Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 6
________________ દ્વિતીયાવૃત્તિના પ્રકાશનના અવસરે... ચારેક વર્ષ પૂર્વે પં. શ્રી દિનેશભાઈ કે. મહેતાએ શ્રી સુરેન્દ્રસૂરિ જૈન પાઠશાળા દ્વારા હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી પ્રકાશિત કરેલ. જે સંસ્કૃતના અભ્યાસુગણમાં ખૂબ જ આવકાર્ય બની રહી, ધાર્યા કરતાંય વધુ સારો પ્રતિસાદ મળ્યો... સરળ અને સરસ આ બુકોની માંગ સતત આવતી જ રહી... પણ અધ્યાપન કાર્યમાં વ્યસ્ત હોઈ આ કાર્ય કાંઈક ખોરંભે ચડ્યું. સાથે સાથે પ્રથમાવૃત્તિની ત્રુટિઓ-ક્ષતિઓને મેળવવાનું તથા સંમાર્જન કરવાનુ પણ કામ કપરું હોઈ કાળક્ષેપ થયો. નીળસ્થળમ્ તુમ્ આ ઉક્તિ અહીં પણ ચરિતાર્થ થતી જણાઈ. મેં આત્મીયભાવે જણાવ્યું - "ભાઈ" ઉતાવળ ન કરશો. ભલે થોડો વિલંબ થાય. પણ આ વેળાએ શક્ય તેટલું શુદ્ધ જ કરવું છે... તેઓ પણ સંમત થયા. ક્યારેક સાંભળેલું કે ઈત્યિઆ પુત્થિઆ કદિ ન સુદ્ધિઆ !!! આ પંક્તિ અનુસારે હજુ પણ આ બીજી આવૃત્તિમાંય અશુદ્ધિ રહી જવા પામી હશે. કોમળતા અને સરળતા ગુણોને વરેલા જ્ઞાની પુરૂષો જરૂરથી તે ક્ષતિઓને જણાવી શ્રુતભક્તિનો લાભ લેશે જ એવી કરબદ્ધનતમસ્તકે પ્રાર્થના. ભાષાજ્ઞાનથી - અર્થજ્ઞાન - તેનાથી પદાર્થજ્ઞાન અને તેનાથી તત્ત્વજ્ઞાન મેળવી તાત્ત્વિક અને સાત્ત્વિકજીવન જીવી સહુ કોઈ "અપુણરાગમન" સ્થાનને પામે એ જ સદ્ભાવના... શ્રી જિનાજ્ઞાવિરૂદ્ધ કાંઈ પણ લખાયુ કે વિચારાયું હોય તો ત્રિવિષે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્ !!! રાજેન્દ્ર એસ. સંઘવી - ડીસા. સંવત-૨૦૬૪

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 392