________________
હન્જિન અને જૈના
[ ૧૮૭
ઇચ્છે તોય, પેાતાને ત્યાં અને પોતાનાં ધર્મસ્થાનામાં લાવે છે, આવવા દે છે. આને અથ એ થયો કે જ્યારે ધર્મસ્થાનાની સ્વચ્છતા માટે હરિજા તેમાં આવે છે ત્યારે તેઓ કયા દેવનું નામ લે છે એની નેને કશી પડી નથી; માત્ર તેમને ગરજ છે એટલે તેમને વિશે વિચાર નથી કરતા, પણ જ્યારે એ જ હરિજના સ્વચ્છ થઈ જૈન ધર્મસ્થાનોમાં આવવા ઇચ્છતા હાય અગર તેમને આવવામાં નડતી પ્રણાલિકાઓને તોડવા પૂરતા કાયદો થતા હોય ત્યારે જ જૈનોને યાદ આવી જાય છે કે--અરે, આ આવનારા અસ્પૃશ્યો કયાં અરિહંતનુ નામ લે છે? એ તે મહાદેવ કે મહમદને માનનાર છે.. જૈનોની આ ધનિષ્ઠા (!) જેવી તેવી છે શું ?
પણ આપણે એક ખીજી રીતેય વિચાર કરીએ, અને તે એ કે ધારા કે અસ્પૃશ્યવર્ગ કાલે એક અથવા ખીજા હાદ્દા ઉપર આવતા જાય ( જેમ ક્રિશ્ચિયન થયા પછી આવે છે તેમ અને તે આવવાના છે એ તો ચોક્કસ જ), એ જ રીતે અસ્પૃશ્યવર્ગ કેળવણી કે ધંધા દ્વારા સમૃદ્ધિમાન ને માભાદાર પણ થયો, જેમ આંબેડકર આદિગૃહસ્થા થયા છે તેમ, તેવે વખતે શું જેના તેમને પોતાનાં ધર્મસ્થાનામાં આવવા માટે બીજા લેાકાને આવકારે છે તેમ આવકારશે ? કે તે વખતે પણ બિલને વિરોધ કરે છે તેમ વિરાધ જ કરશે ? જેએ જૈન પરમ્પરાની વૈશ્ય પ્રકૃતિ જાણે છે તે નિઃશ'કપણે કહી શકશે. ૐ ના તેવે વખતે અસ્પૃસ્યવતા તેટલા જ આદર કરશે, જેટલે આદર આજે અને ભૂતકાળમાં ક્રિશ્ચિયના, મુસલમાન, પારસીએ અને બીજા માલાદાર અન્ય ધર્મી તા કરતા આવ્યા છે અને કરે છે. આ ચર્ચા એટલું જ સૂચવે છે કે જૈન પરમ્પરા પેાતાને ધસિદ્ધાન્ત વીસરી ગઈ છે, તે માત્ર સત્તા તેમ જ ધનની પ્રતિષ્ઠામાં જ ધર્મની પ્રતિષ્ઠા લેખતી થઈ ગઈ છે. જો. આમ છે તો એ કહેવાનો શો અર્થ છે કે હિરજના હિન્દુ છતાં જૈન નથી. માટે જ અમે જૈન મંદિરમાં દાખલ થવાની છૂટ આપતા ધારા માન્ય કરી શકીએ નહિ ? હરિજના સિવાયના બધા જ અજૈન હિન્દુઓ ને જૈન ધ સધમાં ને જૈન ધર્મસ્થાનમાં જવામાં કોઈ પ્રતિબંધ નથી. ઊલટું તેને પોતાના સધમાં અને ધર્મસ્થાનમાં લાવવાના વિવિધ પ્રયત્નો થાય છે, તે હિન્દુ સમાજના જ બીજા એક ઊતરતા અંગ જેવા જિનેને જૈન સંસ્થા પોતાનાં ધર્મસ્થાનેમાં અને પોતાની કેળવણીની સંસ્થાએમાં આપમેળેજ આવકારે તેમાં જ તેમના ધાર્મિક સિદ્ધાન્તની રક્ષા અને મેભા છે. જૈનાએ તે એમ કહેવું જોઈએ કે અમારે ખિલફિલની કે ધારા-ખરાની કસી જરૂરિયાત છે જ નહિ; અમે તો અમારા ધસિદ્ધાન્તને બળેજ હરિજન કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org