Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 136
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૭) (૩) સાધુજને પરસ્પર ગચ્છની તકરારેથી ધર્મનાં યુદ્ધો કરી કલેશ કરે તે રાગ અને દ્વેષમાં ફસાતા જાય અને મમતાના ચોગે કલેશનાં એવાં બીજ વવાય કે કદી દરેક ગ૭વાળાઓ શુદ્ધ પ્રેમથી મળી શકે નહિ. દરેક ગચ૭વાળાનું કઈ કઈ અપેક્ષાએ શું શું કહેવાનું છે તે પ્રથમ સમજ્યા વિના પિતાના પકડેલા મમવથી ધમધમા કરવી જોઈએ નહિ અને એ નહિં કરનાર આત્મપ્રભુની પ્રાપ્તિના અધિકારી બને છે. આટલી હકીકત આપની સમક્ષ નિવેદન કર્યા પછી ગત વર્ષમાં ખેદજનક ગંભીર બીના બની છે કે આપણા ચારિત્ર્યશીલ સાધુજને કે જેમનાથી શાસનનો ઉદ્ધાર અને શાસનની રક્ષા થવાની છે–તેવું આપણે માનીએ છીએ-તેમનું સમેલન અમદાવાદમાં થઈ ગયું હતું પણ મમત્વના પરિણામે નિષ્ફળ ગયું છતાં ઉપરોક્ત આ. ભ. શ્રી બુદ્ધિસાગરજીના ભવિષ્યકથન પ્રમાણે જરૂર શ્રમણુસંઘ સંગઠિત થઇ સહકાર પ્રકટાવશે પિતાની ભૂલ સહુ કેઈ સમજી જશે તેમજ સંગઠનબળ ઉભું કરી, જૈન શાસનની ઉન્નતિ તેમના જ હાથે શ્રી ચતુર્વિધ સંધદ્વારા થશે એવી આશા રાખીએ. ચતુર્વિધ સંઘની કુશળ વ્યક્તિઓ એકાંત નિયતિવાદનું અવલંબન ન લેતાં બગડી બાજી સુધારીને શાસન ઉન્નતિ માટે તમામ પ્રયત્ન કરે. કેમકે વીર પ્રભુનું શાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેવાને શાસ્ત્રીય ઉલેખ છે તે ચડતી પડતીના અંધકારમાંથી પાણી હર્શનના પ્રયતનું સૂચક છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146