Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 2
________________ પ૯૪ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧ જ્ઞાનસાર ॥ अथ एकविंशतितमं कर्मविपाकचिन्तनाष्टकम् ॥ अथावसरायातं निर्ग्रन्थत्वसाधनभावनार्थं समतानिष्पत्तिहेतुभूतं कर्मविपाकचिन्तनाष्टकं कथ्यते । तत्र यत् क्रियते मिथ्यात्वादिहेतुसमन्वितेन जीवेनेति कर्मज्ञानावरणादिकम् । अत्र कश्चित् कर्माभावं मन्यमानः प्राह-नास्ति कर्म, प्रत्यक्षानुमानादिप्रमाणागोचरत्वात् । तत्र न च तावत् प्रत्यक्षं कर्म, अतीन्द्रियत्वात् । नाप्यनुमानसाध्यम्, अनुमानस्य प्रत्यक्षपूर्वकत्वात् । धूमादिलिङ्गोपेतमहानसादौ दृष्टे चाहार्ये च तावदनुमानसम्भवः । न च तादृशं लिङ्गं कर्मानुमानजनकम् । तस्माद् नाप्यनुमानगम्यम् । उपमायाः प्रत्यक्षत्वस्वभावात् । आगमस्य हि नानावाक्यात्, इति न कर्म । इत्याद्यनेकयुक्तिनिवहं वदन्तमाह હવે અવસરથી આવેલું, નિર્ચન્થ એવી સાધુતાની સાધનાની સાચી ભાવના પ્રાપ્ત કરવા માટે, અતિશય ઉચ્ચકોટિની સમતાની પ્રાપ્તિમાં કારણભૂત, પૂર્વે બાંધેલા કર્મોના વિપાકના ચિંતન રૂપ કર્મવિપાકચિંતનાષ્ટક નામનું એકવીસમું અષ્ટક કહેવાય છે. ત્યાં પ્રશ્ન થાય છે કે “કર્મ” એ શું વસ્તુ છે ?તો કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ વગેરે હેતુથી સહિત એવા આ જીવ વડે જે કરાય છે, બંધાય છે તે કર્મ કહેવાય છે. જીવ જ્યારે શુદ્ધ-બુદ્ધ-જ્ઞાની હોય છે ત્યારે આ જીવ કર્મબંધના હેતુ વિનાનો હોવાથી કર્મનો અકર્તા અને અભોક્તા છે. જેમકે મોક્ષના જીવો. પરંતુ મિથ્યાત્વાદિ દૂષણો એ કર્મબંધનાં કારણો-હેતુઓ જ્યારે છે ત્યારે એટલે કે આ જીવ મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ-કષાય અને યોગ આ પાંચ કારણોથી જ્યારે સહિત હોય છે ત્યારે આ જીવમાં કર્મબંધનાં કારણો હોવાથી તે કાલે આ જીવ કર્મનો કર્તા છે કર્મને બાંધનાર છે. તે કર્મ કામણ વર્ગણાના પુદ્ગલદ્રવ્યનું બનેલું છે, સૂક્ષ્મ છે, અતીન્દ્રિય છે. જ્ઞાનાવરણ-દર્શનાવરણ ઈત્યાદિ અનેક ભેદવાળું આ કર્મ છે. કર્મના વિષયમાં કોઈક વાદી “કર્મો નથી જ, આમ કર્મના અભાવને” માનતો છતો આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે - કર્મ નથી અર્થાત્ કર્મનો અભાવ છે” કારણ કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ ઈત્યાદિ પ્રમાણોથી કર્મ અગોચર છે. પ્રમાણોથી કર્મ જણાતું નથી. પ્રત્યક્ષાદિ પ્રમાણોથી કર્મ સિદ્ધ થતું નથી, માટે કર્મ નથી. ત્યાં પ્રથમ પ્રત્યક્ષપ્રમાણથી કર્મ ક્યાંય દૃષ્ટિગોચર થતું નથી, કર્મને માનનારા જૈનો વિગેરે કર્મને અતીન્દ્રિય માને છે તેથી ચક્ષુ આદિ કોઈ પણ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 301