SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 188 ]. દર્શન અને ચિંતન ગમે તેને માટે અમારું ધર્મસ્થાન ખુલ્લું મૂકીએ છીએ અને સદા એ સ્થાન સૌને માટે અભંગદ્વાર છે. આમ કહેવાને બદલે વિધિ કરવા આડીઅવળી દલીલોનાં ફાંફાં મારવાં એથી વધારે નાશી જૈન ધર્મની બીજી હોઈ શકે નહિ. પણ પિતાની નામોશીની પરવા ન કરવા જેટલું જે જૈન માનસ ઘડાયું છે તેનાં મૂળમાં ઈતિહાસ રહેલે છે અને તે ઇતિહાસ એટલે જેનોએ વ્યવહારના ક્ષેત્રમાં બ્રાહ્મણવર્ગના જાતિભેદના સિદ્ધાન્ત સામે સર્વથા નમતું આપ્યું તે. ભગવાન મહાવીરથી જ નહિ, પણ તેમના પહેલાંથી શરૂ થયેલ જાતિસમાનતાને સિદ્ધાન્ત ચાલુ શતાબ્દીના જૈન ગ્રંથમાં પણ એકસરખું સમર્થન પામ્યો છે, અને શાસ્ત્રોમાં એ સિદ્ધાન્તના સમર્થનમાં બ્રાહ્મણવર્ગની કઈ પણ જાતની શેહ રાખવામાં આવી નથી. અને છતાંય એ જ શાસ્ત્રના લખાવનારાઓ, વાચનારાઓ અને શ્રોતા જેને પાછા હરિજને કે બીજા એવા દલિત લેકેને ધાર્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં સમાનતા અર્પવાની કે પ્રવેશ આપવાની સાફ ના ભણે છે. આ કેવું અચરજ ! પશ્ચિમન સામ્યવાદ હોય કે સમાનતાને ધોરણે રચાયેલ કોંગ્રેસી કાર્ય ક્રમ હેય, અગર ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ હેય–તે બધું જે દલિતોને ઉદ્ધાર કરનાર હોય અને માનવતાના વિકાસમાં પડેલા અવરોધોને દૂર કરી તેના સ્થાનમાં વિકાસની અનુકૂળતાએ કરી આપનાર હોય તે શું એમાં જેન ધર્મને પ્રાણ નથી ધબકતો? શું જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતની સમજણ અને રક્ષાને આધાર માત્ર કુળ-જૈને ઉપર જ હોઈ શકે ? શું જૈન ધર્મના સિદ્ધાંતને ઊગવા અને વિકસવા માટે પરમ્પરાથી ચાલ્યો આવતે. જૈન વાડે જ જોઈએ ? જે ના, તે પછી વગર મહેનતે, વગર ખર્ચે જૈન ધર્મના સિદ્ધાંતને પુનર્જીવન પામવાની તક ઉપસ્થિત થતી હોય એવે ટાણે જેનેએ હરિજન–મંદિર પ્રવેશ બિલને વધાવી લેવાને બદલે તેને વિધિ કરે છે તે સનાતની વૈદિક વર્ણાશ્રમી સંધના જમાનાજુના જૈન ધર્મ અને શ્રમણ ધર્મ માત્રના વિરોધી વલણને ટેકે આપવા બરાબર છે. આ દૃષ્ટિએ જેઓ વિચાર કરશે તેમને એમ લાગ્યા સિવાય નહિ રહે કે જે કામ જૈન પરમ્પરાનું હતું અને છે, જે કામ કરવા માટે એ જ પહેલ કરવી જોઈએ અને સંકટ સહવાં જોઈએ, બ્રાહ્મણવર્ગના વર્ચસ્વને લીધે પરાભવ પામેલ જૈન ધર્મના તેજને જે ઉદ્ધાર જેનેએ જ કરવો જોઈ તે હતે તે બધું કામ મૂળભૂત સિદ્ધાન્તની શુદ્ધિના બળે જ આપોઆપ થઈ રહ્યું છે ત્યાં સાથ ન આપતાં વિરોધ કરે એમાં તે પાછીપાની કરવા જેવું અને કર્તવ્યભ્રષ્ટ થવા જેવું છે. પ્રસ્થાન, જેઠ. 2006 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249178
Book TitleHarijano ane Jaino
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Society
File Size102 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy