળ આદિ પહેલવહેલા આવેલ ત્યારે શું તેઓએ રામ, કૃષ્ણ આદિનું નામ લેવું સર્વથા છેડી દીધું હતું? અને માત્ર અરિહંતના નામનું જ રટન કરતા હતા ? જ્યારે હીરવિજયજી અકબરના દરબારમાં ગયા ત્યારે શું અકબરે અને એના બીજા ભાદાર દરબારીઓએ ખુદા ને મહમદ પૈગંબરનું નામ છોડી દીધું હતું ? અથવા તે
જ્યારે અકબર હીરવિજયજીના ધર્મસ્થાનમાં આવ્યો ત્યારે શું તેણે ખુદાનું નામ અભરાઈએ મૂકી અરિહંતનું જ નામ ઉચ્ચારવું શરૂ કર્યું હતું? આવું કશું ન હતું, અને છતાં જૈને પહેલેથી આજ લગી સત્તાધારી, પ્રભાવશાળી, અને સમ્પત્તિશાળી હોય એવા ગમે તે વર્ગના માણસને માટે પિતાના ધર્મસ્થાનનાં દ્વાર ખુલ્લાં જ રાખતા આવ્યા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે જે જૈન. પરમ્પરાની પ્રકૃતિ આવી છે તે તે અત્યારે હરિજનના મંદિરે–પ્રવેશ બિલ વખતે આ ઉગ્ર વિરોધ કેમ કરે છે? જે વસ્તુ એ પરમ્પરાના પ્રાણમાં નથી તે વસ્તુ અત્યારે એના હાડમાં કયાંથી ઊતરી ?
- આને ઉત્તર જેન પરમ્પરાની નબળાઈમાં છે. ગુરુસંસ્થા પૂરત તે જાતિસમાનતાને સિદ્ધાંત જેનોએ મર્યાદિત અર્થમાં સાચવ્યો, કેમ કે અત્યારે પણ જૈન ગુસંસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ગેરાઓ, પારસીઓ આદિ કોઈપણ સંમાન્ય સ્થાન પામી શકે છે. હું મર્યાદિત અર્થમાં એટલા માટે કહું છું કે જે ગુરુસંસ્થામાં ક્યારેક હરિકેશી અને મેતારજ જેવા અસ્પૃશ્યોને પૂજ્ય પદ પ્રાપ્ત થયું હતું તે ગુરુસંસ્થામાં ત્યારબાદ કથારેય અસ્પૃશ્યને સ્થાન મળ્યું હોય તે ઈતિહાસ નથી. એટલું જ નહિ પણ, તે અસ્પૃસ્યને ઉદ્ધાર કરી તેમને સ્પૃશ્ય બનાવવાને અને માણસાઈની સામાન્ય ભૂમિકા ઉપર લાવવાને જન ધર્મને મૂળ સિદ્ધાંત પણ જેને સાવ ભૂલી ગયા છે. જૈનોને ત્યાં હરિજનોને પ્રવેશ છે, અને તે પણ અનિવાર્ય. માત્ર ગૃહસ્થને ત્યાં જ નહિ, પણ ધર્મસ્થાને સુધ્ધાંમાં હરિજનોને, તેઓ ઈચ્છે કે ન ઈછે તેય, અનિવાર્ય પ્રવેશ છે, પરંતુ તે પ્રવેશ સ્વાર્થ પ્રેરિત છે. જેને પિતાના જીવનને ટકાવવા, સ્વચ્છતા ને આરે.. અને આદર્શ ગુલામીના પિષણ દ્વારા ટકાવી રાખવા હરિજનોને તેઓ ના
Page #10
--------------------------------------------------------------------------
________________
હન્જિન અને જૈના
[ ૧૮૭
ઇચ્છે તોય, પેાતાને ત્યાં અને પોતાનાં ધર્મસ્થાનામાં લાવે છે, આવવા દે છે. આને અથ એ થયો કે જ્યારે ધર્મસ્થાનાની સ્વચ્છતા માટે હરિજા તેમાં આવે છે ત્યારે તેઓ કયા દેવનું નામ લે છે એની નેને કશી પડી નથી; માત્ર તેમને ગરજ છે એટલે તેમને વિશે વિચાર નથી કરતા, પણ જ્યારે એ જ હરિજના સ્વચ્છ થઈ જૈન ધર્મસ્થાનોમાં આવવા ઇચ્છતા હાય અગર તેમને આવવામાં નડતી પ્રણાલિકાઓને તોડવા પૂરતા કાયદો થતા હોય ત્યારે જ જૈનોને યાદ આવી જાય છે કે--અરે, આ આવનારા અસ્પૃશ્યો કયાં અરિહંતનુ નામ લે છે? એ તે મહાદેવ કે મહમદને માનનાર છે.. જૈનોની આ ધનિષ્ઠા (!) જેવી તેવી છે શું ?
પણ આપણે એક ખીજી રીતેય વિચાર કરીએ, અને તે એ કે ધારા કે અસ્પૃશ્યવર્ગ કાલે એક અથવા ખીજા હાદ્દા ઉપર આવતા જાય ( જેમ ક્રિશ્ચિયન થયા પછી આવે છે તેમ અને તે આવવાના છે એ તો ચોક્કસ જ), એ જ રીતે અસ્પૃશ્યવર્ગ કેળવણી કે ધંધા દ્વારા સમૃદ્ધિમાન ને માભાદાર પણ થયો, જેમ આંબેડકર આદિગૃહસ્થા થયા છે તેમ, તેવે વખતે શું જેના તેમને પોતાનાં ધર્મસ્થાનામાં આવવા માટે બીજા લેાકાને આવકારે છે તેમ આવકારશે ? કે તે વખતે પણ બિલને વિરોધ કરે છે તેમ વિરાધ જ કરશે ? જેએ જૈન પરમ્પરાની વૈશ્ય પ્રકૃતિ જાણે છે તે નિઃશ'કપણે કહી શકશે. ૐ ના તેવે વખતે અસ્પૃસ્યવતા તેટલા જ આદર કરશે, જેટલે આદર આજે અને ભૂતકાળમાં ક્રિશ્ચિયના, મુસલમાન, પારસીએ અને બીજા માલાદાર અન્ય ધર્મી તા કરતા આવ્યા છે અને કરે છે. આ ચર્ચા એટલું જ સૂચવે છે કે જૈન પરમ્પરા પેાતાને ધસિદ્ધાન્ત વીસરી ગઈ છે, તે માત્ર સત્તા તેમ જ ધનની પ્રતિષ્ઠામાં જ ધર્મની પ્રતિષ્ઠા લેખતી થઈ ગઈ છે. જો. આમ છે તો એ કહેવાનો શો અર્થ છે કે હિરજના હિન્દુ છતાં જૈન નથી. માટે જ અમે જૈન મંદિરમાં દાખલ થવાની છૂટ આપતા ધારા માન્ય કરી શકીએ નહિ ? હરિજના સિવાયના બધા જ અજૈન હિન્દુઓ ને જૈન ધ સધમાં ને જૈન ધર્મસ્થાનમાં જવામાં કોઈ પ્રતિબંધ નથી. ઊલટું તેને પોતાના સધમાં અને ધર્મસ્થાનમાં લાવવાના વિવિધ પ્રયત્નો થાય છે, તે હિન્દુ સમાજના જ બીજા એક ઊતરતા અંગ જેવા જિનેને જૈન સંસ્થા પોતાનાં ધર્મસ્થાનેમાં અને પોતાની કેળવણીની સંસ્થાએમાં આપમેળેજ આવકારે તેમાં જ તેમના ધાર્મિક સિદ્ધાન્તની રક્ષા અને મેભા છે. જૈનાએ તે એમ કહેવું જોઈએ કે અમારે ખિલફિલની કે ધારા-ખરાની કસી જરૂરિયાત છે જ નહિ; અમે તો અમારા ધસિદ્ધાન્તને બળેજ હરિજન કે.
Page #11
--------------------------------------------------------------------------
________________ 188 ]. દર્શન અને ચિંતન ગમે તેને માટે અમારું ધર્મસ્થાન ખુલ્લું મૂકીએ છીએ અને સદા એ સ્થાન સૌને માટે અભંગદ્વાર છે. આમ કહેવાને બદલે વિધિ કરવા આડીઅવળી દલીલોનાં ફાંફાં મારવાં એથી વધારે નાશી જૈન ધર્મની બીજી હોઈ શકે નહિ. પણ પિતાની નામોશીની પરવા ન કરવા જેટલું જે જૈન માનસ ઘડાયું છે તેનાં મૂળમાં ઈતિહાસ રહેલે છે અને તે ઇતિહાસ એટલે જેનોએ વ્યવહારના ક્ષેત્રમાં બ્રાહ્મણવર્ગના જાતિભેદના સિદ્ધાન્ત સામે સર્વથા નમતું આપ્યું તે. ભગવાન મહાવીરથી જ નહિ, પણ તેમના પહેલાંથી શરૂ થયેલ જાતિસમાનતાને સિદ્ધાન્ત ચાલુ શતાબ્દીના જૈન ગ્રંથમાં પણ એકસરખું સમર્થન પામ્યો છે, અને શાસ્ત્રોમાં એ સિદ્ધાન્તના સમર્થનમાં બ્રાહ્મણવર્ગની કઈ પણ જાતની શેહ રાખવામાં આવી નથી. અને છતાંય એ જ શાસ્ત્રના લખાવનારાઓ, વાચનારાઓ અને શ્રોતા જેને પાછા હરિજને કે બીજા એવા દલિત લેકેને ધાર્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં સમાનતા અર્પવાની કે પ્રવેશ આપવાની સાફ ના ભણે છે. આ કેવું અચરજ ! પશ્ચિમન સામ્યવાદ હોય કે સમાનતાને ધોરણે રચાયેલ કોંગ્રેસી કાર્ય ક્રમ હેય, અગર ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ હેય–તે બધું જે દલિતોને ઉદ્ધાર કરનાર હોય અને માનવતાના વિકાસમાં પડેલા અવરોધોને દૂર કરી તેના સ્થાનમાં વિકાસની અનુકૂળતાએ કરી આપનાર હોય તે શું એમાં જેન ધર્મને પ્રાણ નથી ધબકતો? શું જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતની સમજણ અને રક્ષાને આધાર માત્ર કુળ-જૈને ઉપર જ હોઈ શકે ? શું જૈન ધર્મના સિદ્ધાંતને ઊગવા અને વિકસવા માટે પરમ્પરાથી ચાલ્યો આવતે. જૈન વાડે જ જોઈએ ? જે ના, તે પછી વગર મહેનતે, વગર ખર્ચે જૈન ધર્મના સિદ્ધાંતને પુનર્જીવન પામવાની તક ઉપસ્થિત થતી હોય એવે ટાણે જેનેએ હરિજન–મંદિર પ્રવેશ બિલને વધાવી લેવાને બદલે તેને વિધિ કરે છે તે સનાતની વૈદિક વર્ણાશ્રમી સંધના જમાનાજુના જૈન ધર્મ અને શ્રમણ ધર્મ માત્રના વિરોધી વલણને ટેકે આપવા બરાબર છે. આ દૃષ્ટિએ જેઓ વિચાર કરશે તેમને એમ લાગ્યા સિવાય નહિ રહે કે જે કામ જૈન પરમ્પરાનું હતું અને છે, જે કામ કરવા માટે એ જ પહેલ કરવી જોઈએ અને સંકટ સહવાં જોઈએ, બ્રાહ્મણવર્ગના વર્ચસ્વને લીધે પરાભવ પામેલ જૈન ધર્મના તેજને જે ઉદ્ધાર જેનેએ જ કરવો જોઈ તે હતે તે બધું કામ મૂળભૂત સિદ્ધાન્તની શુદ્ધિના બળે જ આપોઆપ થઈ રહ્યું છે ત્યાં સાથ ન આપતાં વિરોધ કરે એમાં તે પાછીપાની કરવા જેવું અને કર્તવ્યભ્રષ્ટ થવા જેવું છે. પ્રસ્થાન, જેઠ. 2006