Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 8
________________ પાપ લમણે ઝીંકાઈ જાય. વળી શબ્દના અર્થનો પણ લોપ ન થાય તેની કાળજી રાખવી. જ્ઞાની ગુરુની જોગવાઈ હોય તો શ્રાવકોએ શુદ્ધ અર્થ સાંભળવાની જ ઈચ્છા રાખવી જોઈએ. આ રીતે શુદ્ધ ઉચ્ચાર બને, અને શુદ્ધિ દ્વારા સારો બોધ થાય છે. માટે શબ્દના ભેદને સમજવા માટે શ્રુતજ્ઞાન હોવું જરૂરી છે અને શ્રુતજ્ઞાનની શુદ્ધિ વ્યાકરણ દ્વારા આસાનીથી થઈ શકે છે. વ્યાકરણને કે સંસ્કૃતને સમજવા માટે ધાતુરૂપો-શબ્દરૂપો, લિંગ, વચન, કાળ વિગેરે જ્ઞાન જરૂરી હોય છે. પ્રસ્તુત પુસ્તક હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલીમાં પણ પં. શ્રી દિનેશભાઈએ ભારે જહેમત કરી વિવિધ રૂપો તૈયાર કર્યા છે જેની આ બીજી આવૃત્તિ છપાઈ રહી છે. એ જ બતાવે છે કે આ ગ્રન્થની કેટલી માંગણી હશે. સાધુ-સાધ્વીજી, મુમુક્ષુ-પંડિતો તેમજ અન્ય અભ્યાસુકોને ખૂબ જ ઉપયોગી બનશે તે નિર્વિવાદ છે. આ પુસ્તકના માધ્યમથી શુદ્ધ અર્થનો બોધ થશે અને તે જાણકારી દ્વારા પ્રશસ્ત અર્થમાં મનને જોડી શકાશે. કેમકે પ્રશસ્ત અપ્રશસ્તશ્રુત વૈરાગ્યોત્પાદક અર્થમાં જ જોડી દેવું જોઈએ. એટલે આ ધાતુ-કૃદન્તના રૂપોને સમજવાથી ભાષા ઉપર કાબુ આવે. જેના માધ્યમથી આગળ-કાવ્ય કે સાહિત્યમાં સુંદર - ગતિ થાય. જેના કારણે વૈરાગ્યભાવ મજબૂત બને. બસ એવા જ પ્રશસ્તભાવથી મોક્ષના અભિલાષી જીવોએ સાત્વિક મનથી આ અધ્યયન કરી-કરાવી, જીવનને કૃતાર્થ કરવું જોઈએ. શ્રુતજ્ઞાન દ્વારા સૌ જીવો કર્મક્ષય કરી શાશ્વત સુખ પામે. એ જ એકમાત્ર શુભાભિલાષા... વિ.સં. ૨૦૬૩ આસો સુદ-૭ ઉસ્માનપુરા-અમદાવાદ. - વિજયરત્નચન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 392