Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 4
________________ કર્મવિપાકચિંતનાષ્ટક - ૨૧ શાનસાર “કર્મ” એ પુદ્ગલદ્રવ્યનું બનેલું છે, કાર્યણવર્ગણા રૂપ છે. મિથ્યાત્વાદિ બંધહેતુના કારણે જીવ કાર્યણવર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે છે અને તેનું કર્મરૂપે રૂપાન્તર કરે છે. જેમ લોટમાંથી જીવ મોદક બનાવે છે તેમ કાર્યણવર્ગણાનાં પુદ્ગલોમાંથી જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મ બનાવે છે. લાડુ એ લોટનું રૂપાંતર છે અને તેને કરનાર જીવ છે. તેમ કર્મ એ કાર્યણવર્ગણાના પુદ્ગલોનું રૂપાંતર છે અને તેને કરનાર જીવ છે. આ કર્મ પ્રત્યક્ષ પણ છે અર્થાત્ કર્મ સાક્ષાત્ દેખાય છે, માટે પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે. કર્મ કોને દેખાય છે ? આવો પ્રશ્ન થાય ? તો તેનો ઉત્તર એ છે કે સર્વજ્ઞ-મહાત્માઓને કર્મ પ્રત્યક્ષ દેખાય છે. તે મહાપુરુષો કેવલજ્ઞાની હોવાથી સર્વને જોત છતા કર્મને પણ સાક્ષાત્ કેવલજ્ઞાનથી દેખે છે. વિશિષ્ટ અવધિજ્ઞાની પણ કર્મને પ્રત્યક્ષથી દેખે છે પણ ચક્ષુથી દેખાય એવું આ તત્ત્વ નથી. પરંતુ જ્ઞાનથી દેખાય તેવું આ તત્ત્વ છે. ૧૯૬ સર્વજ્ઞતા વિનાના તથા વિશિષ્ટ અવધિજ્ઞાન વિનાના અન્ય એવા છદ્મસ્થ જીવોને કાર્ય પ્રત્યક્ષ હોવાથી અનુમાન દ્વારા કારણ પણ કથંચિત્ પ્રત્યક્ષ છે જ. જેમ અંકુશ આંખે દેખાય છે પણ તે અંકુરાનું બીજ દેખાતું નથી. તો પણ આ અંકુરા બીજ વિના ન હોઈ શકે માટે ભૂમિમાં કોઈએ પણ બીજ વાવેલું હોવું જોઈએ, આવું અનુમાન કરવા દ્વારા બીજ પણ માનસપ્રત્યક્ષ થયું ગણાય છે. તેમ અહીં સુખ અને દુઃખનો અનુભવ એ પ્રત્યક્ષ છે તેથી તેના હેતુભૂત બીજરૂપે કર્મ હોવું જોઈએ. આમ અનુમાન કરવા દ્વારા કાર્યની પ્રત્યક્ષતાને લીધે કારણની પણ કથંચિત્ પ્રત્યક્ષતા ગણાય છે. માટે કેવલીને તથા વિશિષ્ટ અવધિજ્ઞાનીને સાક્ષાત્ અને અન્યને કર્મ એ કથંચિત્ પ્રત્યક્ષ છે. પ્રશ્ન :- જો આ કર્મ આપને (આપશ્રીના માનેલા સર્વજ્ઞને) પ્રત્યક્ષ દેખાય છે તો પછી તે કર્મ મને પણ પ્રત્યક્ષ દેખાવું જોઈએ, મને પ્રત્યક્ષ કેમ દેખાતું નથી ? ઉત્તર ઃ- જે વસ્તુ એકને પ્રત્યક્ષ થાય તે વસ્તુ બીજાને પણ પ્રત્યક્ષ થવી જ જોઈએ એવો નિયમ આ સંસારમાં નથી. તમારી સામે જે ગાય ઉભી હોય તે તમને પ્રત્યક્ષ દેખાય છે પરંતુ તમને દેખાય છે એટલે જગતના સર્વ જીવોને તે ગાય દેખાય એવો નિયમ નથી. જેમ સિંહ-શરભ (અષ્ટાપદ નામનું પ્રાણી) વગેરે પ્રાણીઓ જંગલમાં રહેનારા માણસોને જ પ્રત્યક્ષ હોઈ શકે છે. સર્વ મનુષ્યોને પ્રત્યક્ષ હોતા નથી. છતાં સર્વે લોકો સિંહ-શરભાદિને માને છે. આવાં ઘણાં પ્રાણીઓ સર્વ મનુષ્યોને પ્રત્યક્ષ નથી. કોઈક કોઈકને જ પ્રત્યક્ષ છે તો પણ દક્ષપુરુષો એટલે જ્ઞાનીપુરુષો તે તે પ્રાણીઓને આ લોકમાં પ્રત્યક્ષ જ માને છે. આ વાત જાણીતી છે. સર્વશપુરુષો આવરણ વિનાના છે માટે કર્મને જ્ઞાનથી જોઈ શકે છે. આપણે આવરણવાળા છીએ માટે આપણને કર્મ દેખાતું નથી. આ પ્રમાણે સર્વજ્ઞ એવા જ્ઞાની પુરુષોને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 301