________________
૧૮૦ ]
દર્શન અને ચિંતન માન્ય થયો છે અને તે એ કે કાશ્મીરથી કન્યાકુમારી અને સિધથી આસામ સુધી બધે ભાગ તે “હિન્દ'.
પણું હિન્દ કે હિન્દુસ્તાનને અર્થ ગમે તેટલે જૂના અને ક્રમે ક્રમે વિસ્તર્યો હોય છતાં એ પ્રશ્ન તે ઊભે જ રહે છે કે હિન્દુ સમાજમાં કેણ કેણુ આવે? શું હિન્દુસ્તાનમાં વસતા બધા જ હિન્દુ સમાજમાં સમાસ પામે છે કે તેમાંથી અમુક જ ? અને જે અમુક જ વર્ગે હિન્દુ સમાજમાં સમાસ પામતા હોય તો તે કયા કયા ? આને ઉત્તર શોધવા બહુ આઘે જવું પડે તેમ નથી. જોકે હિન્દુસ્તાનમાં પરાપૂર્વથી અનેક જાતિઓ અને માનવકુળ. આવતાં રહ્યાં છે અને સ્થિર થયાં છે, પણ એ બધાં હિન્દુ સમાજમાં સ્થાન પામ્યાં નથી. આપણે જાણીએ છીએ કે મુસ્લિમે આ દેશમાં વ્યાપારી તરીકે અને રાજ્યકર્તા તરીકે આવીને સ્થિર થયા, પણ તેઓ હિન્દુ સમાજથી જુદા જ ગણાય છે. એ જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે. કાંઈકે મુસલમાનોના આવ્યા પહેલેથી અને ત્યાર બાદ સવિશેષે પારસીઓ હિન્દુસ્તાનમાં આવી વસ્યા અને તેમણે પણ મુસલમાનની પેઠે હિન્દુસ્તાનને ભાતૃભૂમિ માની લીધી છે, છતાંય તે હિન્દુ સમાજથી જુદા ગણાય છે. એ જ રીતે ક્રિશ્ચિયન ગેરી જાતિઓ પણ હિન્દુસ્તાનમાં રહેવા છતાં હિન્દુ સમાજનું અંગ બની નથી. આ બધું ધ્યાનમાં લઈ તેમ જ હિન્દુ સમાજમાં ગણના પામેલ જાતિઓ અને વર્ગોના ધાર્મિક ઇતિહાસને ધ્યાનમાં લઈ, તિલક જેવા સુત્ત વિચારકોએ “હિન્દુશબ્દની જે વ્યાખ્યા બાંધી છે તે તદ્દન સાચી છે. તે વ્યાખ્યા પ્રમાણે જેના પુણ્યપુરુષ અને તીર્થો હિન્દુસ્તાનમાં આવ્યાં હેય, એટલે કે જેઓ હિન્દુસ્તાનને જ પોતાના દે અને ઋષિઓનું જન્મસ્થાન તેમ જ હિન્દુસ્તાનને જ પિતાની તીર્થભૂમિ માનતા હોય તે હિન્દુ, અને તેમને આખો સમાજ તે હિન્દુ સમાજ.
આપણું જેનોને ઉપર કહેલ હિન્દુ સમાજની વ્યાખ્યા ભાન્ય ન કરવા માટે કઈ પણ કારણ નથી. જૈનોના બધાં જ પુણ્યપુરુષો અને પુણ્યતીર્થે માત્ર હિન્દુસ્તાનમાં જ આવેલાં છે. તેથી જેને હિન્દુ સમાજથી જુદા હોઈ શકે નહિ. તેમને જુદા બનાવવાની પ્રવૃત્તિ જેટલી ઐતિહાસિક ભ્રમણાવાળી છે તેટલી જ “હિન્દુ” શબ્દને “વેદિક પરમ્પરા” એટલે સંકુચિત અર્થ કરી અણસમજુ અને સમ્પ્રદાયધેલા જેનેને ભરમાવવામાં આવે છે. પણ આ પહેલા પક્ષની પિકળતા અત્યારે ભણેલગણેલ ગણાતા કેટલાક લોકેના ધ્યાનમાં આવી ગઈ છે. એટલે વળી તેમણે એક નવો જ મુદ્દો ઊભો કર્યો છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org