________________
૧૮૨ ]
દર્શોન અને ચિંતના
ધ્રુવની ‘હિન્દુ ધર્મની ખાળપોથી' લઇએ, કે દીવાન ન દાશંકર મહેતાને
*
હિન્દુ તત્ત્વજ્ઞાનના ઇતિહાસ ' લઈ એ તે જણાશે કે તેમાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ જ જીવતી ભારતીય ધમ પર પરાઓને હિન્દુ ધમ તરીકે માન્ય રાખવામાં આવી છે, જે બધી રીતે વામી છે.
આટલી ચર્ચા ખીજા પક્ષનુ પેાકળપણું જાણવા માટે બસ થવી જોઈ એ. આ પ્રમાણે જૈન ધર્મ હિન્દુ-ધર્માંન્તર્ગત હાય અતે જ, તેપણ એ પ્રશ્ન તા ઊભા જ રહે છે કે જો મૂળે હરિજા જૈન સમાજના અંગ તેમ જ જૈન ધર્મના અનુયાયી ન હાય તા, તેમને માટે ઘડાત કાયı તે હિન્દુ સમાજના જે ભાગના અંશ હોય અગર હિન્દુ ધર્મની જે શાખાના અનુયાયી ગણાવા યાગ્ય હાય તેટલા જ હિન્દુ સમાજના કે હિન્દુ ધર્મના ભાગને લાગુ પડે તેવા જોઈએ, નહિં કે આખા હિન્દુ સમાજ કે આખા ધર્મને લાગુ પડે તેવા.
જેના પોતાના સમાજમાં હરિજનોને અત્યાર લગી લેખતા જ નથી આવ્યા કે નથી હરિજને પાતાને જૈન સમાજના ઘટક તરીકે લેખતા. એજ રીતે હરિજનામાં જૈન ધર્મતુ એકકે વિશિષ્ટ લક્ષણૢ આચરાતું નથી રહ્યું કે નથી હરજને જૈન ધર્મ આર્યોના દાવા કરતા. હરિજનામાં ગમે તેટલી નાતજાતા હાય, પણ તેમાંથી જે ક્રિશ્ચિયન નથી અને જેઓએ ઇસ્લામ નથી સ્વીકાર્યાં તે બધા શકર, રામ, કૃષ્ણ, દુર્ગા, કાળી ઇત્યાદિ અનેક વૈદિક કે પૌરાણિક પર પરાના દેવામાંથી જ કાઈને અને કાઈ ને માને ભજે છે અને વૈદિક કે પૌરાણિક ગણાતા હોય એવાં જ તીર્થીને કે પવતિથિને અગર વ્રત-નિયમાને પાળે છે. હિરજનામાંથી થઈ ગયેલ જૂના વખતના સા કે પાછલા વખતના સંત પણ વૈદિક કે પૌરાણિક પર પરામાં જ છેવટે સ્થાન પામ્યા છે. તેથી હરિજનને હિન્દુ સમાજના અંગ અને હિન્દુ ધર્મના અનુયાયી માની લેવા છતાંય તેમને સમાસ હિન્દુ સમાજની વૈદિક-પૌરાણિક પરપરામાં થઈ શકે, જૈન પરંપરામાં તે નહિ જ. આવેશ ફલિતાર્થે અધી ચર્ચા ઉપરથી નીકળે છે, અને તે સાધાર પણ છે. તેથી ખીજા પક્ષની રજૂઆત કરનારાઓએ હરિજન–મંદિરપ્રવેશના બિલને જૈન સમાજથી ખાકાત રખાવવું હોય તો એમ કહેવાની જરૂર નથી કે જૈન ધર્મ હિન્દુ ધર્મથી · જુદે છે, પણ એમણે બહુ બહુ તો એટલું જ કહેવું જોઈ એ કે હરિજનેય હિન્દુ છે, જૈતા પણ હિન્દુ છે, જૈન ધમ પણ હિન્દુ ધર્મના એક ભાગ છે; છતાં હરિજના જૈન સમાજના નથી અંગ કે નથી જૈન ધર્મના અનુયાયી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org