Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 9
________________ સંપાદકીય નિવેદન નામ સાર્થકતા : હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ બનાવેલ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ અને તેના આધારે પંડિતવર્ય શ્રી શિવલાલભાઈએ હૈમસંસ્કૃત પ્રવેશિકા પ્રથમ, દ્વિતીયા, તૃતીયા બુક બનાવેલ તેમાં મધ્યમા બુકના માં કારાન્ત સિવાયના સંસ્કૃત ધાતુના રૂપોનો સંગ્રહ કરેલ છે. આ પુસ્તકમાં દશવિભક્તિના કર્તરિરૂપો સંપૂર્ણ આપેલ છે. કર્મણિરૂપ ત્રી.પુ.એ.વ. તથા ઈચ્છાદર્શક, પ્રેરક અને યડન્તના પ્ર.પુ.એ.વ. આપેલ છે. કૃદન્ત તથા ધાતુસાધિત શબ્દ અને સંસ્કૃત ધાતુકોશ આદિ સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા પ્રયત્ન કરેલ છે. નિમિત્ત : સુશ્રાવિકા ઈન્દુબેન દિનેશભાઈ મહેતાના પાંચસો આયંબીલના આરાધનાના પારણા પ્રસંગે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. પધારેલ ત્યારે જ્ઞાનપ્રાણધારક પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી રામસૂરીશ્વરજી મહારાજાને અર્પણ કરવા નિમિત્તે સંગ્રહ કરેલ. પ્રથમવૃત્તિ : પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી રામસુરીશ્વરજી મહારાજાના શુભાશીર્વાદથી તથા પ.પૂ. આચાર્યદેવ શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાન શાળાના ઉપક્રમે વિ.સં. ૨૦૬૦ માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થયેલ. દ્વિતીયાવૃત્તિ : ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી આચાર્ય વિજય રામસુરીશ્વરજી તત્ત્વજ્ઞાન સંસ્કૃત પાઠશાળાના ઉપક્રમે આ પુસ્તકની દ્વિતીયાવૃત્તિ પ્રકાશિત થાય છે. હેતુ પ્રથમ આવૃત્તિ શરૂઆતના દોઢ વર્ષમાં સંપૂર્ણ થઈ ગયેલ. ત્યારબાદ અનેક પૂજ્ય ગુરુભગવંતો તથા શ્રાવક-શ્રાવિકા તરફથી વારંવાર માંગણી થતી હોઈ અભ્યાસુ વર્ગની ભાવનાને સાકાર 6 કરવાના ઉદેશથી આ દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરવાની હિ જરૂરિયાત ઉભી થઈ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 392