Book Title: Harijano ane Jaino
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ હરિજને અને જેને [ ૭] જ્યારથી મુંબઈ ધારાસભામાં હરિજનમંદિરપ્રવેશનું બિલ ઉપસ્થિત થયું છે ત્યારથી, લાંબા વખત થયાં સૂતેલું જૈનેનું માનસ સવિશેષ જાગૃત થયું છે. એ ભાનસના કોઈ એક ખૂણાથી એ ધ્વનિ, પંડિતાઈ શેઠાઈ અને સાધુશાહી સાથે, ઊડવા લાગે છે કે હરિજને તે હિંદુ સમાજને ભાગ છે અને જેને તે હિંદુ સમાજથી જુદા છે, એટલે કે હિન્દુ સમાજને લક્ષીને ઘડવામાં આવેલ હરિજન–મંદિરપ્રવેશ બિલ જૈન સમાજને લાગુ પડી શકે નહિ. એ જાગૃત જૈન માનસના બીજે ખૂણેથી વળી એ નાદ ઊર્યો છે કે ભલે જૈન સમાજ હિન્દુ સમાજને એક ભાગ હોય અને તેથી જૈન સમાજ હિન્દુ ગણાય, તે પણ જૈન ધર્મ એ હિન્દુ ધર્મથી સાવ જુદો છે, અને હરિજન-મંદિરપ્રવેશ બિલ હિન્દુ ધર્મમાં સુધારા દાખલ કરવાને લગતું હોવાથી તે જૈન ધર્મને લાગુ પડી શકે નહિ, કેમ કે હરિજન એ હિન્દુ ધર્મના અનુયાયી છે, જૈન ધર્મના નહિ. અને જૈન ધર્મ તે મૂળે હિન્દુ ધર્મથી જુદો છે. આ બે વિરોધી સૂરે ઉપરાંત એ જાગૃત જૈન માનસમાંથી બીજા પણ સૂરે ઊઠયા છે. કેઈ સૂર એ છે કે તે લાંબા વખતથી ચાલુ એવી જૈન પરમ્પરા અને પ્રણાલીને આડે ધરી હરિજનને જૈન મંદિરપ્રવેશથી બાકાત રાખવા એ બિલને વિષેધ કરે છે. બીજો સૂર વળી જૈન મંદિરે ઉપર જૈન સંપત્તિ અને જેના માલિકને દાવો રજુ કરી એ બિલ સામે મેર રચે છે. બીજી બાજુ એવા જ જાગૃત જૈન માનસમાંથી ઉપર સૂચવેલ જુદા જુદા વિધી સુરેને જવાબ આપતે એક નવયુગીન પ્રતિધ્વનિ પણ સ્પષ્ટપણે ઊઠયો છે. આ લેખમાં ભારે વિચાર બને તેટલા ટૂંકાણમાં, છતાં લંબાણના અતિભય સિવાય, એ બધા પક્ષેની યોગ્યતા-અયોગ્યતા તપાસવાને તેમ જ પિતાને નિર્ણય સ્પષ્ટપણે રજૂ કરવાનો છે. હવે અનુક્રમે એક એક પક્ષ લઈ વિચાર કરીએ. પહેલા પક્ષનું એમ કહેવું છે કે જૈન સમાજ હિન્દુ સમાજથી જુદે છે તે એ પક્ષની સંકુચિત દૃષ્ટિ પ્રમાણેની “હિન્દુ’ શબ્દની વ્યાખ્યા પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11