________________
હરિજને અને જેને
[ ૧૮૩ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મને એક શરીર માનીએ અને તેના ભેદ તથા પેટભેદને હાથ-પગ જેવા અવયવ અગર અંગૂઠા–આંગળી જેવા પેટા અવયવ માનીએ તે હરિજન એ હિન્દુ ધર્મને અનુસરતા હિન્દુ સમાજના બીજા મોટા એવા એક વૈદિક-પૌરાણિક ધર્માનુયાયી સમાજમાં જ સ્થાન પામી શકે, નહિ કે જૈન સમાજમાં. હરિજન હિન્દુ છે, જેને પણ હિન્દુ છે. તેથી હરિજને અને જેને એ બને અભિન્ન સાબિત નથી થતા, જેમ કે બ્રાહ્મણે અને રજપૂત અગર રજપૂત અને મુસલમાને. મનુષ્ય સમાજના બ્રાહ્મણ, રજપૂત અને મુસલમાન એ બધા અંગે છે તેટલા માત્રથી તે પ્રત્યેક, મનુષ્ય તરીકે એક હોવા છતાં, અંદરોઅંદર તેઓ બિલકુલ ભિન્ન જ છે તેમ હરિજને અને જૈન હિન્દુ હોવા છતાં અંદરોઅંદર સમાજ અને ધર્મની દૃષ્ટિએ સાવ જુદા છે. આવા વિચાર બીજા પક્ષ તરફથી ઉપસ્થિત થાય તે તે સાધાર લેખી શકાય. તેથી હવે આ પક્ષ ઉપર જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. આપણે અત્રે જૈન ધર્મના અસલી પ્રાણને ન ઓળખીએ તે પ્રસ્તુત વિચાર તદ્દન અસ્પષ્ટ રહે અને લાંબા કાળથી પિલાતી આવેલી ભ્રમણાઓ ચાલુ રહે. તેથી જૈન ધર્મને વાસ્તવિક આત્મા શે અને કે છે તેને ટૂંકમાં પ્રથમ વિચાર કરીએ.
જેમ દરેક ધર્મનું કઈ ને કઈ વિશિષ્ટ ધ્યેય હોય છે તેમ જૈન ધર્મનું પણ એક વિશિષ્ટ ધ્યેય છે. તે જ જૈન ધર્મને અસલી પ્રાણું છે. તે ધ્યેયને સંક્ષેપમાં આ પ્રમાણે દર્શાવી શકાય. માનવતાના સર્વાગી વિકાસમાં આડે આવે તેવા બધા જ પ્રત્યા નિવારવા મથવું અને સાર્વત્રિક નિરપવાદ ભૂતયાના અર્થાત આભૌપમના સિદ્ધાન્તને આધારે પ્રાણીમાત્રને અને સવિશેષે માનવમાત્રને ઊંચ-નીચ, ગરીબ-તવંગર કે એવા કોઈ પણ જાતના ભેદભાવ સિવાય સુખસગવડની અને વિકાસની તક પૂરી પાડવી. આ મૂળભૂત એયમાંથી જ કેટલાંક જૈન ધર્મનાં વિશિષ્ટ લક્ષણે આવિર્ભાવ પામ્યાં છે, જેમ કે (૧) ઈ પણ દેવ દેવીના ભય કે અનુગ્રહ ઉપર જીવન જીવવાના વહેમથી મુક્તિ મેળવવી (૨) એવી મુકિતમાં બાધા નાખે તેવાં શાસ્ત્રો કે તેવી પરંપરાઓને પ્રમાણ તરીકે માનવાને સદંતર ઇનકાર કરે; (૩) એવાં શાસ્ત્રો, પરંપરાઓ ઉપર એકહથ્થુ સત્તા ધરાવતા હોય ને તેને આધારે જ લેકમાં વહેમ પિોષતા હોય તેવા વર્ગને ગુરુ તરીકે સદંતર ઇનકાર કરે; (૪) જે શાસ્ત્રો અને જે ગુરુવર્ગ એક અથવા બીજી રીતે હિંસાનું કે ધર્મક્ષેત્રમાં માનવ માનવ વચ્ચે અસમાનતાનું સ્થાપન-પિષણ કરતાં હોય તેને વિરોધ કર અને સાથે જ સૌને માટે ગુણની દૃષ્ટિએ ધર્મનાં કારે ઉન્મુક્ત કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org